SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

AC Care Tips: શિયાળામાં એસી બંધ કરતા પહેલા કરી લો આ ૩ જરૂરી કામ, નહીં તો ઉનાળામાં પસ્તાવાનો વારો આવશે!

શિયાળામાં AC બંધ કરવાની ભૂલ ભારે પડી શકે છે. આગામી ગરમીમાં દુર્ગંધ, ઓછું કૂલિંગ અને અચાનક ખરાબીથી બચવું છે તો એસી ઓફ કરતાં પહેલા આ 3 જરૂરી કામ કરી લો.

Written By Gokani Dhaval
Published: Oct 07, 2026, 03:31 PM IST | Updated: Oct 07, 2026, 03:33 PM IST
Join

શિયાળો શરૂ થવાની સાથે ઘરોમાં ACનો ઉપયોગ લગભગ બંધ થઈ જાય છે. સામાન્ય રીતે લોકો રિમોટથી AC બંધ કરે છે અને પછી ઘણા મહિના તેની તરફ ધ્યાન આપતા નથી. પરંતુ આ બેદરકારી આગામી ગરમીમાં ભારે પડી શકે છે. લાંબા સમય સુધી બંધ રહેવા દરમિયાન AC અની અંદર ધૂળ અને ભેજ જમા થવાથી દુર્ગંધ, ઓછું કૂલિંગ, વધુ વીજળીનો વપરાશ અને અચાનક ખરાબી આવી શકે છે. તેથી AC ને શિયાળામાં બંધ કરતા પહેલા માત્ર સ્વિચ ઓફ કરવી પુરતી નથી. તેને યોગ્ય રીતે તૈયાર કરવું પણ જરૂરી છે.

1. ફિલ્ટર અને કોઇલ્સની સારી રીતે સફાઈ કરો
ગરમીમાં AC ચલાવ્યા બાદ તેના ફિલ્ટર અને કોઇલ્સ પર ધૂળ, ગંદકી અને બેક્ટેરિયા જમા થઈ જાય છે. જો તેને સાફ કર્યા વગર એસી મહિનાઓ સુધી બંધ રહે તો ભેજને કારણે ભંગસ અને દુર્ગંધની સમસ્યા થઈ શકે છે. આગામી ગરમીમાં AC ચાલૂ કરતા ખરાબ હવા આવવાની સાથે કૂલિંગ પણ પ્રભાવિત થઈ શકે છે.

સફાઈ શરૂ કરતા પહેલા AC નો પ્લગ કાઢી નાખો. ત્યારબાદ ઇનડોર યુનિટનું ફિલ્ટર કાઢી પાણીથી સારી રીતે સાફ કરો. કોઇલ્સ પર જામેલી ધૂળને સોફ્ટ બ્રશ કે વેક્યૂમ ક્લીનરથી સાફ કરી શકાય છે. આઉટડોર યુનિટમાં જમા ધૂળ અને બીજો કચરો હટાવો. તેનાથી ACનું પરફોર્મંસ સુધારવામાં મદદ મળશે.

2. ડ્રાઈ મોડ ચલાવી અંદરનો ભેજ કાઢો
AC ને બંધ કરતા પહેલા તેની અંદર રહેલો ભેજ કાઢવો જરૂરી છે. લાંબા સમય સુધી ભેજ રહેવા પર કાટ લાગવા, બેક્ટેરિયા ઉદ્ભવવા અને દુર્ગંધની સમસ્યા થઈ શકે છે. તેથી એસીને બંધ કરતા પહેલા 2-3 કલાક ડ્રાઈ મોડમાં ચલાવો. તેનાથી યુનિટની અંદર જમા ભેજને સૂકાવવામાં મદદ મળશે.

આ પણ વાંચોઃ પોસ્ટ ઓફિસે બદલ્યા આ નિયમો, સુકન્યા યોજનાથી લઈને PPF પર થશે અસર

સાથે ડ્રેન પાઇપ અને ડ્રિપ ટ્રેમાં પાણી જમા નથી તે પણ જોઈ લો. જો ડ્રેન પાઇપમાં બ્લોકેજ છે તો તોને સાફ કરો. પ્રયાસ કરો કે એસી બંધ કરતા પહેલા અંદર રહેલું પાણી નીકળી જાય. આ નાનું કામ આગામી ગરમીમાં દુર્ગંધ અને બીજી મુશ્કેલીથી બચાવવામાં મદદ કરી શકે છે.

3. પાવર કટ કરી એસીને કવર કરો
સફાઈ અને ડ્રાઇંગનું કામ પૂર્ણ થયા બાદ એસીની મેન સ્વિચ કે MCB બંધ કરો અને પ્લગ પણ કાઢી નાખો. તેનાથી વોલ્ટેજ ફ્લક્ચુએશન કે શોર્ટ સર્કિટ જેવા જોખમથી બચવામાં મદદ મળશે. આઉટડોર યુનિટને ઢાંકવા માટે ખાસ એસી કવરનો ઉપયોગ કરો. તેને સંપૂર્ણ રીતે પ્લાસ્ટિકથી ઢાંકવાથી બચો, કારણ કે પ્લાસ્ટિકની અંદર ભેજ જમા થઈ શકે છે.

રિમોટની બેટરી કાઢી દો
એસીને બંધ કરવા સમયે રિમોટની બેટરી કાઢી અલગ રાખી દો. લાંબા સમય સુધી બેટરી રિમોટમાં પડી રહેવા પર તેમાં લીકેજ થઈ શકે છે, જેનાથી રિમોટ ખરાબ થવાનો ખતરો રહે છે. બેટરીને કોઈ શુષ્ક જગ્યા પર સુરક્ષિત રાખી શકો છો અને આગામી ગરમીમાં ફરી ઉપયોગ કરી શકો છો.

અત્યારે થોડી મહેનત, આગામી ઉનાળામાં ઓછી મુશ્કેલી
AC ને શિયાળામાં બંદ કરતાં પહેલા આ કામ કરવામાં વધુ સમય લાગતો નથી, પરંતુ તેનાથી આગામી ગરમીમાં ઘણી મુશ્કેલીથી બચી શકાય છે. યોગ્ય સફાઈ અને સ્ટોરેજથી એસીનું પરફોર્મંસ સારૂ રહેવામાં મદદ મળે છે અને સર્વિસ પર ખોટો ખર્ચ કરવો પડતો નથી. તેથી આ વખતે માત્ર એસી બંધ કરી ભૂલવાની જગ્યાએ તેને આગામી સિઝન માટે તૈયાર કરી રાખો.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES