વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીમાં ભારે પછડાટના પગલે ઘર આંગણે પણ વાયદા બજાર અને રિટેલ બજારમાં બંને કિંમતી ધાતુઓ ગગડી છે. વૈશ્વિક સ્તરે જોઈએ તો કોમેક્સ ગોલ્ડનો ભાવ આજે જો કે લીલા નિશાનમાં બંધ થયેલો જોવા મળ્યો પરંતુ આમ છતાં ભાવ 3894.90 ડોલર પ્રતિ ઔંસ પર બંધ થયો હતો. જ્યારે કોમેક્સ સિલ્વર 49.820 ડોલર પ્રતિ ઔંસના સ્તરે જોવા મળી. વૈશ્વિક સ્તરે મંદીના પગલે IBJA ના ખુલતા ભાવમાં પણ સોનું 1808 રૂપિયા ગગડ્યું અને ચાંદી પણ 3540 રૂપિયા તૂટી. જાણો લેટેસ્ટ રેટ.
IBJA પર આજે 24 કેરેટ સોનું (10 ગ્રામ) 1808 રૂપિયા તૂટીને 135884 રૂપિયા પર ખુલ્યું જે કાલે સાંજે 137692 રૂપિયા પર બંધ થયું હતું. જ્યારે એક કિલો ચાંદીના ભાવમાં 3540 રૂપિયાનો ઘટાડો નોંધાયો અને ભાવ 177500 રૂપિયા પર ખુલ્યો જે કાલે 181040 પર બંધ થયો હતો.
અત્રે જણાવવાનું કે આ ભાવમાં મેકિંગ ચાર્જ અને જીએસટી એડ કરેલા નથી. ભાવ દિવસમાં બેવાર જાહેર થાય છે. શનિવારે અને રવિવારે તથા જાહેર રજાઓના દિવસે નવા ભાવ જાહેર કરવામાં આવતા નથી.
#indicative #Retail Selling #Rates for #Jewellery To get these rates on your phone give a missed call on - 8955664433 For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459 Follow us on Twitter : https://t.co/hRezuawiQW Follow us on Instagram : https://t.co/3vg1tjL62h Follow us on Facebook : https://t.co/smodeFXecm Follow us on Linkedin : https://t.co/dKUD95mzZR Subscribe to IBJA YouTube Channel : https://t.co/ORoJbQDEUK Visit IBJA Website : https://t.co/HT1GRh5y8C Join Whatsapp Group : : https://t.co/heYoYinukJ Join IBJA Whatsapp Channel : https://t.co/G6oCST64qw . . . #GoldRates #GoldJewellery #IBJA #BullionMarket #JewelleryRates #GoldPriceUpdate #GoldMarket #PreciousMetals #GoldTrading #JewelleryBusiness #IndianBullion #BullionIndustry #JewelleryIndustry #GoldInvestment #GoldNews #FinanceNews #MarketUpdate #InvestmentTips #GoldLovers #GoldDealer #GoldRates #GoldJewellery #BullionMarket #JewelleryBusiness #GoldPriceUpdate #GoldInvestment
— IBJA (@IBJA1919) November 13, 2026
MCX પર જો કે સોનાના ભાવમાં કરેક્શન જોવા મળી રહ્યું છે. આજે બપોરે સાડા બાર વાગ્યાની આસપાસ 4 ડિસેમ્બરના વાયદાવાળું 10 ગ્રામ સોનું 0.41 ટકાના ઉછાળા સાથે 136783 રૂપિયાની સપાટીએ જોવા મળ્યું. જ્યારે એક કિલો ચાંદી 0.01 ટકાના ઘટાડા સાથે 178712 રૂપિયાની સપાટીએ જોવા મળી.
સોનાના ભાવમાં કડાકાનું મુખ્ય કારણ અમેરિકામાં મોંઘવારીની ધારણા કરતા વધુ આંકડા છે. ત્યારબાદ રોકાણકારોને લાગ્યું છે કે અમેરિકાની ફેડરલ રિઝર્વ મોંઘવારી પર કાબૂ મેળવવા માટે વ્યાજ દરોમાં વધારો કરી શકે છે. જેની અસર અમેરિકી બોન્ડ યીલ્ડ ઉપર પણ જોવા મળી. ગુરુવારે કેટલાક અમેરિકી ટ્રઝરી બોન્ડની યીલ્ડમાં 12 બેસિસ પોઈન્ટથી વધુનો વધારો જોવા મળ્યો.
બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ અમેરિકી ફેડરલ રિઝર્વના અધિકારીઓના નિવેદનોએ પણ વ્યાજ દરમાં વધારાની આશંકા મજબૂત કરી છે. શિકાગો ફેડના ચેરમેન ઓસ્ટન ગુલ્સબીએ કહ્યું કે અર્થવ્યવસ્થામાં ઝડપથી તેજી આવતા પહેલા મોંઘવારી પર કાબૂ મેળવવો જરૂરી છે. બજારમાં હવે આગામી મહિને ફેડરલ રિઝર્વની બેઠકમાં વ્યાજ દરો 0.25 ટકા વધે એવી સંભાવના વ્યક્ત કરાઈ છે. કેટલાક રોકાણકારો તો 0.50 ટકાનો વધારો પણ થઈ શકે એવી આશંકા સેવી રહ્યા છે. એવું કહેવાય છે કે ડિસેમ્બર બાદ પણ વ્યાજ દરોમાં વધારો ચાલુ રહી શકે છે. વ્યાજ દર વધે તો સોના પર દબાણ આવે છે. કારણ કે સોનું વ્યાજ આપતું નથી.
બીજી બાજુ અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધવાથી પણ ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી આવી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે અમેરિકાને ઈરાનની સાથે સમજૂતિની કોઈ જરૂર નથી અને સૈન્ય કાર્યવાહીનો વિકલ્પ પણ ખુલ્લો છે. આ નિવેદન બાદ બ્રેન્ટ ક્રૂડનો ભાવ લગભગ 96 ડોલર પ્રતિ બેરલ પહોંચી ગયો. ક્રૂડ ઓઈલના ભાવમાં તેજીથી દુનિયાભરમાં મોંઘવારી વધવાની આશંકા છે.