જો તમે પણ બજેટમાં તમારા પરિવાર માટે સુરક્ષિત કાર ખરીદવા ઈચ્છો છો અને ફીચર્સ સાથે સમજુતિ કરવા ઈચ્છતા નથી તો તમારી પાસે એક જબરદસ્ત વિકલ્પ છે. અમે અહીં તમને એક શાનદાર કાર વિશે જણાવી રહ્યાં છીએ. આ કારની કિંમત 6 લાખથી ઓછી છે અને કંપનીનો દાવો છે કે તે 27 કિમી સુધીની બમ્પર માઇલેજ આપી શકે છે. આ માઇક્રો એસયુવીને BNCAP ક્રેશ ટેસ્ટમાં 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે. તમને જણાવી દઈએ કે અમે અહીં Tata Punch ની વાત કરી રહ્યાં છીએ.
આ કોમ્પેક્ટ માઇક્રો-SUVના પરફોર્મંસને શાનરા બનાવવા માટે તેમાં ગ્રાહકોને એન્જિનના ઘણા વિકલ્પ મળે છે. તેમાં પ્રથમ 1.2L નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 1199cc અને 3-સિલિન્ડરનું યુનિટ છે. આ એન્જિન લગભગ 87થી 88 bhp નો પાવર અને 115 Nm નો ટોર્ક જનરેટ કરે છે. તો જે થોડો વધુ પાવર અને ગતિ ઈચ્છે છે તેના માટે 1.2L નું ટર્બો-પેટ્રોલ એન્જિન મળે છે, જે 118 થી 120 bhp નો દમદાર પાવર અને 170 Nm નો ટોર્ક આપે છે.
આ સિવાય જે લોકો થોડા ઓછા ખર્ચમાં ગાડી ચલાવવા ઈચ્છે છે, તેના માટે 1.2L નું બજેટ-ફ્રેન્ડલી સીએનજી વેરિએન્ટ પણ મળે છે, જે સીએનજી મોડમાં 72 થી 73 bhp નો પાવર અને 103 Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ કાર ફ્રંટ-વ્હીલ ડ્રાઇવ લેઆઉટની સાથે આવે છે અને તેની માઇલેજ વેરિએન્ટ પ્રમાણે 21થી 27 કિમી સુધી જાય છે.
સાઇઝની વાત કરીએ તો આ કાર દેખાડમાં મસ્કુલર અને ઊંચી લાગે છે, જેની લંબાઈ 3,876 mm અને પહોળાઈ 1,742 mm છે. તેના વ્હીલબેસ 2,445 mm ના છે, જે કેબિનની અંદર 5 લોકોને બેસવા માટે આરામદાયક લેગરૂમ અને સ્પેસ આપે છે.
WhatsApp નું જબરદસ્ત ફીચર: ફોન બંધ હોય તો પણ મેસેજ થશે સેન્ડ; 14 દિવસ અગાઉ કરી શકાશે શેડ્યૂલ, જાણો રીત
સામાન રાખવા માટે તેના પેટ્રોલ અને ટર્બો વેરિએન્ટમાં 366 લીટરનું બૂટ સ્પેસ મળે છે, જ્યારે સીએનજી મોડલમાં ડુઅલ-સિલિન્ડર તકનીક હોવા છતાં 210 લીટરની બૂટસ્પેસ મળે છે. સફરને આરામદાયક બનાવવા માટે તેના ફ્રંટમાં MacPherson strut સસ્પેન્શન અને રિયરમાં ટ્વિસ્ટ-બીમ સસ્પેન્શન આપવામાં આવ્યું છે. આ કાર સ્પોર્ટી દેખાતા 16-ઇંચના અલોય વ્હીલ્સ સાથે આવે છે, જેના આગળના વ્હીલમાં ડિસ્ક અને પાછળના વ્હીલમાં ડ્રમ બ્રેક્સ મળે છે.
સેફ્ટીના મામલામાં ટાટા પંચ પોતાના સેગમેન્ટની સૌથી મજબૂત ગાડી છે, જેને ભારત NCAP ટેસ્ટમાં 5 સ્ટાર રેટિગં મળ્યું છે. યાત્રિકોની સુરક્ષા માટે કારમાં છ એરબેગ, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ESP), ABS ની સાથે EBD, ટ્રેક્શન કંટ્રોલ અને બાળકોની સુરક્ષા માટે ISOFIX ચાઇલ્ડ સીટ માઉન્ટ્સ જેવા કમાલના ફીચર્સ આપવામાં આવ્યા છે. આ સિવાય ગાડીમાં સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે સીટબેલ્ટ રિમાઇન્ડર, ચાઇલ્ડ લોક, ઓવરસ્પીડ વોર્નિંગ એલાર્મ, સ્પીડ-સેન્સિંગ ઓટોમેટિક ડોર લોક્સ અને ગાડીની ચોરી રોકવા માટે એન્જિન ઇમોબિલાઇઝર જેવા ફીચર્સ પણ મળે છે.
ટાટા મોટર્સની આ બજેટ કારના કેબિનના ફીચર્સના મામલામાં પણ મોડર્ન છે. તેમાં સાંકડા રસ્તા પર સરળતાથી પાર્કિંગ માટે 360 ડિગ્રીનો સરાઉન્ડ-વ્યૂ કેમેરા અને બ્લાઇન્ડ સ્પોટ વ્યૂ મોનિટર આપવામાં આવ્યું છે. આ સિવાય કારમાં રિયર પાર્કિંગ સેન્સર તથા કેમેરા, પહાડી રસ્તા માટે હિલ હોલ્ડ અસિસ્ટ તથા હિલ ડિસેન્ટ કંટ્રોલ અને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ જેવા ફીચર્સ મળે છે.