SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

મોંઘવારી ભથ્થામાં 2% વધારાની જાહેરાત, આ સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર

DA Hike : કેરળ સરકાર દ્વારા રાજ્યના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું (DA) અને પેન્શનરો માટે મોંઘવારી રાહત (DR) 35 ટકાથી વધારીને 37 ટકા કરવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ વધારો કોને લાગુ પડશે તેમજ ક્યારથી તેનો લાભ મળશે, તેના વિશે આ લેખમાં જાણીશું.

Written By Dilip Chaudhary
Published: Oct 20, 2026, 03:12 PM IST | Updated: Oct 20, 2026, 03:17 PM IST
Join

DA Hike : કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમના મોંઘવારી ભથ્થા (DA)માં વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આગામી દિવસોમાં સ્પષ્ટ થઈ જશે કે આ રાહ ક્યારે પૂરી થશે. દરમિયાન ઘણા રાજ્યોએ તેમના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનું શરૂ કરી દીધું છે.

રેલવે બાદ હવે આ કર્મચારીઓ માટે મોટી જાહેરાત, 60 દિવસનું મળશે બોનસ

આ ક્રમમાં કેરળ સરકારે તેના રાજ્ય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું (DA) અને પેન્શનરો માટે મોંઘવારી રાહત (DR) 35%થી વધારીને 37% કરી દીધી છે. નાણા વિભાગે આ અંગે આદેશ જાહેર કર્યો છે. આદેશ અનુસાર, વધેલું મોંઘવારી ભથ્થું ઓક્ટોબર મહિનાના પગાર સાથે આપવામાં આવશે, જેની ચૂકવણી નવેમ્બરમાં થશે. આદેશમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે આનો લાભ નવેમ્બર 2026ના પેન્શન સાથે આપવામાં આવશે.

કોને લાભ મળશે?

સરકારી આદેશ મુજબ, આ વધારો રાજ્ય સરકારના કર્મચારીઓ, શિક્ષકો, અનુદાનિત શાળાઓ, ખાનગી કોલેજો અને પોલિટેકનિક સંસ્થાઓના કર્મચારીઓ, પૂર્ણ-સમયના કરાર આધારિત/કામચલાઉ કર્મચારીઓ અને સ્થાનિક સંસ્થાઓના કર્મચારીઓને લાગુ પડશે.

તેમાં રાજ્ય સેવાના પેન્શનરો, કૌટુંબિક પેન્શનરો અને એક્સ-ગ્રેશિયા મેળવતા પેન્શનરોનો પણ સમાવેશ થાય છે. આ વધારો કેરળ સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડ (KSEB) અને કેરળ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (KSRTC) જેવી સંસ્થાઓને આપમેળે લાગુ થશે નહીં, કારણ કે આ સંસ્થાઓને DA અને DR અંગે તેમના પોતાના અલગ આદેશો જારી કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે.

કેન્દ્રીય કર્મચારીઓને ક્યારે મળશે વધારો?

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો થવાની અપેક્ષા છે, જેનાથી તે તેમના બેઝિક પગારના 60%થી વધીને 63% થઈ જશે. જોકે, સરકારે હજુ સુધી સત્તાવાર રીતે આ ફેરફારની જાહેરાત કરી નથી. આ વર્ષે 8 નવેમ્બરે દિવાળી હોવાથી, કર્મચારીઓ અને પેન્શનરો આશા રાખી રહ્યા છે કે તહેવારોના આ સમયગાળા દરમિયાન જાહેરાત થઈ શકે છે.

મોંઘવારી ભથ્થા (DA)માં વધારા બાદ કર્મચારીઓને મળનારી વધારાની રકમ તેમના મૂળ પગાર પર આધારિત હશે. ગણતરી મુજબ, ૩%નો વધારો એટલે ₹18,000નો બેઝિક પગાર ધરાવતા કર્મચારીને દર મહિને વધારાના ₹540 મળશે, જ્યારે ₹56,100નો બેઝિકપગાર ધરાવતા કર્મચારીને દર મહિને વધારાના ₹1,683 મળશે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES