SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

રેલવે બાદ હવે આ કર્મચારીઓ માટે મોટી જાહેરાત, 60 દિવસનું મળશે બોનસ

Post Office Diwali Bonus 2026 : રેલવે બાદ હવે પોસ્ટ વિભાગે નાણાકીય વર્ષ 2025-26 માટે તેના કર્મચારીઓને 60 દિવસના બોનસની જાહેરાત કરી છે. ત્યારે પોસ્ટ ઓફિસના કર્મચારીઓને ક્યારે બોનસ મળશે અને તેમના ખાતામાં કેટલી રકમ આવશે, તેના વિશે આ લેખમાં જાણીશું.

Written By Dilip Chaudhary
Published: Oct 18, 2026, 04:15 PM IST | Updated: Oct 18, 2026, 04:19 PM IST
Join

Post Office Diwali Bonus 2026 : તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે અને વિવિધ સરકારી વિભાગો તેમના કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરી રહ્યા છે. તાજેતરમાં ભારતીય રેલવેના 11 લાખથી વધુ કર્મચારીઓ માટે 78 દિવસના બોનસની જાહેરાત કરવામાં આવી હતી. હવે કેન્દ્ર સરકારે ટપાલ વિભાગના લાખો કર્મચારીઓ માટે દિવાળીની એક મોટી ભેટની જાહેરાત કરી છે. રેલવે કર્મચારીઓ માટેની જાહેરાત બાદ, હવે ટપાલ વિભાગના કર્મચારીઓ માટે પ્રોડક્ટિવિટી-લિંક્ડ બોનસ જાહેર કરવામાં આવ્યું છે.

ઓક્ટોબરમાં આગામી 15માંથી 10 દિવસ બંધ રહેશે બેંકો, ફટાફટ ચેક કરી લો RBIની રજાઓની યાદી

કોને કોને મળશે બોનસ?

નાણા મંત્રાલયની મંજૂરી મળ્યા બાદ ટપાલ વિભાગે આ અંગે સત્તાવાર આદેશ જારી કર્યો છે. આ નિર્ણય હેઠળ પાત્ર કર્મચારીઓને આશરે ₹14,000 સુધીનું બોનસ મળશે, જે દિવાળી પહેલાં તેમના ખાતામાં જમા કરી દેવામાં આવશે. ટપાલ વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, આ બોનસ વિવિધ કેટેગરીમાં આપવામાં આવશે, જેમાં MTS (મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ), ગ્રુપ C અને ગ્રુપ B ના નિયમિત કર્મચારીઓનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, નિયમિત ગ્રામીણ ડાક સેવક (GDS) પણ આ યોજનામાં સામેલ છે. કામચલાઉ કર્મચારીઓ અને પૂર્ણ-સમયના કેઝ્યુઅલ કામદારો પણ ચોક્કસ શરતોને આધીન એડ-હોક બોનસ મેળવવા માટે પાત્ર રહેશે. ટપાલ વિભાગના નિયમિત કર્મચારીઓ માટે, બોનસની ગણતરી 60 દિવસના પગારના આધારે કરવામાં આવશે. આ માટે વિભાગે માસિક પગારની મહત્તમ મર્યાદા ₹7,000 નક્કી કરી છે.

ગ્રામીણ ડાક સેવકો માટે બોનસ

ગ્રામીણ વિસ્તારોમાં ટપાલ સેવાઓ પૂરી પાડતા ગ્રામીણ ડાક સેવકોને પણ એક્સ-ગ્રેશિયા બોનસ આપવામાં આવશે. તેમનું બોનસ તેમના ટાઈમ-રિલેટેડ કન્ટિન્યુઈટી એલાઉન્સ અને મોંઘવારી ભથ્થાના આધારે ગણવામાં આવશે. GDS માટે પણ માસિક ₹7,000ની મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી છે. જે કર્મચારીઓએ આખું વર્ષ કામ કર્યું નથી, તેમને તેમની સેવાના સમયગાળાના પ્રમાણમાં બોનસ આપવામાં આવશે.

ખાતામાં રકમ ક્યારે જમા થશે?

બોનસની જાહેરાત બાદ મુખ્ય પ્રશ્ન એ છે કે આ રકમ કર્મચારીઓના ખાતામાં ક્યારે પહોંચશે? નાણામંત્રીની મંજૂરી મળ્યા બાદ, વિભાગે ચૂકવણીની પ્રક્રિયા ઝડપી બનાવી છે. સરકારનો ઈરાદો દિવાળી પહેલાં આ રકમ કર્મચારીઓના બેંક ખાતામાં જમા કરાવવાનો છે, જેથી તહેવારોના આ સમયમાં તેમની ખુશીઓ બમણી થઈ શકે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES