WhatsApp પર મેસેજ મોકલવા માટે આપવો પડશે ચાર્જ, 1 ઓક્ટોબરથી લાગૂ થશે નવો નિયમ, જાણો વિગત
WhatsApp Message : મેટાએ વોટ્સએપ મેસેજિંગ માટે ચાર્જ લગાવવાનો નિર્ણય કર્યો છે. મેસેજ મોકલવા માટે 1 ઓક્ટોબરથી ફી લાગશે. કોણ ભરશે આ ફી અને કોના માટે સર્વિસ ફ્રી રહેવાની છે, આવો જાણીએ.
WhatsApp Message Charge: તાજેતરમાં UPI પર MDR ચાર્જ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 2000 રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન પર ફી લગાવવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણય પર હંગામો થઈ રહ્યો છે. મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. હવે વોટ્સએપ (WhatsApp) પર મેસેજ મોકલવાની પણ ફી લાગવાની છે. 1 ઓક્ટોબરથી વોટ્સએપ ફ્રી રહેશે નહીં, મેસેજ મોકલવા માટે પૈસા આપવા પડશે.
વોટ્સએપ પર મેસેજ મોકલવાની ફી લાગશે
વોટ્સએપની પેરેન્ટ કંપની મેટાના નવા પ્રોસેસિંગ ડોક્યુમેન્ટ પ્રમાણે મેસેજ મોકલવા પર હવે પૈસા લાગશે.જોકે આ નિર્ણયની અસર સામાન્ય યુઝર્સ પર થશે નહીં. આ નિયમ કોમર્શિયલ પ્લેટફોર્મ WhatsApp Business API પર પડશે. મેટાએ 1 ઓક્ટોબર 2026થી સર્વિસ અને યુટિલિટી મેસેજિંગ ચાર્જમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જોકે સામાન્ય યુઝર્સને આ સેવા ફ્રીમાં મળતી રહેશે. હવે સવાલ છે કે આ ચાર્જ કોણે આપવો પડશે અને કેટલો?
સવાલઃ વોટ્સએપ પર મેસેજ મોકલવા માટે કેટલો ચાર્જ આપવો પડશે?
જવાબઃ મેટાએ આ ફેરફાર WhatsApp Business API ઉપયોગ કરનારી કંપનીઓ, બિઝનેસ માટે કર્યો છે. 1 ઓક્ટોબરથી આ પ્લેટફોર્મની મેસેજિંગ ફીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જ્યાં પહેલા ગ્રાહકને મેસેજ મોકલ્યા બાદ 24 કલાક સુધી બિઝનેસ કે કંપની તરફથી મોકલાતી વિન્ડો ફ્રી હતી, હવે તેના પર ચાર્જ લાગશે.
સવાલઃ 1 ઓક્ટોબરથી મેસેજ માટે કેટલી ફી આપવી પડશે?
જવાબઃ મેટાના નવા નિયમ બાદ યુટિલિટી, ઓર્ડર, કન્ફર્મેશન, ડિલીવરી જેવા અપડેટના મેસેજ પર ચાર્જ લાગશે, જે પહેલા ફ્રી હતા. મહિનામાં 1000 સર્વિસ રિપ્લાય ફ્રી રાખવામાં આવ્યા છે, ત્યારબાદ ફી ભરવી પડશે.
| મેસેજ | ફી (પ્રતિ મેસેજ) |
| માર્કેટિંગ (ઓફર, પ્રમોશન વગેરે) | 0.8631 રૂપિયા પ્રતિ મેસેજ |
| યુટિલિટી (ઓર્ડર, પેમેન્ટ, ડિલીવરી અપડેટ) | 0.136 રૂપિયા પ્રતિ મેસેજ |
| OTP | 0.115 રૂપિયા પ્રતિ મેસેજ |
| સર્વિસ (ગ્રાહકોના મેસેજ પર જવાબ) | 0.115 રૂપિયા પ્રતિ મેસેજ |
તેને એક ઉદાહરણથી સમજીએ. માની લો કોઈ કંપનીએ પોતાના ગ્રાહકના વોટ્સએપ નંબર પર કોઈ જાહેરાત મોકલી. ગ્રાહકે તેના પર ઇન્ક્વાયરી માટે સવાલ પૂછ્યો. કંપનીએ 24 કલાકની અંદર તેનો જવાબ આપ્યો. 30 સપ્ટેમ્બર સુધી આ જવાબ ફ્રી હતી, પરંતુ હવે કંપનીએ 1000 મેસેજ બાદ તેના પર ફી આપવી પડશે. દરેક મેસેજ માટે 0.15 રૂપિયાનો ચાર્જ આપવો પડશે. જો કંપની 1000 ગ્રાહકને એક દિવસમાં વોટ્સએપ પર માત્ર ઓર્ડરનું અપડેટ મોકલે છે તો તેણે 0.115 રૂપિયા + GST ભરવો પડશે.
સામાન્ય યુઝર્સ પર તેની શું અસર થશે?
સામાન્ય યુઝર્સ પર આ નવો નિયમ લાગૂ થશે નહીં. તમારા માટે વોટ્સએપ ફ્રી છે. એટલે કે તમે કોઈ સંદેશો કંપનીને ચેટબોક્સ દ્વારા મોકલો છો તો તમારે કોઈ ચાર્જ આપવાનો નથી. સામાન્ય વોટ્સએપ અને નાના કારોબારો માટે ફ્રી રહેશે.
આ પણ વાંચોઃ ક્રેડિટ કાર્ડ ખોવાયા પછી જો કોઈ ખરીદી કરી લે, તો તમારે પૈસા ચૂકવવા પડશે કે બેંક? જાણો જવાબ
1 ઓક્ટોબર બાદ ક્યા-ક્યા વોટ્સએપ મેસેજ ફ્રી રહેશે?
બિઝનેસ પ્લેટફોર્મ માટે દર મહિને 1000 ફ્રી સર્વિસ મેસેજ રહેશે.
સામાન્ય લોકો માટે વોટ્સએપ મેસેજ ફ્રી રહેશે.
ગ્રાહકો માટે આ સર્વિસ ફ્રી રહેશે.
જો તમે ફેસબુક કે ઈન્સ્ટાગ્રામ પર એડને ક્લિક કરી વોટ્સએપ દ્વારા કંપનીને મેસેજ મોકલો છો તો કંપની 72 કલાક સુધી ફ્રીમાં જવાબ મોકલી શકશે.
યુઝર્સ વોટ્સએપ અને બિઝનેસ પ્લેટફોર્મ વોટ્સએપમાં શું અંતર છે?
યુઝર્સ વોટ્સએપ જે હું અને તમે ઉપયોગ કરીએ છીએ. તો બિઝનેસ અને કંપનીઓ પણ વોટ્સએપ દ્વારા પોતાના કારોબારનો વિસ્તાર કરે છે. તેના માટે વોટ્સએપ બિઝનેસ પ્લેટફોર્મ હોય છે. કંપનીઓ માટે એક ખાસ સોફ્ટવેર સિસ્ટમ છે, જ્યાં તેને એક સાથે લાખો કસ્ટમરને સાથે મળવામાં મદદ મળે છે.