SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

જેન્ટલ (Gentle) ભારતમાં લોન્ચ: રોકાણકારોને પોતાના પોર્ટફોલિયો માટે બજારની હલચલ સમજાવશે

Gentle Launches in India: જેન્ટલે આજે ભારતમાં તેની મોબાઇલ એપના જાહેર લોન્ચની જાહેરાત કરી છે. આ ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ ભારતના નવી પેઢીના રોકાણકારોને પોતાના પૈસા ટ્રેક કરવા અને સમજવા માટે એક જ સ્થાન આપે છે. તે બજારમાં થતા ફેરફારોને દરેક યુઝર્સના રોકાણો સાથે જોડે છે અને સરળ ભાષામાં સમજાવે છે કે આ ફેરફારો તેમના પોર્ટફોલિયો માટે શું અર્થ ધરાવી શકે છે.

Written By Chudasama Krushnapalsinh
Published: Nov 26, 2026, 18:53 IST | Updated: Nov 26, 2026, 18:59 IST
Join

Gentle Launches in India: છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતમાં રિટેલ રોકાણકારોની સંખ્યા ઝડપથી વધી છે, પરંતુ તેમના વધતા પોર્ટફોલિયોને ટ્રેક કરવા અને સમજવા માટેનાં સાધનો એ ગતિ સાથે તાલ મિલાવી શક્યાં નથી. રોકાણકારો મોટેભાગે ઇક્વિટી, મ્યુચ્યુઅલ ફંડ અને પોર્ટફોલિયો ટ્રેકિંગ માટે અલગ-અલગ એપ્સ પર આધાર રાખે છે.

બીજી તરફ, નાણાકીય સમાચાર સામાન્ય પ્રકારના હોય છે અને તેમના રોકાણો સાથે સંકળાયેલા હોતા નથી. જેન્ટલ આ અંતર દૂર કરવા માટે બનાવવામાં આવ્યું છે. તે એકીકૃત પોર્ટફોલિયો વ્યૂ, ક્યુરેટેડ ન્યૂઝ ફીડ અને સરળ ભાષામાં સમજૂતીઓને એક સાથે લાવે છે. આ સમજૂતીઓ ફક્ત યુઝરના પોતાના રોકાણો સાથે સંબંધિત અપડેટ્સ જ રજૂ કરે છે.

SBIનું ક્રેડિટ કાર્ડ ઉપયોગ કરો છો તો થઈ જાઓ સાવધાન.... 1 ડિસેમ્બરથી બદલાઈ રહ્યો છે આ નિયમ, લાગશે ચાર્જ

એમ જેન્ટલના સ્થાપક વિશ્વેશ પટેલે જણાવ્યું કે મારા ઓળખીતા મોટાભાગના યુવા ભારતીયો આર્થિક રીતે સારી સ્થિતિમાં છે, છતાં એક સાદા પ્રશ્નનો જવાબ આપી શકતા નથી: શું તમારા પૈસા બરાબર છે? હાલમાં તેમના પૈસા પાંચ એપ્સ, એક એક્સેલ શીટ અને સીએની એક પીડીએફમાં વેરવિખેર પડ્યા છે. અમે જેન્ટલ એટલા માટે બનાવ્યું છે કે આ બધું એક જ જગ્યાએ લાવી શકાય અને સરળ ભાષામાં સમજાવી શકાય કે બજારની હલચલનો તમારા રોકાણ માટે શું અર્થ છે.

જેન્ટલ મેઈન ત્રણ ફીચર્સ સાથે થયું લોન્ચ 

  1. પોર્ટફોલિયો (Portfolio) યુઝરના સમગ્ર રોકાણનું ચિત્ર એક જ વ્યૂમાં રજૂ કરે છે. તેમાં સ્ટોક્સ, મ્યુચ્યુઅલ ફંડ, REITs, InvITs અને ETFsનો સમાવેશ થાય છે. સાથે જ AIFs અને અનલિસ્ટેડ શેર્સ જેવી ટ્રેક કરવી મુશ્કેલ એસેટ્સ પણ તેમાં આવરી લેવાય છે.
  2. ન્યૂઝ (News) પર્સનલાઇઝ્ડ ફીડ આપે છે. આ ફીડ યુઝર શું ધરાવે છે, શું ફોલો કરે છે અને એપનો કેવી રીતે ઉપયોગ કરે છે, તેના આધારે તૈયાર થાય છે. દરેક સમાચાર અર્થતંત્ર અને સેક્ટર પર તેની અસર સમજાવે છે, અને જ્યાં લાગુ પડે ત્યાં યુઝરના પોતાના રોકાણો પરની અસર પણ સમજાવે છે. તેની સાથે એક સામાન્ય માર્કેટ ફીડ બજારનું મોટું ચિત્ર રજૂ કરે છે.
  3. ડિસ્કવર (Discover) યુઝર્સને લિસ્ટેડ કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડ, IPO અને ઘણું બધું સર્ચ કરવાની સુવિધા આપે છે. દરેક સાથે સરળ ભાષામાં સમજૂતી હોય છે કે તે બિઝનેસ શું કરે છે અને તેના વિકાસને શું આગળ ધપાવે છે.

જેન્ટલ વિશે જાણો

જેન્ટલ યુવા ભારતીય રોકાણકારો માટે બનાવાયેલું ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ છે. તે યુઝરના તમામ રોકાણોને એક જ જગ્યાએ લાવે છે અને સમજાવે છે કે બજારની હલચલનો તેમના પૈસા માટે શું અર્થ છે. જેન્ટલ મની (Gentle Money) હવે iOS અને Android પર ઉપલબ્ધ છે.

Disclaimer: This article is from the Brand Desk. User discretion is advised

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.
Read More

ZEENEWS TRENDING STORIES