• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /વેપાર
  • /ઝી એન્ટરટેઇનમેન્ટનો દબદબો યથાવત્, Zee TV સાથે દર મહિને જોડાઈ રહ્યા છે 180થી વધુ એડવર્ટાઈઝર

ઝી એન્ટરટેઇનમેન્ટનો દબદબો યથાવત્, Zee TV સાથે દર મહિને જોડાઈ રહ્યા છે 180થી વધુ એડવર્ટાઈઝર

Zee Entertainment Enterprises Ltd ('Z')એ બ્રાન્ડની સાથે કનેક્ટિવિટી મામલે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. દર મહિને 180થી વધુ એડવર્ટાઈઝર Zee TV સાથે જોડાઈ રહ્યા છે. તેની પહોંચ દેશભરમાં 900 મિલિયનથી વધુ દર્શકો સુધી છે.

Written ByDilip Chaudhary
Published: Nov 17, 2026, 15:44 IST|Updated: Nov 17, 2026, 15:49 IST
joinshare
ઝી એન્ટરટેઇનમેન્ટનો દબદબો યથાવત્, Zee TV સાથે દર મહિને જોડાઈ રહ્યા છે 180થી વધુ એડવર્ટાઈઝર

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
ભાજપે ગુજરાતમાં 2027ની ચૂંટણી માટે તૈયારી કરી શરૂ! 182 બેઠકો પર સ્નેહમિલનથી PM મોદીએ આપ્યા અનેક સંદેશ, જાણો

ભાજપે ગુજરાતમાં 2027ની ચૂંટણી માટે તૈયારી કરી શરૂ! 182 બેઠકો પર સ્નેહમિલનથી PM મોદીએ આપ્યા અનેક સંદેશ, જાણો

2

Video: સ્ટેજ પર એક વિદેશી મહિલા ફેને દિલજીત દોસાંઝને ગળે લગાવીને કરી કિસ, સિંગરે કહ્યું: "હું સુંદર છું..."

3

એલિસ હુઆંગ અને તેના પતિના એક નજીકના સહયોગીએ Nvidia ચિપ્સ મોકલી હતી ચીન, રિપોર્ટમાં ખુલાસો

4

જામનગરમાં ACBનું સફળ છટકું, રૂપિયા 8 લાખની લાંચ લેતા ક્લાસ-2 અધિકારી રંગેહાથ ઝડપાયા

5

નવસારીમાં હાઈબ્રિડ ગાંજાના હાઈપ્રોફાઈલ નેટવર્કનો પર્દાફાશ, બેંગકોક સુધી ફેલાયેલા છે તાર!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Zee Entertainment Enterprises Ltd ('Z')એ ટેલિવિઝન રીચ અને બ્રાન્ડ સાથેની કનેક્ટિવિટીના મામલે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. કંપનીની અગ્રણી હિન્દી એન્ટરટેઇનમેન્ટ ચેનલ Zee TV સાથે દર મહિને 180થી વધુ એડવર્ટાઈઝર જોડાઈ રહ્યા છે. તેમાં વિવિધ કેટેગરીની બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. Google અને ChatGPT જેવી વૈશ્વિક બ્રાન્ડ્સ પણ પોતાના પ્રોડક્ટ્સ અને સેવાઓ ગ્રાહકો સુધી પહોંચાડવા માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહી છે.

ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝ લિમિટેડ મુજબ, Zee TVનું મજબૂત પ્રાઇમ ટાઇમ પર્ફોર્મન્સ, લોકપ્રિય એન્ટરટેઇનમેન્ટ કન્ટેન્ટ અને ઘર-ઘર સુધીની પહોંચે તેને એડવર્ટાઈઝર માટે પસંદગીનું પ્લેટફોર્મ બનાવ્યું છે. ચેનલ સાંજે 7:30થી રાત્રે 10:30 વાગ્યા સુધીના સમયગાળામાં તમામ મુખ્ય સમયગાળામાં નંબર-1 અર્બન પ્રાઇમ ટાઇમ ચેનલ છે.

કંપનીએ જણાવ્યું કે પે હિન્દી GEC (જનરલ એન્ટરટેઇનમેન્ટ ચેનલ) કેટેગરીના ટોચના ત્રણ શો પણ Zee TVના છે. તેમાં 'તુમ સે તુમ તક', 'ગંગા માઈ કી બેટિયાં' અને 'વસુધા'નો સમાવેશ થાય છે.

90 કરોડ દર્શકો સુધી પહોંચ

કંપનીએ જણાવ્યું કે ભારતમાં લિનિયર ટેલિવિઝનની પહોંચ આશરે 90 કરોડ દર્શકો સુધી છે. જ્યારે ઝી એન્ટરટેઇનમેન્ટનું લિનિયર પોર્ટફોલિયો Zee TVના નેતૃત્વ હેઠળ દેશભરમાં 85 કરોડથી વધુ દર્શકો સુધી પહોંચી રહ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર, તેના માધ્યમથી એડવર્ટાઈઝરને વિવિધ બજારોમાં દર્શકો સાથે જોડાવાની તક મળી રહી છે.

Google અને ChatGPTએ હાથ મિલાવ્યા

ઝી એન્ટરટેઇનમેન્ટના ફિક્શન કન્ટેન્ટના માધ્યમથી ટેક્નોલોજી કંપનીઓએ પણ પોતાના પ્રોડક્ટ્સ દર્શકો સુધી પહોંચાડી છે. Googleએ Zee TVના કન્ટેન્ટ ઇકોસિસ્ટમ સાથે ઇન્ટિગ્રેશન કર્યું છે. તેના માધ્યમથી દર્શાવવામાં આવ્યું કે ગૂગલના AI આધારિત સોલ્યુશન્સ રેસિપી શોધવા, પારિવારિક કાર્યક્રમોનું આયોજન કરવા, માહિતી મેળવવા અને વધુ સારા નિર્ણયો લેવામાં રોજિંદા કામોને સરળ બનાવી શકે છે.

આ જ રીતે, OpenAIના ChatGPTએ ઝી એન્ટરટેઇનમેન્ટના વિવિધ ભાષાઓના ફિક્શન કન્ટેન્ટના માધ્યમથી AIના રોજિંદા ઉપયોગને દર્શાવ્યો છે.

આ ઇન્ટિગ્રેશન Zee TVના 'વસુધા' અને 'જગધાત્રી', Zee Kannadaના 'અન્નૈયા' અને 'લક્ષ્મી નિવાસ', Zee Banglaના 'પરિણિતા' અને 'જ્વાર ભાટા', Zee Teluguના 'જગધાત્રી' અને 'જયમ' તેમજ Zee Marathiના 'વીણ દોઘાતલા હી તુટેના' અને 'કમલી' જેવા ટીવી શોમાં કરવામાં આવ્યું હતું. આ શો દ્વારા રોજિંદા નિર્ણયો, ઘરેલું જવાબદારીઓ, કાર્યક્રમોનું આયોજન અને નવા વિચારો શોધવામાં ChatGPTના ઉપયોગને દર્શાવવામાં આવ્યો હતો.

Citroënએ 8 ફિક્શન શો સાથે કર્યું ઇન્ટિગ્રેશન

કંપનીએ જણાવ્યું કે Citroënએ વિવિધ ભાષાઓનાં બજારો અને પ્લેટફોર્મ પર આઠ ફિક્શન IPs (ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીઝ) સાથે પ્રથમ વખત આ પ્રકારનું ઇન્ટિગ્રેશન કર્યું છે. આ અંતર્ગત 'Citroën ka comfort hi alag hai' સંદેશને પારિવારિક વાર્તાઓના માધ્યમથી દર્શકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો. જેમાં કાર ખરીદવાની સમગ્ર પ્રક્રિયાને વાર્તાનો હિસ્સો બનાવવામાં આવી હતી.

 

Sa Re Ga Ma Paના માધ્યમથી બ્રાન્ડ્સને મળી રહી છે તક

Zee TV પોતાના નોન-ફિક્શન કન્ટેન્ટ પોર્ટફોલિયોનો પણ વિસ્તાર કરી રહ્યું છે. તેમાં 'સા રે ગા મા પા' જેવી લોકપ્રિય ફ્રેન્ચાઇઝીનો સમાવેશ થાય છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ શોના માધ્યમથી બ્રાન્ડ્સને દર્શકો સાથે જોડાવા માટે અસરકારક પ્લેટફોર્મ મળી રહ્યું છે.

Sargam Detergentએ 'Naam Ka Nahi, Kaam Ka Detergent' સંદેશને 'Perfect Gayaki of the Day' સેગમેન્ટના માધ્યમથી પ્રમોટ કર્યો હતો. આ ઉપરાંત 'Performer of the Day'ના માધ્યમથી પણ બ્રાન્ડે પોતાની હાજરી મજબૂત બનાવી હતી.

બીજી તરફ, Maruti Suzukiએ શોના કો-સ્પોન્સર તરીકે ઇન્ટિગ્રેશન કર્યું હતું. કંપનીના જણાવ્યા અનુસાર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઇ-કોમર્સ, કન્ઝ્યુમર પેકેજ્ડ ગુડ્સ, ઓટોમોબાઇલ, બેન્કિંગ અને નાણાકીય સેવાઓ જેવી કેટેગરીમાં તેની તમામ ભાષાકીય ચેનલો પર એડવર્ટાઈઝરનો સારો રસ જોવા મળી રહ્યો છે.

ડિજિટલ પ્લેટફોર્મ પર પણ Zeeની ચેનલોની મજબૂત હાજરી

કંપનીએ જણાવ્યું કે તેની હિન્દી, કન્નડ, બંગાળી, મરાઠી, તેલુગુ અને તમિલ મનોરંજન ચેનલોને Facebook, YouTube અને Instagram જેવા સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ પર પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

Connect Insightsના આંકડા અનુસાર, Zee TV, Zee Marathi, Zee Tamil, Zee Telugu અને Zee Bangla પોતપોતાના બજારોમાં ડિજિટલ એંગેજમેન્ટના મામલે નંબર-1 રહ્યા છે.

જ્યારે Tubularના આંકડા અનુસાર, વીડિયો કન્ઝમ્પશનના મામલે Zee TV, Zee Marathi અને Zee Bangla પોતપોતાના બજારોમાં નંબર-1 રહ્યાં છે. Zee TV પર આશરે 2.9 અબજ વીડિયો વ્યૂઝ નોંધાયા છે, જ્યારે Zee Kannada પર 2.3 અબજથી વધુ વીડિયો વ્યૂઝ મળ્યા છે. આ આંકડા સપ્ટેમ્બર 2026ના આધારે છે.

કંપનીનું શું કહેવું છે?

Zee Entertainmentના પ્રવક્તાએ જણાવ્યું કે Zeeનું કન્ટેન્ટ ઇકોસિસ્ટમ એડવર્ટાઈઝરનેને ગ્રાહકો સાથે જોડાવા અને પોતાની બ્રાન્ડની ઓળખ મજબૂત બનાવવાની તક આપે છે. દર મહિને 180થી વધુ એડવર્ટાઈઝરનેનું કંપની સાથે જોડાવું તેના લિનિયર પોર્ટફોલિયોની અસરકારકતા દર્શાવે છે.

કંપનીએ જણાવ્યું કે તે પોતાના કન્ટેન્ટ અને એંગેજમેન્ટ પ્લેટફોર્મને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જેથી એડવર્ટાઈઝરને વધુ સારી વેલ્યૂ આપવાની સાથે દર્શકોના મનોરંજનના અનુભવને પણ વધુ સારો બનાવી શકાય.

Add Zee News as a Preferred Source
TAGS:
Business News