• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /આંતરરાષ્ટ્રીય
  • /Apple Outage: એપલની સર્વિસ દુનિયાભરમાં ઠપ્પ, ક્લાઉડ, પેમેન્ટ સહિતની સર્વિસ બંધ થતા લાખો યુઝર્સ પરેશાન

Apple Outage: એપલની સર્વિસ દુનિયાભરમાં ઠપ્પ, ક્લાઉડ, પેમેન્ટ સહિતની સર્વિસ બંધ થતા લાખો યુઝર્સ પરેશાન

Apple Outage: અમેરિકામાં અચાનક ટેક સંકટ વધવા લાગ્યું છે. ગત સપ્તાહમાં માઈક્રોસોફ્ટ આઉટેજ પછી એપલની સર્વિસ અચાનક ઠપ્પ થઈ હતી. અમેરિકા સહિત અનેક દેશોના લાખો યુઝર્સને એપલ સર્વિસમાં સમસ્યાનો સામનો કરવો પડ્યો.

Written ByKrupa Shah
Published: Nov 18, 2026, 07:39 IST|Updated: Nov 18, 2026, 08:29 IST
joinshare
Apple Outage: એપલની સર્વિસ દુનિયાભરમાં ઠપ્પ, ક્લાઉડ, પેમેન્ટ સહિતની સર્વિસ બંધ થતા લાખો યુઝર્સ પરેશાન

About the Author

Krupa Shah

Krupa Shah

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
ભાજપે ગુજરાતમાં 2027ની ચૂંટણી માટે તૈયારી કરી શરૂ! 182 બેઠકો પર સ્નેહમિલનથી PM મોદીએ આપ્યા અનેક સંદેશ, જાણો

ભાજપે ગુજરાતમાં 2027ની ચૂંટણી માટે તૈયારી કરી શરૂ! 182 બેઠકો પર સ્નેહમિલનથી PM મોદીએ આપ્યા અનેક સંદેશ, જાણો

2

Video: સ્ટેજ પર એક વિદેશી મહિલા ફેને દિલજીત દોસાંઝને ગળે લગાવીને કરી કિસ, સિંગરે કહ્યું: "હું સુંદર છું..."

3

એલિસ હુઆંગ અને તેના પતિના એક નજીકના સહયોગીએ Nvidia ચિપ્સ મોકલી હતી ચીન, રિપોર્ટમાં ખુલાસો

4

જામનગરમાં ACBનું સફળ છટકું, રૂપિયા 8 લાખની લાંચ લેતા ક્લાસ-2 અધિકારી રંગેહાથ ઝડપાયા

5

નવસારીમાં હાઈબ્રિડ ગાંજાના હાઈપ્રોફાઈલ નેટવર્કનો પર્દાફાશ, બેંગકોક સુધી ફેલાયેલા છે તાર!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Apple Outage: અમેરિકામાં ટેક સંકટ વધી રહ્યું હોય એવું લાગે છે. માઈક્રોસોફ્ટની સર્વિસ ઠપ્પ થવી, ત્યાર પછી ટ્રાફિક એર કંટ્રોલ સિસ્ટમમાં સમસ્યા અને હવે એપલ અને google ની ઘણી બધી સેવાઓ ઠપ્પ થયાની જાણકારી સામે આવી છે. અમેરિકા સહિત દુનિયાના ઘણા દેશોમાં એપલ અને ગુગલ યુઝર્સને ઘણી બધી સર્વિસ યુઝ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડ્યો. જેમાં આઈ ક્લાઉડ, એપ સ્ટોર, એપલ પે, જીમેલ અને ગુગલ સર્ચમાં સમસ્યાઓ સર્જાઈ હતી.

ભારતીય સમય અનુસાર મંગળવારે મોડી રાત્રે એપલ અને ગૂગલમાં સમસ્યાઓ શરૂ થઈ હતી જેના કારણે લાખો યુઝર્સને સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. જેમાં એપલની ઘણી બધી સર્વિસ અચાનક જ બંધ થઈ ગઈ હતી. ટેકનોલોજી આઉટએજ ટ્રેક કરતી વેબસાઈટ ડાઉન ડિટેક્ટર પર ઘણા બધા યુઝર છે એપલ અને google સર્વિસમાં આવેલી સમસ્યા વિશે પણ રિપોર્ટ કર્યા હતા. યુઝર્સને એપલમાં વોલેટ, એપ સ્ટોર, આઈ કલાઉડ જેવી સર્વિસ યુઝ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડ્યો જ્યારે google સર્ચ અને જીમેલ માં પણ ટેકનિકલ ખામી સામે આવી હતી.

એપલ અને ગુગલ સર્વિસમાં સમસ્યા

ડાઉન ડિટેક્ટરના આંકડા અનુસાર સૌથી વધારે સમસ્યા આઈક્લાઉડ અને એપલ પે માં આવી હતી. Apple ની આ બે સર્વિસમાં સૌથી વધારે સમસ્યા થઈ હતી ત્યાર પછી google સર્ચ અને gmail માં લોકોને એરર નો સામનો કરવો પડ્યો. Google અને apple ના યુઝર્સને લોગઈન કરવામાં, મેસેજ મોકલવામાં, ઇમેલ ચેક કરવામાં, ઓનલાઈન પેમેન્ટ કરવામાં, ફંડ ટ્રાન્સફર કરવામાં સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ઘણા લોકોએ એવું પણ કહ્યું કે તેમને પોતાના એકાઉન્ટમાં સાઇન ઇન કરીને સર્વિસનો ઉપયોગ કરવામાં સમસ્યા થઈ હતી.

એપલ અને ગૂગલમાં થયેલી સમસ્યાને લઈને અનેક યુઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાના અનુભવો શેર કર્યા હતા. મોટાભાગના લોકોની ફરિયાદ હતી કે એપલ પે કામ નથી કરતું. કેટલાક લોકોએ એપલ આઈક્લાઉડ અને એપલ અકાઉન્ટ વેરિફિકેશનમાં સાઇન ઇન કરવામાં પણ તકલીફ થતી હોવાની વાત કરી હતી.

એપલની કઈ સર્વિસ ઠપ્પ થઈ ?

એપલ યુઝર્સને આઈક્લાઉડ યુઝ કરવામાં, એપ સ્ટોર યુઝ કરવામાં, એપલ પે યુઝ કરવામાં, એપલ સપોર્ટથી કનેક્ટ કરવામાં, એપલ મ્યુઝિકમાં, iphone એક્ટીવેશન અને એપલ સ્ટોર કનેક્ટ જેવી એપ્લિકેશન યુઝ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડ્યો. એપલની આ બધી જ સર્વિસ સૌથી વધારે પ્રભાવિત થઈ હતી. જોકે આ સમસ્યાઓ થોડા સમયમાં જ દૂર થવા લાગી અને સવાર સુધીમાં બધી જ સર્વિસ બરાબર કામ કરતી થઈ હતી.

મહત્વનું છે કે છેલ્લા એક સપ્તાહમાં ટેકનોલોજી સંબંધિત ઘણી બધી સમસ્યાઓ સામે આવી હતી. જેમાં સૌથી પહેલા માઈક્રોસોફ્ટ માં મોટી ટેકનિકલ ખામી સર્જાઈ હતી જેના કારણે દુનિયાભરમાં આઉટલુક ઈમેલ સેવા પ્રભાવિત થઈ હતી. ત્યાર પછી મંગળવારે મોડી રાત્રે એપલ અને ગૂગલની સર્વિસમાં સમસ્યાની ઘટના બની હતી. આ બીજું સપ્તાહ છે જ્યારે દુનિયાભરમાં ડિજિટલ પ્લેટફોર્મ પર નિર્ભર લોકોને ટેકનિકલ સમસ્યાનો સામનો કરવો પડ્યો હોય.

 

Add Zee News as a Preferred Source
TAGS:
World News