• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /વેપાર
  • /બેંકના નામે ફોનમાં આવેલો SMS સાચો છે કે ખોટો? જાણી લો મેસેજ પાછળ લખેલા કોડનો અર્થ

બેંકના નામે ફોનમાં આવેલો SMS સાચો છે કે ખોટો? જાણી લો મેસેજ પાછળ લખેલા કોડનો અર્થ

જો કોઈ બેંક, સરકારી વિભાગ કે કોઈ જરૂરી સેવાના નામે કોઈ મેસેજ કોઈ સામાન્ય 10 આંકડાવાળા મોબાઈલ નંબરથી આવે છે તો તેને તત્કાલ સાચો ન માનો. ખાસ કરી જો મેસેજમાં જ્યારે એકાઉન્ટ બંધ થવા, વીજળી કનેક્શન કાપવા કે KYC ખતમ હોવાની વાત લખેલી હોય.

Written ByGokani Dhaval
Published: Sep 24, 2026, 06:23 PM IST|Updated: Sep 24, 2026, 06:25 PM IST
joinshare
બેંકના નામે ફોનમાં આવેલો SMS સાચો છે કે ખોટો? જાણી લો મેસેજ પાછળ લખેલા કોડનો અર્થ

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

2

Gratuity Calculation: ₹50,000ના પગાર પર 5 વર્ષ પછી તમને કેટલી મળશે ગ્રેચ્યુઇટી? સમજો ગણિત

3

UAE માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત, મૃતકોમાં 4 ભારતીય, 1 ગુજરાતનો અને 3 કેરળના, એક જ પરિવારના

4

મોદી સરકારે મેળવી લીધી બે તૃતીયાંશ બહુમતી! સંસદમાં રજૂ થવાનું છે ડિલિમિટેશન બિલ, જાણો શું છે ફોર્મ્યુલા

5

ICC Schedule: ભારતમાં 9 ઓક્ટોબરથી રમાશે વર્લ્ડ કપ, ICCએ 2028થી 2035 સુધીની 12 મેગા ટૂર્નામેન્ટની તારીખો જાહેર કરી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

આજના સમયમાં મોબાઈલ પર બેંક, વીજળી વિભાગ કે સરકારી યોજનાઓના નામથી SMS આવવા સામાન્ય વાત છે. પરંતુ દરેક મેસેજ ભરોસા લાયક હોય, તે જરૂરી નથી. સાયબર ઠગ હંમેશા લોકોને ડરાવી કે લાલચ આપી નકલી મેસેજ મોકલે છે અને પછી લિંક પર ક્લિક કરાવી તેની અંગત કે બેન્કિંગ જાણકારી હાસિલ કરવાનો પ્રયાસ કરે છે.

તેવામાં તે જાણવું જરૂરી છે કે કોઈ SMS ખરેખર સત્તાવાર છે કે માત્ર છેતરપિંડીના છે. મેસેજના Sender ID અને કેટલાક ખાસ સંકેતો પર ધ્યાન આપી તમે ઘણી હદ સુધી શંકાસ્પદ SMSની ઓળખ કરી શકો છો.

10 આંકડાવાળા મોબાઈલ નંબરને સાચો ન માનો
જો બેંક, સરકારી વિભાગ કે કોઈ જરૂરી સેવાના નામથી કોઈ મેસેજ કોઈ સામાન્ય 10 આંકડાવાળા મોબાઈલ નંબરથી આવે છે, તો તેને તત્કાલ સાચો ન માનો. ખાસ કરી જો મેસેજમાં એકાઉન્ટ બંધ થવા, વીજળી કનેક્શન કાપવા, KYC ખતમ થવા કે કોઈપણ ચુકવણીની તત્કાલ જરૂરિયાત જેવી વાત કહેવામાં આવી છે, તો પહેલા તેની પુષ્ટિ કરો.

ધ્યાન રાખો કે માત્ર મોબાઈલ નંબર જોઈ કોઈ એસએમએસને દરેક સ્થિતિમાં 100 ટકા નકલી જાહેર ન કરી શકાય. તેથી મેસેજમાં આપવામાં આવેલી લિંક, Sender ID અને તેમાં માગવામાં આવેલી જાણકારીને ધ્યાનથી તપાસ કરવી જરૂરી છે.

P, S, T અને G કોડ શું જણાવે છે?
P — પ્રમોશનલ કે પ્રચાર સાથે જોડાયેલા મેસેજ.
S — સર્વિસ સાથે જોડાયેલી જાણકારી.
T — ટ્રાન્ઝેક્શન જેવી બેન્કિંગ લેતીદેતી અને OTP થી સંબંધિત સંદેશ.
G — સરકારી સેવાઓ કે યોજનાઓ સાથે જોડાયેલા સંદેશ.

પરંતુ માત્ર આ અક્ષરોને જોઈ કોઈ SMSને અસલી માની લેવો યોગ્ય નથી. ઠગો પણ લોકોને ભરોસો અપાવવા માટે સત્તાવાર નામ કે ઓળખની નકલ કરવાનો પ્રયાસ કરે છે. તેથી મેસેજનો સ્ત્રોત અને તેમાં આપવામાં આવેલી લિંકની પણ જરૂર તપાસ કરો.

ડરાવનાર મેસેજ મળે તો ઉતાવળ ન કરો
સાયબર ઠગ હંમેશા એવા મેસેજ મોકલે છે, જેનાથી વ્યક્તિ ડરી જાય અને લિંક પર ક્લિક કરે. ઉદાહરણ માટે SMS માં લખેલું હોય છે કે તમારૂ બેંક એકાઉન્ટ બંધ થવાનું છે, KYC અપડેટ નહીં કરો તો તમારી સેવા અટકી જશે કે વીજળીનું કનેક્શન કપાઈ જશે.

આવા મેસેજને જોઈ ગભરાવાની જગ્યાએ સંબંધિત બેંક કે વિભાગની સત્તાવાર વેબસાઈટ, એપ કે હેલ્પલાઇન પરથી ખુદ જાણકારીની પુષ્ટિ કરો. કોઈ અજાણી લિંક પર ક્લિક ન કરો અને OTP, PIN, પાસવર્ડ, CVV કે બેન્કિંગની જાણકારી કોઈની સાથે શેર ન કરો.

નકલી SMS ની ફરિયાદ કેવી રીતે કરવી?
જો તમને કોઈ શંકાસ્પદ કે નકલી મેસેજ મળે છે તો તેને નજરઅંદાજ કરવાની સાથે તેની ફરિયાદ પણ કરી શકાય છે. શંકાસ્પદ કમ્યુનિકેશનનો રિપોર્ટ TRAI ના ચક્ષુ (Chakshu) પ્લેટફોર્મ દ્વારા કરી શકાય છે. જો તમારી સાથે સાયબર ફ્રોડ થયો છે તો જેટલું જલ્દી બને 1930 પર કોલ કરો. તમે National Cyber Crime Reporting Portal દ્વારા પણ ફરિયાદ નોંધાવી શકો છો.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Business News