SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Best Mileage SUV: 29 kmpl સુધીની માઈલેજ અને SUVનો દમદાર અંદાજ, આ 5 ગાડીઓ છે ખાસ

Best Mileage SUV: હવે ડીઝલ ગાડીઓની જરૂર નથી. ભારતીય બજારમાં ઉપલબ્ધ આ 5 હાઇબ્રિડ SUV પેટ્રોલ પર 29 કિમીથી લઈને 40 કિલોમીટર પ્રતિ લીટર સુધીની શાનદાર માઇલેજ આપે છે. જાણો આ ગાડીઓની ખાસિયત...

Written By Gokani Dhaval
Published: Nov 17, 2026, 16:25 IST | Updated: Nov 17, 2026, 16:26 IST
Image Credit: AI Image
Join

Best Mileage SUV: આપણા દેશમાં લાંબા સમયથી તે માનવામાં આવે છે કે માત્ર ડીઝલ એન્જિન ગાડીઓ વધુ માઇલેજ આપી શકે છે. પરંતુ હવે હાઇબ્રિડ ટેક્નોલોજીએ આ જૂના વિચારને બદલવાનું શરૂ કરી દીધું છે. પેટ્રોલ એન્જિન અને ઈલેક્ટ્રોનિક મોટરના શાનદાર મેળથી ચાલનાર આ ગાડીઓ ડીઝલને પણ પાછળ છોડી રહી છે. આવો આ ગાડીઓ વિશે જાણીએ.

રેનો ડસ્ટર

આ લિસ્ટમાં પ્રથમ નામ રેનો ડસ્ટર સ્ટ્રોન્ગ હાઇબ્રિડનું આવે છે. તેમાં 1.8 લીટરનું ફોર-સિલિન્ડર પેટ્રોલ એન્જિન, 1.4 Kwh બેટરી અને 6-સ્પીડ ડીએચટી ગિયરબોક્સ મળે છે. જ્યારે કંપનીનો દાવો છે કે આ એસયુવી 29 કિલોમીટર પ્રતિ લીટર સુધીનું માઇલેજ આપી શકે છે.

મારૂતિ સુઝુકી વિક્ટોરિસ

જ્યારે બીજા નંબર પર મારૂતિ સુઝુકી વિક્ટોરિસ પોતાની જબરદસ્ત ફ્યૂલ એફિશિએન્સીની સાથે ગ્રાહકોના દિલ જીતી રહી છે. તેમાં 1.5 લીટર ત્રણ-સિલિન્ડર પેટ્રોલ એન્જિનની સાથે ઈલેક્ટ્રિક મોટર અને e-CVT ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. કંપનીના આંકડા પ્રમાણે આ એસયુવી 28.65 કિલોમીટર પ્રતિ લીટર સુધીની શાનદાર માઇલેજ સરળતાથી આપી શકે છે.

આ પણ વાંચોઃ Honda Cars Discount: હોન્ડા સિટીથી લઈને અમેઝ સુધી, આ મહિને કારની ખરીદી પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ

મારૂતિ સુઝુકી ગ્રાન્ડ વિટારા

આ લિસ્ટમાં ત્રીજા નંબરે મારૂતિ સુઝુકી ગ્રાન્ડ વિટારાનું સ્ટ્રોન્ગ હાઇબ્રિડ મોડલે પોતાની મજબૂત પકડ બનાવી રાખી છે. ઓછી ગતિ અને શહેરના ભારે ટ્રાફિકમાં આ ગાડી સંપૂર્ણ ઈલેક્ટ્રિક મોડ પર ચાલી શકે છે. તેની બેટરી રીજનરેટિવ બ્રેકિંગથી ઓટોમેટિક ચાર્જ થાય છે, જેનાથી તે 27.97 કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ આપે છે.

ટોયોટા અર્બન ક્રૂઝર હાઇરાઇડર

ચોથા વિકલ્પના રૂપમાં ટોયોટા અર્બન ક્રૂઝર હાઇરાઇડર પણ માઇલેજના મામલામાં પાછળ નથી. ગ્રાન્ડ વિટારા જેવું એડવાન્સ સ્ટ્રોન્ગ પાવરટ્રેન હોવાને કારણે તે 27.97 કિલોમીટર પ્રતિ લીટરની સર્ટિફાઇડ માઇલેજ આપે છે. સામાન્ય ડ્રાઇવિંગ સ્થિતિમાં તે 22થી 24 કિમીની એવરેજ આપે છે.

એમજી હેક્ટર ટોમહોક PHEV

જો તમે પ્લગ-ઇન હાઇબ્રિડ તકનીકનો અનુભવ લેવા ઈચ્છો છો તો એમજી હેક્ટર ટોમહોક PHEV એક શાનદાર વિકલ્પ છે. તેમાં 1.5 લીટર પેટ્રોલ એન્જિનની સાથે 20.5 kWh ની મોટી બેટરી આપવામાં આવી છે. જેને બહારથી ચાર્જ કરી શકાય છે. ઓછા અંતર માટે તે 40 કિમી/લીટર સુધીની સંયુક્ત માઇલેજ આપવાનો દાવો કરે છે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES