SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Jio ના જબરદસ્ત પ્લાન, 1 રિચાર્જ અને 3 મહિના ટેન્શન ફ્રી, કિંમત 329 રૂપિયાથી શરૂ

Reliance Jio ના 329 અને 889 રૂપિયાના પ્રીપેડ પ્લાન્સની સાથે યુઝર્સને ઘણા બેનિફિટ્સ મળે છે. આ પ્લાનની સાથે તમને JioSaavn Pro સબ્સક્રિપ્શન, JioHotstar અને 35100 રૂપિયાની કિંમતનું Google Gemini AI Pro એઆઈ પ્લાન ફ્રી મળે છે.

Written By Gokani Dhaval
Published: Oct 26, 2026, 02:25 PM IST | Updated: Oct 26, 2026, 02:27 PM IST
Join

ભારતની સૌથી મોટી ટેલીકોમ કંપની Reliance Jio પોતાના પ્રીપેડ ગ્રાહકો માટે ઘણા ફાયદાકારક પ્લાન્સ ઓફર કરી રહી છે. આ પ્લાનની સાથે યુઝર્સને અનલિમિટેડ કોલ-ડેટા સિવાય OTT નું પણ સબ્સક્રિપ્શન મળે છે. તેનાથી યુઝર્સને ફાયદો થાય છે. આ પ્લાન્સની સાથે યુઝર્સને પ્રીમિયમ મ્યુઝિક એપ JioSaavn Pro નું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે. તો તમે સીધી રીતે JioSaavn  નું પ્રીમિયમ સબ્સક્રિપ્શન ખરીદવા ઈચ્છતા નથી તો શોર્ટ-ટર્મ એક્સેસ માટે તેનો 'JioSaavn Pro Lite' પ્લાન 9 રૂપિયા પ્રતિદિનના દર પર ઉપલબ્ધ છે.

તો તેનો પર્સનલ Pro માસિક પ્લાન 99 રૂપિયા પ્રતિ માસની કિંમત પર આવે છે. આ સિવાય છાત્રો માટે વિશેષ  50% ડિસ્કાઉન્ટની સાથે 'JioSaavn Pro Student' સબ્સક્રિપ્શન 49 રૂપિયા પ્રતિ માસમાં ઉપલબ્ધ છે. જ્યારે તમે જિયોની સાથે તેનું ફ્રી એક્સેસ કરી શકો છો. JioSaavn  Pro ના આ પ્રીમિયમ સબ્સક્રિપ્શન હેઠળ ગ્રાહકોને અનલિમિટેડ ગીત ડાઉનલોડ કરવાની સુવિધા મળે છે. આ સાથે પોતાની પસંદગીની કોલર ટ્યૂન લગાવવા, એડ ફ્રી મ્યુઝિક સાંભળવા અને 2 ગણી સારી સાઉન્ડ ક્વોલિટીનો અનુભવ મળે છે.

Reliance Jio નો 329 રૂપિયાનો પ્રીપેડ પ્લાન

Reliance Jio નો આ પ્લાન ઓછા બજેટમાં લાંબી વેલિડિટી અને કમાલના ડિજિટલ ઓફર્સ ઈચ્છનાર માટે એક પરફેક્ટ ડીલ છે. આ પ્લાનની સર્વિસ વેલિડિટી 28 દિવસની છે. તેમાં ગ્રાહકોને દરરોજ 1.5GB હાઈ-સ્પીડ ઈન્ટરનેટ ડેટા (કુલ 42જીબી ડેટા) ાપવામાં આવે છે. ગ્રાહકોને દેશભરમાં કોઈપણ નેટવર્ક પર વાત કરવા માટે અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજ 100 ફ્રી SMSની સુવિધા મળે છે.

આ પણ વાંચોઃ રેલવે મુસાફરો માટે મોટા સમાચાર: હવે કાઉન્ટર ટિકિટ પર પણ માત્ર 45 પૈસામાં મળશે 10 લાખ રૂપિયાનું વીમા કવચ

આ રિચાર્જની સાથે ગ્રાહકોને ફ્રી JioSaavn Pro ની સાથે JioHotstar Mobile નું સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે. આ પ્લાનમાં ગ્રાહકોને ગૂગલનું પ્રીમિયમ Google Gemini AI Pro પ્લાન 18 મહિના માટે ફ્રી મળી રહ્યો છે. તેની માર્કેટમાં કિંમત 35100 રૂપિયા છે. તે હેઠળ ગ્રાહકોને પર્સનલ કામ અને ડેટા એનાલિસિસ માટે 5TB નું ક્લાઉડ સ્ટોરેજ મળે છે. પરંતુ આ પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ 5જી ડેટાનો સપોર્ટ મળતો નથી.

Reliance Jio નો 889 રૂપિયાવાળો પ્લાન

જો તમે વારંવાર રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી દૂર રહેવા ઈચ્છો છો અને લગભગ 3 મહિનામાં એક વાર રિચાર્જ કરાવવાનું પસંદ કરો છો તો રિલાયન્સ જિયોનો 889 રૂપિયાનો પ્લાન તમારા માટે બેસ્ટ છે. આ પ્લાન 84 દિવસની લાંબી વેલિડિટી સાથે આવે છે. તેમાં ગ્રાહકોને દરરોજ 1.5જીબી હાઈ સ્પીડ ડેટા આપવામાં આવે છે. આ પ્લાનમાં પણ અનલિમિટેડ કોલિંગ અને એસએમએસની સુવિધા મળશે.

આ પ્લાનની સાથે ગ્રાહકોને JioSaavn Pro, JioHotstar Mobile નું સબ્સક્રિપ્શન અને 35100 ની કિંમતનું Google Gemini AI Pro નું પ્રીમિયમ AI સબ્સક્રિપ્શન ફ્રી આપવામાં આવી રહ્યું છે. જો તમારા રોજિંદા ડેટાનો વપરાશ પૂર્ણ થઈ જશે તો ઈન્ટરનેટની સ્પીડ ઘટીને 64 Kbps રહી જશે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES