Daily vs Monthly SIP: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) એક શાનદાર રીત છે. તેમાં રોકાણકારો નક્કી સમય બાદ ચોક્કસ રકમનું રોકાણ કરે છે. સામાન્ય રીતે લોકો માસિક એસઆઈપી પસંદ કરે છે, પરંતુ ડેલી SIP એટલે કે દરરોજના રોકાણનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. સવાલ છે કે શું દરરોજ SIP થી વધુ રિટર્ન મળે છે? તેનો જવાબ હકીકતમાં માત્ર હપ્તાની સંખ્યા પર નિર્ભર કરતો નથી. બજારની ચાલ, રોકાણની રકમ અને નિયમિતતા પણ મહત્વની છે.
માસિક SIPમાં રોકાણકાર દર મહિનાની એક નક્કી તારીખ પર મ્યુચ્યુઅલ ફંડમાં ચોક્કસ રકમ જમા કરે છે. આ રીતે દર મહિને 5000 રૂપિયાનું રોકાણ કરવા પર વાર્ષિક રોકાણ 60,000 રૂપિયા થશે. ડેલી એસઆઈપીમાં આ રકમ મહિનાના કારોબારી દિવસમાં વિભાજીત થાય છે. વર્ષમાં આશરે 250 કારોબારી દિવસ માનીએ તો 60,000 રૂપિયાનું રોકાણ કરવા માટે દરરોજના લગભગ 240 રૂપિયા લાગશે.
બંને પદ્ધતિમાં રૂપી કોસ્ટ એવરેજિંગનો ફાયદો મળે છે. બજારમાં કિંમત ઘટવા પર વધુ યુનિટ મળે છે, જ્યારે કિંમત વધવા પર ઓછા યુનિટ મળે છે. અલગ-અલગ સ્તરો પર રોકાણથી ખરીદવામાં આવેલો એવરેજ ખર્ચ સંતુલિત થઈ શકે છે.
ડેલી SIP માં પૈસા મહિનાના અલગ-અલગ કારોબારી દિવસમાં બજારમાં લાગે છે. તેનાથી રોકાણ ઘણા સ્તરે થાય છે અને સંપૂર્ણ માસિક રકમ કોઈ એક દિવસે રોકાણ કરવાનું જોખમ મહદઅંશે ઓછું થઈ શકે છે. જો માસિક એસઆઈપી કપાયા બાદ તત્કાલ બજાર ઘટે છે, તો રોકાણકારોને આગામી હપ્તા સુધી ઓછી કિંમત પર યુનિટ ખરીદવાની તક મળતી નથી. જ્યારે ડેલી એસઆઈપી દરમિયાન પણ રોકાણ યથાવત રહે છે.
પરંતુ વધુ વખત રોકાણ કરવાનો મતલબ માત્ર વધુ રિટર્નની ગેરંટી નથી. કુલ રોકાણ અને સમયગાળો સમાન હોય, તો લાંબા સમયમાં માત્ર રોકાણની ફ્રીક્વેન્સીથી રિટર્નનું અંતર સીમિત રહી શકે છે. ફંડનું પ્રદર્શન, બજારનું વલણ અને રોકાણનો સમયગાળો અંતિમ રકમ પર વધુ અસર કરે છે.
નોકરિયાત વર્ગ માટે માસિક SIP સુવિધાજનક હોઈ શકે છે, કારણ કે પગાર દર મહિને આવે છે. પગાર તત્કાલ બાદ ઓટો-ડેબિટ નક્કી કરવાથી રોકાણ નિયમિત રહે છે. તો દરરોજ કે સાપ્તાહિક કમાણી કરનારને ડેલી એસઆઈપી નાના હપ્તાના બજેટને અનુકૂળ લાગી શકે છે. પરંતુ SIP પસંદ કરવા સમયે આવક, ખર્ચ અને રોકડની ઉપલબ્ધતા જોવી જોઈએ. ફંડની મહત્તમ રોકાણ મર્યાદા, બેન્કિંગ વ્યવસ્થા અને ઓટોમેટિક ટ્રાન્ઝેક્શનની સુવિધાની પણ તપાસ કરવી જોઈએ.