• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /વેપાર
  • /કરોડો SBI યુઝર્સ માટે મોટું એલર્ટ: કાલે 45 મિનિટ સુધી ડાઉન રહેશે સર્વર, નહીં થાય UPI પેમેન્ટ

કરોડો SBI યુઝર્સ માટે મોટું એલર્ટ: કાલે 45 મિનિટ સુધી ડાઉન રહેશે સર્વર, નહીં થાય UPI પેમેન્ટ

જો તમારૂ ખાતુ એસબીઆઈ બેંકમાં છે તો આ સમાચાર તમારા માટે કામના છે. કારણ કે કાલ એટલે કે 19 નવેમ્બરે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની થોડા સમય માટે યુપીઆઈ સર્વિસ બંધ રહેવાની છે. જાણો કેમ...

Written ByGokani Dhaval
Published: Nov 18, 2026, 17:00 IST|Updated: Nov 18, 2026, 17:02 IST
joinshare
કરોડો SBI યુઝર્સ માટે મોટું એલર્ટ: કાલે 45 મિનિટ સુધી ડાઉન રહેશે સર્વર, નહીં થાય UPI પેમેન્ટ

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
ભાજપે ગુજરાતમાં 2027ની ચૂંટણી માટે તૈયારી કરી શરૂ! 182 બેઠકો પર સ્નેહમિલનથી PM મોદીએ આપ્યા અનેક સંદેશ, જાણો

ભાજપે ગુજરાતમાં 2027ની ચૂંટણી માટે તૈયારી કરી શરૂ! 182 બેઠકો પર સ્નેહમિલનથી PM મોદીએ આપ્યા અનેક સંદેશ, જાણો

2

Video: સ્ટેજ પર એક વિદેશી મહિલા ફેને દિલજીત દોસાંઝને ગળે લગાવીને કરી કિસ, સિંગરે કહ્યું: "હું સુંદર છું..."

3

એલિસ હુઆંગ અને તેના પતિના એક નજીકના સહયોગીએ Nvidia ચિપ્સ મોકલી હતી ચીન, રિપોર્ટમાં ખુલાસો

4

જામનગરમાં ACBનું સફળ છટકું, રૂપિયા 8 લાખની લાંચ લેતા ક્લાસ-2 અધિકારી રંગેહાથ ઝડપાયા

5

નવસારીમાં હાઈબ્રિડ ગાંજાના હાઈપ્રોફાઈલ નેટવર્કનો પર્દાફાશ, બેંગકોક સુધી ફેલાયેલા છે તાર!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનું સર્વર 19 નવેમ્બરે ડાઉન રહેવાનું છે. તેની જાણકારી ખુદ બેંક તરફથી આપવામાં આવી છે. બેંક તરફથી જણાવવામાં આવ્યું કે મેન્ટેનન્સને કારણે 19 નવેમ્બરે SBI દ્વારા થનાર યુપીઆઈ સર્વિસ આશરે 45 મિનિટ સુધી બંધ રહેવાની છે.

હકીકતમાં 19 નવેમ્બર 2026ના 1 કલાક 45 મિનિટથી બપોરે 2 કલાક સુધી એસબીઆઈ બેંકની UPI સર્વિસ ઠપ્પ રહેવાની છે. આવું એટલા માટે કારણ કે બેંકની સુવિધાઓનું મેન્ટેનન્સ કરવામાં આવશે. SBI દ્વારા સોશિયલ મીડિયા પર આ જાણકારી આપવામાં આવી છે.

સોશિયલ મીડિયા પર આપી માહિતી

બેંક તરફથી પોતાના સત્તાવાર X એકાઉન્ટ દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી છે, આ પોસ્ટમાં લખ્યું છે 'નક્કી મેન્ટેનન્સ કામગીરીને કારણે 19 નવેમ્બર 2026ના 1.15થી 2 કલાક સુધી એસબીઆઈની યુપીઆઈ સેવાઓ અસ્થાયી રૂપે ઉપલબ્ધ રહેશે નહીં. પરંતુ આ કામ સમય પહેલા પૂરુ થઈ શકે છે. ગ્રાહક કોઈ સમસ્યા વગર સેવા મેળવવા માટે યુપીઆઈ લાઈટ સેવાનો ઉપયોગ યથાવત રાખી શકે છે. ગ્રાહકોને થનારી અસુવિધા માટે અમને ખેદ છે.'

Due to scheduled maintenance activity, SBI UPI services will be temporarily unavailable from 01:15 hrs to 02:00 hrs (IST) on 19.11.2026. The activity may, however, be completed early. Customers may continue to use UPI Lite Services for uninterrupted service. We regret the inconvenience caused to our customers.

— State Bank of India (@TheOfficialSBI) November 18, 2026

UPI લાઇટની સેવાઓ યથાવત રહેશે

આ પોસ્ટ દ્વારા બેંકએ જણાવ્યું કે માત્ર યુપીઆઈ એપ્સ દ્વારા થનાર પેમેન્ટ કરવા પર પ્રતિબંધ રહેશે. પરંતુ ગ્રાહક યુપીઆઈ લાઈટનો ઉપયોગ કરી શકે છે. યુપીઆઈ લાઇટને સ્મોલ પેમેન્ટ મોડલના રૂપમાં ડિઝાઇન કરવામાં આવી છે. યુઝર તેના દ્વારા પોતાની કોઈપણ બેંક ખાતામાંથી પૈસા કાઢી સપોર્ટ કરનાર એપની વોલેટમાં નાખી શકે છે. વોલેટમાં પૈસા આવ્યા બાદ યુઝર ખરીદી માટે પોતાનો UPI PIN નાખ્યા વગર તે બેલેન્સમાંથી ચુકવણી કરી શકે છે.

આ પણ વાંચોઃ Gold Price Today: સોના-ચાંદીમાં ભારે અફરાતફરી, ભાવમાં જબરસ્ત મોટો ઘટાડો

મહત્વનું છે કે રિઝર્વ બેંકના ફ્રેમવર્ક પ્રમાણે યુપીઆઈ લાઈટ પેમેન્ટ માટે દરેક ટ્રાન્ઝેક્શનની મહત્તમ મર્યાદા હજાર રૂપિયા અને વોલેટમાં કોઈપણ સમયે મહત્તમ 5 હજાર રૂપિયા રાખી શકાય છે. RBI એ ડિસેમ્બર 2024મા આ લિમિટેને 500 રૂપિયા અને 2000 રૂપિયાથી વધારી દીધી હતી. જોકે એસબીઆઈ દ્વારા માત્ર 45 મિનિટ સુધી સેવામાં સમસ્યા આવી શકે છે. ત્યારબાદ તમે યુપીઆઈ પેમેન્ટ કરી શકશો.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Business News