SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

8th Pay Commission: શું 1 જાન્યુઆરી, 2026થી વધશે પગાર? એરિયર્સ ક્યારે મળશે અને શું હશે ફોર્મ્યુલા? જાણો વિગતો

8મા પગાર પંચમાં કેટલો પગાર વધારો થશે અને તે ક્યારથી લાગૂ માનવામાં આવશે? લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મનમાં સતત આ સવાલ જોવા મળી રહ્યો છે. આવો આ સવાલનો જવાબ જાણવાનો પ્રયાસ કરીએ.

Written By Gokani Dhaval
Published: Oct 02, 2026, 03:25 PM IST | Updated: Oct 02, 2026, 03:26 PM IST
Join

8th Pay Commission ને લઈને આશરે 50 લાખ સરકારી કર્મચારીઓ અને 68 લાખથી વધુ પેન્શનરોની નજર તે વાત પર છે કે નવો પગાર ક્યારથી લાગૂ થશે અને જો પંચની ભલામણો વિલંબથી લાગૂ થાય છે તો શું કર્મચારીઓને 1 જાન્યુઆરી, 2026થી એરિયર મળશે. હાલમાં સરકારે પે રિવીઝનની તારીખ નક્કી કરી નથી. પરંતુ આઠમાં પગાર પંચના ટર્મ ઓફ રેફરન્સમાં સરકારે કહ્યું હતું કે છેલ્લા 10 વર્ષના ટ્રેન્ડને જોતા ફલામણોની અસર સામાન્ય રીતે 1 જાન્યુઆરી, 2026થી અપેક્ષિત છે.

8th CPC ની રચના 3 નવેમ્બર, 2025મા થઈ હતી અને તેણે પોતાનો રિપોર્ટ આપવા માટે 18 મહિનાનો સમય આપ્યો હતો. એટલે કે સામાન્ય સમયમર્યાદા પ્રમાણે કમિશને મે 2027 સુધી પોતાનો રિપોર્ટ આપવાનો છે. પગાર પંચના સભ્યો વર્તમાનમાં અલગ-અલગ રાજ્યોમાં કર્મચારી અને પેન્શનર સંગઠનો સાથે વાતચીત કરી રહ્યાં છે. સત્તાવાર વેબસાઈટ પર ઓક્ટોબર 2026મા બેંગલુરૂ અને મુંબઈમાં પ્રસ્તાવિત બેઠકોની જાણકારી પણ આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ Gold Price: સોનામાં કડાકો યથાવત રહ્યો! ઓલટાઈમ હાઈથી સોનું 28000 અને ચાંદી 1.65 લાખ રૂપિયા 

1 જાન્યુઆરી 2026થી મળશે એરિયર?
સૌથી મોટો સવાલ છે. સરકારે સત્તાવાર નિવેદનમાં 1 જાન્યુઆરી 2026ના આઠમું પગાર પંચ લાગૂ થવાની સામાન્ય અપેક્ષિત તારીખ ગણાવી છે, પરંતુ તેને આ દિવસથી લાગૂ કરવામાં આવશે કે નહીં તે નક્કી નથી. અસલી નિર્ણય પંચની ભલામણો બાદ સરકારની મંજૂરી અને લાગૂ કરવાના નોટિફિકેશન બાદ સ્પષ્ટ થશે. પરંતુ સરકારે રિવાઇઝ્ડ પેને 1 જાન્યુઆરી 2026થી બેક ડેટમાં પણ લાગૂ કરી શકે છે અને બાદમાં તેના એરિયરની ચુકવણી કરી શકાય છે.

7th Pay Commission માં કઈ રીતે મળ્યું હતું એરિયડ?
8th CPC ના સંભવિત એરિયરને સમજવા માટે સાતમાં પગાર પંચની પદ્ધતિ એક લોજિકલ રેફરન્સ પોઈન્ટ છે. ખર્ચ વિભાગના સેન્ટ્રલ સિવિલ સર્વિસ (Revised Pay) રૂલ્સ, 2016મા કહેવામાં આવ્યું હતું કે એરિયર તે પીરિયડનો રિવાઇઝ્ડ પે અને ડીએ તથા તે સમયમાં જૂના પગાર અને DA વચ્ચેના અંતર પર આધારિત હશે. સાતમાં પગાર પંચના પે ફિક્સેશન 2.57ના ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરંતુ અહીં એક જરૂરી વાત છે કે સાતમાં પગાર પંચનું 2.57 ફિટમેન્ટ ફેક્ટર આઠમાં પગાર પંચ પર લાગૂ થશે નહીં. આઠમાં પગાર પંચ માટે નવું પે મેટ્રિક્સ અને ફિટમેન્ટ ફેક્ટર અને એલાઉન્સ હજુ કમિશનની ભલામણથી નક્કી થશે.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES