મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો સંભવ: ડીએ 60% થી વધીને 63% થશે તો કર્મચારીઓને કેટલો ફાયદો થશે?
મોંઘવારી ભથ્થું 60 ટકાથી વધીને 63 ટકા થયું તો 18000 રૂપિયાનો બેઝિક મેળવતા કર્મચારીઓને દર મહિને 540 રૂપિયાનો ફાયદો થઈ શકે છે. આમ તો 35400 બેઝિક હોય તેને 1062 રૂપિયાનો વધુ ફાયદો મળશે. જાણો પગાર અને એરિયરનો હિસાબ.
Published: Oct 19, 2026, 12:59 PM IST
| Updated: Oct 19, 2026, 01:04 PM IST
દિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં વધારાના સારા સમાચાર મળી શકે છે. હાલ કર્મચારીઓને બેઝિક પગારનું 60 ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. જો સરકાર તેને વધારી 63 ટકા કરે છે તો દર મહિને મળનાર પગારમાં વધારો થશે.
માની લો જે કર્મચારીઓનો બેઝિક પગાર 18000 રૂપિયા છે, તેને દર મહિને 540 રૂપિયાથી વધુ મળી શકે છે. પરંતુ હજુ સરકાર તરફથી આ વધારાની સત્તાવાર જાહેરાત થઈ નથી. આવો તેનું સમગ્ર ગણિત સમજીએ.
63% થયા તો કેટલો વધશે પગાર?
મોંઘવારી ભથ્થાની ગણતરી બેઝિક પગારના આધારે થાય છે. કેન્દ્ર સરકાર વર્ષમાં સામાન્ય રીતે બે વખત મોંઘવારી ભથ્થામાં ફેરફાર કરે છે. આ વર્ષે જાન્યુઆરી 2026મા વધારા બાદ વર્તમાન મોંઘવારી ભથ્થું 60 ટકા છે.
હવે જુલાઈ 2026થી લાગૂ થનાર આગામી વધારાની પ્રતીક્ષા કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેમાં 3 ટકાનો વધારો થઈ શકે છે. જો ત્રણ ટકાનો વધારો થશે તો મોંઘવારી ભથ્થું 60 ટકાથી વધી 63 ટકા થઈ જશે.
આ પણ વાંચોઃ રેલવે બાદ હવે આ કર્મચારીઓ માટે મોટી જાહેરાત, 60 દિવસનું મળશે બોનસ
દર મહિને કેટલા પૈસા વધશે?
જો કોઈ કર્મચારીનો બેઝિક પગાર 18000 રૂપિયા છે તો વર્તમાન 60 ટકા ડીએ પ્રમાણે તેને દર મહિને 10800 રૂપિયા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. જો મોંઘવારી ભથ્થું 63 ટકા થશે તો 11340 રૂપિયા થઈ જશે. એટલે કે દર મહિને 540 રૂપિયા વધુ મળશે. અહીં બીજા બેઝિક પગાર પ્રમાણે સમજીએ.
ડીએ (DA) વધારાની ગણતરીનું કોષ્ટક
| બેઝિક સેલરી (₹) | હાલનું 60% DA (₹) | 63% DA થવા પર (₹) | દર મહિને થનારો વધારો (₹) |
|---|---|---|---|
| 18,000 | 10,800 | 11,340 | 540 |
| 25,000 | 15,000 | 15,750 | 750 |
| 30,000 | 18,000 | 18,900 | 900 |
| 56,100 | 33,660 | 35,343 | 1,683 |
| 1,00,000 | 60,000 | 63,000 | 3,000 |
જુલાઈથી લાગૂ થયું તો મશે એરિયર?
કેન્દ્રીય કર્મચારીઓ મોંઘવારી ભથ્થાના એરિયરની પ્રતીક્ષામાં છે. સરકાર મોંઘવારી ભથ્થાને 1 જુલાઈ 2026થી લાગૂ કરે છે તો કર્મચારીઓને બાકી મહિનાનું એરિયર મળી શકે છે. જેમ કે 1800 રૂપિયા બેઝિક પગારવાળા કર્મચારીઓને 3 ટકાના વધારા પ્રમાણે 540 રૂપિયા વધારાના મળશે. આ પ્રમાણે ત્રણ મહિનાનું એરિયર 1620 રૂપિયા થશે.