SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

WhatsApp નું જબરદસ્ત ફીચર: ફોન બંધ હોય તો પણ મેસેજ થશે સેન્ડ; 14 દિવસ અગાઉ કરી શકાશે શેડ્યૂલ, જાણો રીત

હવે WhatsApp પર મેસેજ મોકલવા માટે રાત્રે 12 વાગ્યા સુધી જાગવાની જરૂર રહેશે નહીં. નવું Scheduled Messages ફીચર ફોન બંધ હોવા છતાં નક્કી સમય પર મેસેજ ડિલીવર કરશે. જાણો કઈ રીતે તેનો ઉપયોગ કરશો.

Written By Gokani Dhaval
Published: Nov 26, 2026, 11:44 IST | Updated: Nov 26, 2026, 11:46 IST
Join

હવે કોઈને જન્મદિવસની શુભેચ્છા કે લગ્નની વર્ષગાંઠ પર શુભેચ્છા આપવા માટે રાત્રે 12 વાગ્યા સુધી જાગવાની જરૂર પડશે નહીં. વોટ્સએપે પોતાના યુઝર્સ માટે એક નવું Scheduled Messages ફીચર રજૂ કર્યું છે. તેની મદદથી તમે પહેલાથી મેસેજ લખી તેની તારીખ અને સમય નક્કી કરી શકશો. ખાસ વાત છે કે નક્કી સમય પર મેસેજ ઓટોમેટિક જતો રહેશે. તે સમયે તમારો સ્માર્ટફોન ચાલૂ હોવો કે ઈન્ટરનેટથી કનેક્ટ હોવો પણ જરૂરી રહેશે નહીં.

WhatsApp પર ટેક્સ્ટની સાથે ફોટો-વીડિયો પણ કરી શકશો શેડ્યુલ

Meta ની મેસેજિંગ એપ WhatsApp એ Scheduled Messages ફીચરનું ગ્લોબલ રોલઆઉટ શરૂ કરી દીધું છે. આ ફીચરની મદદથી યુઝર્સ ન માત્ર ટેક્સ્ટ મેસેજ જ નહીં, પરંતુ ફોટો અને વીડિયો પણ પહેલાથી શેડ્યુલ કરી શકશે. આ સુવિધા પર્સનલ ચેટની સાથે-સાથે ગ્રુપ ચેટમાં પણ કામ કરશે. તમે કોઈ ખાસ દિવસ માટે પહેલાથી મેસેજ તૈયાર કરી શકો છો અને નક્કી સમય પર વોટ્સએપ તમારો મેસેજ મોકલી દેશે.

10 મિનિટથી લઈને 14 દિવસ પહેલા શેડ્યુલ કરી શકશો મેસેજ

WhatsApp ના નવા ફીચર હેઠળ યુઝર્સ 10 મિનિટથી લઈને 14 દિવસ પહેલા મેસેજ શેડ્યુલ કરી શકશો. કંપનીએ તેનું ગ્લોબલ રોલઆઉટ શરૂ કરી દીધું છે. તેવામાં આવનાર દિવસોમાં આ સુવિધા એન્ડ્રોયડ અને આઈફોન બંને યુઝર્સ માટે ઉપલબ્ધ થશે. તેના દ્વારા જન્મદિવસ, એનિવર્સરી કે કોઈ જરૂરી કામના મેસેજ પહેલાથી તૈયાર કરી શકાશે.

WhatsApp પર આ રીતે શેડ્યુલ કરો મેસેજ

WhatsApp પર મેસેજ શેડ્યુલ કરવાની પદ્ધતિ સરળ રાખવામાં આવી છે. તે માટે તમારે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે.

ત્યારબાદ નક્કી સમય આવતા વોટ્સએપ મેસેજને ઓટોમેટિક મોકલી આપશે. મેસેજ મેળવનાર વ્યક્તિને આ એક સામાન્ય વોટ્સએપ મેસેજની જેમ દેખાશે.

આ પણ વાંચોઃ LPG ગ્રાહકો માટે મોટા સમાચાર, 1 ડિસેમ્બરથી બદલાઈ જશે ગેસ સિલિન્ડરના આ નિયમો!

મોકલતા પહેલા શેડ્યુલ મેસેજ ડિલીટ કરવાનો પણ મળશે વિકલ્પ

WhatsApp યુઝર્સને માત્ર મેસેજ શેડ્યુલ કરવાની સુવિધા નહીં આપે, પરંતુ તેને ડિલીટ કરવાનો વિકલ્પ પણ મળશે. તે માટે એપમાં એક અલગ વ્યુ વિકલ્પ દેખાશે. અહીં યુઝર્સ પોતાના શેડ્યુલ કરવામાં આવેલા બધા મેસેજ જોઈ શકશે. જો કોઈ મેસેજને મોકલતા પહેલા હટાવવા ઈચ્છો છો તો તેને ડિલીટ કરી શકો છો. પરંતુ શેડ્યુલ કરવામાં આવેલા મેસેજને એડિટ કરવાની સુવિધા મળશે કે નહીં તે વિશે હજુ જાણકારી સામે આવી નથી.

ફોન સ્વિચ ઓફ કરવા પર પણ ડિલીવર થશે મેસેજ

આ ફીચરની સૌથી ખાસ વાત છે કે મેસેજ મોકલવા માટે નક્કી સમય પર તમારો સ્માર્ટફોન ચાલૂ હોવો જરૂરી હશે નહીં. માની લો તમે રાત્રે 12 કલાકે કોઈને જન્મદિવસની શુભેચ્છા આપવા માટે મેસેજ શેડ્યુલ કર્યો છે અને તે સમયે તમારો ફોન સ્વિચ ઓફ છે કે તમે એવી જગ્યાએ છો, જ્યાં નેટવર્ક નથી મળતું. તેમ છતાં મેસેજ નક્કી સમયે ડિલીવર થઈ જશે. એટલે કે તમારે મેસેજ મોકલવા માટે ફોન ચાલૂ રાખવાની જરૂર નથી.

શેડ્યુલ મેસેજમાં પણ મળશે એન્ડ-ટૂ-એન્ડએન્ક્રિપ્શન

WhatsApp એ આ નવા ફીચરમાં પણ યુઝર્સની પ્રાઇવેસી અને સિક્યોરિટીનું પણ ધ્યાન રાખ્યું છે. કંપની પ્રમાણે શેડ્યૂલ કરવામાં આવેલા મેસેજમાં પણ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનની સુવિધા મળશે. તેનો મતલબ છે કે મેસેજની સુરક્ષા પહેલાની જેમ યથાવત રહેશે.


 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES