• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /વેપાર
  • /Gold Price Today: સોના-ચાંદીમાં ભારે અફરાતફરી, ભાવમાં જબરસ્ત મોટો ઘટાડો, શું સોનું તૂટીને 1.20 લાખ સુધી જશે? જાણો આજનો રેટ

Gold Price Today: સોના-ચાંદીમાં ભારે અફરાતફરી, ભાવમાં જબરસ્ત મોટો ઘટાડો, શું સોનું તૂટીને 1.20 લાખ સુધી જશે? જાણો આજનો રેટ

Gold-Silver Rate Today: સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત કડાકો જોવા મળી રહ્યો છે. આજે સવારે વાયદા બજાર ખુલ્યું ત્યારે જ સોનું અને ચાંદી જોરદાર તૂટ્યા. વૈશ્વિક બજારમાં પણ ભારે મંદીનો માહોલ જોવા મળ્યો છે. જો તમે ખરીદવાનું વિચારતા હોવ તો ફટાફટ લેટેસ્ટ રેટ ચેક કરો.

Written ByViral Raval
Published: Nov 18, 2026, 12:38 IST|Updated: Nov 18, 2026, 12:58 IST
joinshare
Gold Price Today: સોના-ચાંદીમાં ભારે અફરાતફરી, ભાવમાં જબરસ્ત મોટો ઘટાડો, શું સોનું તૂટીને 1.20 લાખ સુધી જશે? જાણો આજનો રેટ
Image Credit: AI Generated Image

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
ભાજપે ગુજરાતમાં 2027ની ચૂંટણી માટે તૈયારી કરી શરૂ! 182 બેઠકો પર સ્નેહમિલનથી PM મોદીએ આપ્યા અનેક સંદેશ, જાણો

ભાજપે ગુજરાતમાં 2027ની ચૂંટણી માટે તૈયારી કરી શરૂ! 182 બેઠકો પર સ્નેહમિલનથી PM મોદીએ આપ્યા અનેક સંદેશ, જાણો

2

Video: સ્ટેજ પર એક વિદેશી મહિલા ફેને દિલજીત દોસાંઝને ગળે લગાવીને કરી કિસ, સિંગરે કહ્યું: "હું સુંદર છું..."

3

એલિસ હુઆંગ અને તેના પતિના એક નજીકના સહયોગીએ Nvidia ચિપ્સ મોકલી હતી ચીન, રિપોર્ટમાં ખુલાસો

4

જામનગરમાં ACBનું સફળ છટકું, રૂપિયા 8 લાખની લાંચ લેતા ક્લાસ-2 અધિકારી રંગેહાથ ઝડપાયા

5

નવસારીમાં હાઈબ્રિડ ગાંજાના હાઈપ્રોફાઈલ નેટવર્કનો પર્દાફાશ, બેંગકોક સુધી ફેલાયેલા છે તાર!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

આજે સવારે MCX પર 10 વાગ્યાની આસપાસ સોનાનો ભાવ 2.03 ટકા એટલે કે 2750 રૂપિયા ગગડીને 131500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો. જ્યારે ચાંદીનો ભાવ લગભગ 5700 રૂપિયા જેટલો તૂટીને 163889 પ્રતિ કિલો પર જોવા મળ્યો. આ ઉપરાંત રિટેલ બજારમાં પણ સોનું અને ચાંદી તૂટ્યા છે. વૈશ્વિક બજારમાં પણ સોનું તૂટીને 3785.70 પ્રતિ ઔંસ પર બંધ થયેલું જોવા મળ્યું. જ્યારે ચાંદી ગગડીને 45.92 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી. ભારતીય બજારોમાં સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો.

આજનો સોના અને ચાંદીનો ભાવ

IBJAની વેબસાઈટ મુજબ આજે 10 ગ્રામ 24 કેરેટ સોનું 2696 રૂપિયા તૂટીને 131505 રૂપિયા પર ખુલ્યું છે જે કાલે 134201 રૂપિયાના સ્તરે બંધ થયું હતું. જ્યારે એક કિલો ચાંદીના ભાવમાં 4665 રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે અને ભાવ 164506 રૂપિયા પર પહોંચી ગયો છે. જે કાલે સાંજે 169171 પર બંધ થયો હતો.

લગ્નસિઝન પહેલાં સોના-ચાંદીમાં મોટો ઘટાડો! એક અઠવાડિયમાં ભાવ 5% સુધી તૂટ્યા, શું અત્યારે ખરીદવું યોગ્ય?

અત્રે જણાવવાનું કે આ ભાવમાં મેકિંગ ચાર્જ અને જીએસટી સામેલ નથી. આ ભાવ દિવસમાં બેવાર જાહેર થાય છે. ખુલતા ભાવ અને બંધ ભાવ. શનિવારે અને રવિવારે તથા જાહેર રજાઓના દિવસે નવા ભાવ જાહેર કરવામાં આવતા નથી.

MCX પર લેટેસ્ટ રેટ

ભારતીય વાયદા બજાર MCX પર 4 ડિસેમ્બરના વાયદાવાળું 10 ગ્રામ સોનું 12.30 કલાકે 2.27 ટકા ઘટીને 131181 રૂપિયાની સપાટીએ જોવા મળ્યું. જ્યારે 4 ડિસેમ્બરના વાયદાવાળી એક કિલો ચાંદી 3.08 ટકા ઘટીને 164482 રૂપિયાની સપાટીએ પહોંચી છે. વાયદા બજારમાં ભાવમાં સતત ફેરફાર જોવા મળતો હોય છે.

વાયદા બજાર (MCX) માં ઓલટાઈમ હાઈથી કેટલું સસ્તું સોનું?

ઓલટાઈમ હાઈ ભાવ (જાન્યુઆરી 2026ના અંતમાં)

  • સોનું- 180779 રૂપિયા
  • ચાંદી- 420000 રૂપિયા

આજનો લેટેસ્ટ ભાવ

  • સોનું- 131181 રૂપિયા
  • ચાંદી- 164482 રૂપિયા

વાયદા બજારમાં સોનું ઓલટાઈમ હાઈથી 49598 રૂપિયા સસ્તું છે જ્યારે ચાંદી 255518 રૂપિયા સસ્તી છે.

સોનાના ભાવ તૂટવાનું શું કારણ

  • બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ સોનાના ભાવમાં આ કડાકા પાછળ અમેરિકામાં મોંઘવારીના સતત ઊંચા આંકડા હોવાનું કહેવાય છે જેને પગલે ફેડરલ રિઝર્વની કડક મોનેટરી પોલીસી આવે તેવી આશંકા પ્રબળ સેવાઈ રહી છે. 
  • બજારને એવી આશા છે કે ફેડરલ રિઝર્વ 2027 સુધી વ્યાજ દરોમાં વધારો કરવાનું ચાલુ રાખી શકે છે. 
  • જ્યારે અમેરિકી ડોલરમાં મજબૂતી આવવાથી પણ સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓની માંગ નબળી પડી રહી છે. કારણ કે વૈશ્વિક બજારમાં સોનું ચાંદી ડોલરમાં ટ્રેડ થાય છે. 
  • વ્યાજ દરોમાં વધારાની અસર સોના પર પડે છે કારણ કે રોકાણકારોને સોનામાંથી વ્યાજ મળતું નથી. આવામાં વ્યાજ દર વધવાથી  તેઓ અન્ય એસેટ્સ તરફ વળે છે.

15 ડિસેમ્બરથી બદલાઈ જશે કાર અને બાઇક ઇન્શ્યોરન્સના નિયમો, પોલિસી રિન્યુ કરાવતા પહેલા જાણી લો આ મહત્વપૂર્ણ બાબતો

1.20 લાખ સુધી જશે સોનું?

મીડિયા રિપોર્ટ મુજબ માર્કેટ એક્સપર્ટ અનુજ ગુપ્તાએ થોડા દિવસ પહેલા કહ્યું હતું કે ઘરેલુ બજારમાં સોનાનો  તત્કાળ સપોર્ટ 1.35 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જો વૈશ્વિક બજારમાં સોનું 3800 ડોલરની નીચે ટકશે તો MCX પર તેનો ભાવ 1.30 લાખથી 1.20 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી આવી શકે છે. હવે ગોલ્ડ આ લેવલ પાર થઈ ગયું છે  એટલે કે બહુ જલદી સોનું 1.20 લાખ રૂપિયા પ્રતિ 10  ગ્રામ પર આવે તેવી પણ સંભાવના જોવા મળી રહી છે.

એ જ રીતે ચાંદી માટે તેમણે 1.75 લાખ અને 1.68 લાખ રૂપિયા પ્રતિ  કિલોના લેવલને મહત્વનો સપોર્ટ ગણાવ્યો હતો. આ સાથે એમ પણ કહ્યું હતું કે વૈશ્વિક બજારમાં ચાંદી 48 ડોલરની નીચે ગગડે  તો MCX પર ભાવ 1.55 લાખથી 1.48 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી જઈ શકે છે અને મહત્વની વાત એ છે કે વૈશ્વિક બજારમાં આ સ્તર પણ પાર  થઈ ચૂક્યું છે.

(Disclaimer: વ્હાલા વાંચકો આ રોકાણ માટે સલાહ નથી. કોમોડિટી બજાર જોખમને આધીન છે. રોકાણ પહેલા તમારા નાણાકીય સલાહકારની ખાસ સલાહ લેવી. આ લેખ ઉપલબ્ધ માહિતી પર આધારિત છે. Z 24 કલાક કોઈ દાવો કે પુષ્ટિ કરતું નથી.)
 

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gold