આવી રહ્યો છે iPhone 18 સીરીઝનો સૌથી સસ્તો સ્માર્ટફોન: iPhone 17 કરતાં સાવ અલગ હશે
Apple હવે મોટી તૈયારી કરી રહ્યું છે અને આવનાર દિવસોમાં આઈફોન 18 સ્ટાન્ડર્ડ, iPhone Air 2 અને iPhone 18e ને લોન્ચ કરવામાં આવશે. તો આઈફોન 18ઈ આ લાઇનઅપનો સૌથી સસ્તો હેન્ડસેટ હશે. આવો તેના વિશે જાણીએ.
Apple એ તાજેતરમાં iPhone 18 Pro સિરીઝ અને iPhone Duo ને લોન્ચ કર્યો છે. ઘણા લોકો iPhone 18 ની પ્રતીક્ષા કરી રહ્યાં હતા, પરંતુ કંપનીએ તેને લોન્ચ કર્યો નહીં. લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે એપલ આગામી વર્ષની શરૂઆતમાં iPhone 18 અને iPhone 18e અને iPhone Air 2 ને લોન્ચ કરશે.
iPhone 18 Pro સિરીઝની તુલનામાં સ્ટાન્ડર્ડ iPhone 18 ને સસ્તા ભાવે લોન્ચ કરવામાં આવશે. સાથે કંપની iPhone 18e ને પણ લોન્ચ કરશે, જે આ લાઇનઅપનો સૌથી સસ્તો સ્માર્ટફોન હશે. પરંતુ હજુ સુધી કંપનીએ અપકમિંગ આઈફોનની કિંમતનો ખુલાસો કર્યો નથી.
iPhone Air 2 ને લઈને તાજેતરમાં ઘણી ડિટેલ સામે આવી ચુકી છે. લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે iPhone Air 2 માં ડુઅલ રિયર કેમેરા મળશે.
iPhone 18 ની અંદર બે મોટા અપગ્રેટ્સ જોવા મળશે
જીએસએમઅરેનાએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે iPhone 18 ની અંદર બે મોટા અપગ્રેડ્સ જોવા મળશે. આ સિવાય iPhone 18માં મોટા બેટરી પેકનો ઉપયોગ કરવામાં આવશે. આ સિવાય કંપની ન્યૂ ચિપસેટનો ઉપયોગ કરશે, જે પાવર એફિશિએન્ટ હશે.
આ પણ વાંચોઃ 29 કિમી માઇલેજ... MARUTIના દુશ્મનની શરૂ થઈ ડિલિવરી, શક્તિશાળી SUVની સુવિધાઓ
A20 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવશે
iPhone 18 માં 2nm પ્રોસેસિંગ તૈયાર કરવામાં આવશે. પ્રોસેસિંગ પર તૈયાર કરવામાં આવેલી એ20 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવશે. તેની મદદથી આઈફોન યુઝર્સને સારા પરફોર્મંસ અને શાનદાર ગેમિંગનો અનુભવ પણ મળશે.
iPhone 18 ના સ્પેસિફિકેશન
iPhone 18 ને લઈને ઘણા લીક્સ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. તેમાં 6.3 ઈંચની LTPO OLED પેનલ આપવામાં આવી છે, જે iPhone 17માં પણ જોવા મળી ચુકી છે. તેમાં 120Hz ની પ્રો મોશન ડિસ્પ્લે મળશે, જેમાં 1.5K રેઝોલ્યુશન ડિસ્પ્લે મળશે. iPhone 18 Pro માં સ્લિમ બેજેલ કરી શકાશે.
iPhone 18 નો કેમેરો
લીક્સ રિપોર્ટ પ્રમાણે આઈફોન 18મા ડુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવશે. 48-48 મેગાપિક્સલનો કેમેરો હોઈ શકે છે. પરંતુ હજુ સુધી કંપનીએ ફીચર્સ વિશે ખુલાસો કર્યો છે. આ ફોનમાં 24 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવશે.
iPhone 18 ની કિંમત
iPhone 18 ની કિંમતને લઈને ઘણા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે આ કિંમત 99990 રૂપિયા ભારતમાં હોઈ શકે છે. આ કિંમત આઈફોન 17ને બહાબર હોઈ શકે છે. હવે સવાલ આવે છે કે આઈફોન 17 ની કિંમત ઘટાડવામાં આવશે કે નહીં. iPhone 18 ના શરૂઆતી વેરિએન્ટમાં 256જીબીનું સ્ટોરેજ મળશે.