15 ડિસેમ્બરથી બદલાઈ જશે કાર અને બાઇક ઇન્શ્યોરન્સના નિયમો, પોલિસી રિન્યુ કરાવતા પહેલા જાણી લો આ મહત્વપૂર્ણ બાબતો
Motor Insurance New Rules 2026: 15 ડિસેમ્બર 2026થી IRDAI વાહનના ઇન્શ્યોરન્સના નિયમોમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ અને વાહન માલિકનું પર્સનલ એક્સિડેન્ટ કવર અગાઉની જેમ જ ફરજિયાત રહેશે, જ્યારે વાહનને પોતાના નુકસાન સામેનું ઇન્શ્યોરન્સ કવર પસંદ કરવાનું તમારી ઈચ્છા પર રહેશે.
Motor Insurance New Rules 2026: જો તમારી પાસે કાર કે બાઇક છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેવાના છે. તમારા વાહન ઇન્શ્યોરન્સના નિયમોમાં ટૂંક સમયમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (IRDAI) 15 ડિસેમ્બર, 2026થી મોટર ઇન્શ્યોરન્સના નવા નિયમો લાગુ કરવાની તૈયારી કરી રહી છે. આ હેઠળ કાર અને બે-પૈડાવાળા વાહનોના વીમાને 4 અલગ-અલગ ભાગોમાં વહેંચવામાં આવશે. આ ફેરફારનો હેતુ ઇન્શ્યોરન્સ પોલિસીને વધુ પારદર્શક બનાવવાનો અને ગ્રાહકોને તે સમજવામાં મદદ મળશે કે તેઓ કઈ બાબત માટે કેટલું પ્રીમિયમ ચૂકવી રહ્યા છે. નવી પોલિસી 'બીમા સુગમ' (Bima Sugam) પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ થવાની આશા છે. એવામાં જો તમે તમારી ગાડીનો વીમો રિન્યુ કરાવવા જઈ રહ્યા છો, તો માત્ર પ્રીમિયમ જોઈને નિર્ણય ન લો. આ 5 જરૂરી બાબતોને સમજવી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
Apple Outage: એપલની સર્વિસ દુનિયાભરમાં ઠપ્પ, ક્લાઉડ, પેમેન્ટ સહિતની સર્વિસ બંધ થતા લાખો યુઝર્સ પરેશાન
જરૂરી અને વૈકલ્પિક ઇન્શ્યોરન્સ કવર વચ્ચેનો તફાવત સમજો
નવા સ્ટ્રક્ચરમાં મોટર ઇન્શ્યોરન્સને ૪ ભાગોમાં વહેંચવામાં આવશે. જેમાં થર્ડ પાર્ટી લાયબિલિટી, વાહનમાં મુસાફરી કરતા મુસાફરો માટે કાયદાકીય જવાબદારીનું કવર, પર્સનલ એક્સિડેન્ટ કવર અને વાહનને થતા નુકસાનનું કવર સામેલ છે. આમાંથી થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ અને વાહન માલિક-ડ્રાઇવર માટેનું પર્સનલ એક્સિડેન્ટ કવર ફરજિયાત રહેશે. જ્યારે, પોતાની ગાડીને નુકસાનથી બચાવતું 'ઓન ડેમેજ' કવર અને મુસાફરો માટેનું કાયદાકીય જવાબદારી કવર વૈકલ્પિક રહેશે, એટલે કે ગ્રાહક પોતાની જરૂરિયાત મુજબ વધારાની સુરક્ષા પસંદ કરી શકશે.
મુસાફરો અને બાઇક પર પાછળ બેસનારનું કવર ચોક્કસ તપાસો
નવા નિયમોમાં કારમાં મુસાફરી કરતા મુસાફરો અને બાઇક પર પાછળ બેસનાર વ્યક્તિ માટે વૈકલ્પિક કાનૂની જવાબદારી કવરનો વિકલ્પ મળશે. જોકે, તેમાં કેટલીક શરતો પણ રહેશે. જેમાં આ કવર ગાડીના માલિક, વીમાધારક વ્યક્તિ અને તેના નજીકના પરિવારના સભ્યો એટલે કે પતિ-પત્ની, માતા-પિતા અને બાળકો પર લાગુ થશે નહીં. આ ઉપરાંત, પોલિસીમાં તેટલા જ મુસાફરોને આવરી શકાશે, જેટલી ગાડીના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC)માં બેસવાની ક્ષમતા નોંધાયેલી છે. તેથી, વીમો લેતી વખતે ચોક્કસ તપાસો કે તમારી ગાડીમાં નિયમિતપણે મુસાફરી કરતા લોકોને પૂરતી સુરક્ષા મળી રહી છે કે નહીં.
AIના રિસર્ચ ઇનસાઇટે જીત્યું દલાલ સ્ટ્રીટનું દિલ! CA અમિત ગુપ્તાને Kwala Intel કેમ છે પસંદ? જાણો 4 મોટા કારણો
પર્સનલ એક્સિડેન્ટ કવરની પણ ખાતરી કરો
વાહન માલિક-ડ્રાઇવર માટે પર્સનલ એક્સિડેન્ટ કવર ફરજિયાત રહેશે. પરંતુ જો તમે ઈચ્છતા હોવ કે ગાડી ચલાવતા અન્ય લોકો, મુસાફરો અથવા બાઇક પર પાછળ બેસનાર વ્યક્તિને પણ અકસ્માતની સ્થિતિમાં આર્થિક સુરક્ષા મળે, તો તમે વધારાનું કવર ખરીદી શકો છો. આ નિર્ણય તમારી જરૂરિયાત મુજબ લો. ઉદાહરણ તરીકે, જો તમારી કારમાં પરિવારના સભ્યો નિયમિતપણે મુસાફરી કરતા હોય તો તેમના માટે વધારાની સુરક્ષા લેવી ઉપયોગી સાબિત થઈ શકે છે.
ઓન ડેમેજ કવર, IDV અને ડિડક્ટિબલને અવગણશો નહીં
ઓન ડેમેજ કવર મારફતે તમારી ગાડીને અકસ્માત કે ચોરીથી થતા નુકસાન સામે સુરક્ષા મળે છે. આ કવર ફરજિયાત નહીં હોય, પરંતુ ગાડીની ઉંમર, વર્તમાન બજાર કિંમત અને રિપેરિંગના ખર્ચને ધ્યાનમાં રાખીને તેને લેવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેની સાથે જ IDV એટલે કે ઈન્શોયરન્સ ડિક્લેયર્ડ વેલ્યૂને પણ સમજવી એટલી જ જરૂરી છે. આ ગાડીની તે વીમા કિંમત છે, જેના આધારે કુલ નુકસાન અથવા ચોરીના કેસમાં વળતરની ગણતરી કરવામાં આવે છે. જ્યારે ડિડક્ટિબલ તે રકમ છે, જે ક્લેમ કરતી વખતે વાહન માલિકે પોતાની ખિસ્સામાંથી ચૂકવવી પડે છે. તેથી, પોલિસી પસંદ કરતી વખતે આ બંને બાબતોની સારી રીતે ચકાસણી કરો.
ઝી એન્ટરટેઇનમેન્ટનો દબદબો યથાવત્, Zee TV સાથે દર મહિને જોડાઈ રહ્યા છે 180થી વધુ એડવર્ટાઈઝર
પ્રીમિયમનો પૂરો હિસાબ અને દસ્તાવેજો ચોક્કસ તપાસો
નવા માળખા હેઠળ વીમા કંપનીઓએ પોલિસીના દરેક ભાગ માટે અલગ-અલગ પ્રીમિયમની માહિતી આપવી પડશે. આનાથી ગ્રાહકો સમજી શકશે કે થર્ડ પાર્ટી, પર્સનલ એક્સિડેન્ટ અને ઓન ડેમેજ જેવા કવર માટે કેટલા પૈસા લેવામાં આવી રહ્યા છે. આના સિવાય, ગ્રાહકોને કસ્ટમર ઇન્ફોર્મેશન શીટ (CIS) આપવામાં આવશે, જેમાં પોલિસી હેઠળ મળતી સુરક્ષા અને તેની શરતોની વિગતો હશે. સાથે જ કસ્ટમર ઓપ્શન ફોર્મ દ્વારા ગ્રાહકો જાણી શકશે કે તેઓ કયા-કયા ઇન્શ્યોરન્સ કવર લેવા માંગે છે.
જૂની પોલિસીમાં પણ જોડી શકાશે વધારાનું કવર
નવા નિયમોમાં વર્તમાન પોલિસીધારકોને પણ રાહત આપવામાં આવી છે. જો કોઈ ગ્રાહકને પોલિસીની મુદત દરમિયાન મુસાફરો અથવા બાઇક પર પાછળ બેસનાર વ્યક્તિ માટે કાનૂની જવાબદારીનું કવર જોઈતું હોય, તો તે વધારાનું પ્રીમિયમ ચૂકવીને તેને પોતાની હાલની પોલિસીમાં તેનો લાભ લઈ શકશે. આ માટે તેમણે પોતાની જૂની થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ પોલિસી બંધ કરાવવાની જરૂર રહેશે નહીં.