SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

8th Pay Commission: 6% ઇન્ક્રીમેન્ટ, 50% DA મર્જર અને 5 પ્રમોશન... 8મા પગાર પંચ સામે કર્મચારીઓની મોટી માંગણીઓ, શું સરકાર માનશે?

8th Pay Commission Big Demand's: આઠમાં પગાર પંચના કર્મચારીઓની માંગો સાથે જોડાયેલો રિપોર્ટ મે 2027 સુધી સરકારને સોંપવાનો છે અને જેમ-જેમ આ ડેડલાઈન નજીક આવી રહી છે, કર્મચારી સંગઠનો તરફથી ડિમાન્ડ લિસ્ટ વધી રહ્યું છે.

Written By Gokani Dhaval
Published: Nov 26, 2026, 14:59 IST | Updated: Nov 26, 2026, 15:02 IST
Join

આઠમાં પગાર પંચની રચનાને એક વર્ષનો સમય થઈ ગયો છે અને તેને પોતાનો રિપોર્ટ સોંપવા માટે આપવામાં આવેલા 18 મહિનાના સમયમાં આશરે 6 મહિના બાકી છે. આ વચ્ચે કર્મચારી સંગઠનોની સાથે 8th CPC ની બેઠકોનો સિલસિલો યથાવત છે અને તેની સામે મોટી-મોટી માંગ આવી રહી છે. તેમાં ભારતીય પ્રતિરક્ષા મજૂર સંઘ (BPMS) તરફથી બે-ચાર નહીં, પરંતુ 73 પ્રસ્તાવ આપવામાં આવ્યા છે. તેમાં છ ટકા વાર્ષિક ઈન્ક્રીમેન્ટથી લઈને વીમા કવર અને 5 પ્રમોશન આપવા સુધીની માંગ છે. પરંતુ તેમાંથી શું-શું માનવું છે તે સરકારે નક્કી કરવાનું છે.

BPMS માંગણીઓનું લાંબુ લિસ્ટ

રિપોર્ટ્સ પ્રમાણે બીપીએમએસ દ્વારા આઠમાં પગાર પંચની સામે રાખવામાં આવેલી માંગનું લિસ્ટ લાંબુ છે. તેમાં સામેલ મુખ્ય માંગ પર નજર કરીએ તો સંગઠને કર્મચારીઓને મળનાર 3 ટકા વાર્ષિક ઇન્ક્રીમેન્ટને ડબલ કરી 6 ટકા કરવાની માંગ કરી છે.

આ સિવાય આગામી ડિમાન્ડ મોંઘવારી ભથ્થા કે ડીએને લઈને છે અને પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે મોંઘવારી ભથ્થાનો 50 ટકા હિસ્સો બેઝિક પગાર અને પેન્શનમાં મર્જ કરવામાં આવે. ત્રીજી માંગ પેન્શનને લઈને છે. કર્મચારીઓએ એનપીએસ અને યુપીએસની જગ્યાએ ઓલ્ડ પેન્શન સ્કીમને બહાલ કરવાની માંગ કરી છે.

આ પણ વાંચોઃ બેંકથી લઈને પેન્શન અને EMI સુધી અસર, 1 ડિસેમ્બરથી બદલાશે ઘણા નિયમ

15 લાખ વીમા કવર અને 5 પ્રમોશન

માત્ર એટલું જ નહીં કર્મચારીઓની માંગના લિસ્ટમાં પગાર, પ્રમોશન, ફિટમેન્ટ ફેક્ટરથી લઈને રજાઓ અને વીમા કવર સુધીની માંગો સામેલ છે. સંગઠને પ્રસ્તાવમાં કહ્યું કે કર્મચારીઓને ત્રણ દાયકાની નોકરી દરમિયાન પાંચ પ્રમોશન આપવા જોઈએ. તો સેન્ટ્રલ એમ્પ્લોઇઝ ગ્રુપ વીમા સ્કીમ હેઠળ અત્યાર સુધી વીમા કવર આપવામાં આવે છે, તેને 15 લાખ સુધી કરવામાં આવે. કેન્દ્રીય કર્મચારીઓ માટે પેટર્નિટી લીવ 45 દિવસ અને ચાઇલ્ડ કેયર લીવ 12 દિવસ મળવાની માંગ રાખવામાં આવી છે.

મે 2027મા રિપોર્ટ સોંપશે પગાર પંચ

જેમ જેમ આઠમાં પગાર પંચ દ્વારા પોતાનો રિપોર્ટ સોંપવાનો સમય નજીક આવી રહ્યો છે, તેમ તેમ કર્મચારી સંગઠનોની માંગમાં વધારો થઈ રહ્યો છે. આઠમાં પગાર પંચ માટે 18 મહિનાની ડેડલાઈન આગામી વર્ષે મે 2027મા પૂરી થઈ રહી છે. તમામ બેઠકો દરમિયાન મળેલા સૂચનો અને માંગોના પ્રસ્તાવને તૈયાર કરી ભલામણો સરકારને સોંપવામાં આવશે. જોકે અંતિમ નિર્ણય સરકારે લેવાનો છે.

RBI MPC: ડિસેમ્બરમાં લોન મોંઘી થવાની પૂરી શક્યતા! RBI આપ્યો સંકેત, EMI પર વધી શકે છે બોજ

ફિટમેન્ટની ડિમાન્ડ પૂરી, તો પગારમાં બમ્પર વધારો

ન માત્ર બીપીએમએ, પરંતુ મોટા ભાગના કર્મચારી સંગઠનો તરફથી આઠમાં પગાર પંચ પાસે ફિટમેન્ટ ફેક્ટર વધારવાની માંગ કરવામાં આવી છે, જે પગાર વધારામાં સૌથી મોટી ભૂમિકા ભજવે છે. સાતમાં પગાર પંચમાં તે 2.57 લાગૂ કરવામાં આવ્યું હતું અને તેના કારણે વર્તમાનમાં મિનિમમ બેઝિક પગાર 18000 રૂપિયા છે. તો હવે તેને 2.75થી લઈને 3.83 કરવાની માંગ થઈ રહી છે. જો આ માંગ સરકાર માને છે તો કર્મચારીઓની બલ્લે-બલ્લે થઈ જશે.

ગણતરી કરો તો માંગો પ્રમાણે સરકાર 2.75 ગણા ફિટમેન્ટ ફેક્ટર પર રાજી થાય છે તો કર્મચારીઓનો મિનિમમ બેઝિક-પે 18000 રૂપિયાથી સીધો 49500 રૂપિયા થઈ જશે. તો તેને 3.83 કરવામાં આવે તો મિનિમમ બેઝિક પગાર એક ઝટકામાં આશરે 51000 રૂપિયા વધી 68940 રૂપિયા થઈ જશે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES