SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

યુવરાજ સિંહની IPLમાં વાપસી, સિક્સર કિંગની એન્ટ્રીથી આ ટીમની બદલાશે કિસ્મત

Yuvraj Singh : ભારતનો ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ કોચિંગની ભૂમિકા સંભાળવા જઈ રહ્યો છે. દિલ્હી કેપિટલ્સે IPL 2027 માટે યુવરાજ સિંહને તેના બેટિંગ કોચ તરીકે નિયુક્ત કર્યો છે. ફ્રેન્ચાઇઝીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને તેનું સ્વાગત કર્યું છે.

Written By Dilip Chaudhary
Published: Oct 13, 2026, 08:50 PM IST | Updated: Oct 13, 2026, 08:53 PM IST
Join

Yuvraj Singh : ભારતના ભૂતપૂર્વ વિસ્ફોટક ઓલરાઉન્ડર યુવરાજ સિંહે તેની કોચિંગ કારકિર્દીના એક નવા અધ્યાયની શરૂઆત કરી છે. આગામી IPL સીઝન માટે તેની દિલ્હી કેપિટલ્સના સહાયક અને બેટિંગ કોચ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક સાથે તે સૌરવ ગાંગુલી સાથે ફરી એકવાર મેદાન પર જોવા મળશે. યુવરાજ સિંહ અગાઉ ખેલાડી તરીકે દિલ્હીની ટીમનો ભાગ રહી ચૂક્યો છે, પરંતુ આ વખતે તે એક નવી ભૂમિકામાં ટીમ સાથે જોડાઈ રહ્યો છે.

એક સમયે દિલ્હીએ યુવરાજ પર ₹16 કરોડનો દાવ લગાવ્યો હતો

ભારતના 2007ની T20 વર્લ્ડ કપ અને 2011ની વન-ડે વર્લ્ડ કપમાં જીતના હીરો રહેલો યુવરાજ સિંહ આ ફ્રેન્ચાઇઝી સાથે પોતાની IPL કોચિંગ કારકિર્દી શરૂ કરી રહ્યો છે. દિલ્હી ફ્રેન્ચાઇઝી સાથે તેનો લાંબો નાતો રહ્યો છે.

પૃથ્વી શો અને આકૃતિ અગ્રવાલ ફરી એક થયા, જાણો કેમ તૂટી હતી સગાઈ

વર્ષ 2015માં દિલ્હી કેપિટલ્સે જે તે સમયે દિલ્હી ડેયરડેવિલ્સ તરીકે ઓળખાતી હતી યુવરાજ સિંહને ₹16 કરોડની રેકોર્ડ રકમમાં ખરીદ્યા હતો. આ કિંમત સાથે યુવરાજ સિંહ તે સમયે IPLના ઇતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો.

 

 

યુવરાજ સિંહે કોચ બનવા પર શું કહ્યું?

આ નવી ભૂમિકા અંગે ખુશી વ્યક્ત કરતા યુવરાજે કહ્યું કે, હું દિલ્હી કેપિટલ્સ સાથે મારા જીવનનો નવો અધ્યાય શરૂ કરવા માટે અત્યંત ઉત્સાહિત છું. આ ફ્રેન્ચાઇઝી સાથે મારો લાંબા સમયથી સંબંધ છે અને હું તેના માલિકોને સારી રીતે ઓળખું છું, જેના કારણે આ મારા માટે એક વિશેષ તક છે. તેણે વધુમાં જણાવ્યું હતું કે તે દાદા સાથે કામ કરવા માટે પણ ખૂબ આતુર છે, જે આ વખતે કોચ તરીકે ટીમ સાથે જોડાયેલા છે.

યુવા ખેલાડીઓને તૈયાર કરવાનો અનુભવ

જોકે કોઈ ફ્રેન્ચાઇઝી સાથે કોચિંગમાં યુવરાજની આ પ્રથમ ભૂમિકા છે, તેમ છતાં તે લાંબા સમયથી અભિષેક શર્મા અને શુભમન ગિલ જેવા અનેક યુવા અને ઉભરતા ભારતીય બેટ્સમેનોને માર્ગદર્શન આપી રહ્યો છે. ખાસ કરીને અભિષેક શર્મા સાથેના તેના તાલમેલે વિશેષ ધ્યાન ખેંચ્યું છે. શર્માએ પોતાની આક્રમક બેટિંગ સ્ટાઈલ દ્વારા T20 ફોર્મેટમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES