શું ન્યૂઝીલેન્ડ સામે પણ નહીં મળે તક? વૈભવ સૂર્યવંશીને લઈને શ્રેયસ અય્યરના નિવેદને મચાવી હલચલ
વૈભવ સૂર્યવંશીને ન્યૂઝીલેન્ડ સામે પાંચ મેચની ટી20 સિરીઝમાં તક મળશે કે નહીં? આ મોટો સવાલ છે, જેને લઈને કેપ્ટન શ્રેયસ અય્યરે સિરીઝ પહેલા મોટું નિવેદન આપ્યું છે અને કહ્યું કે તે સીધો પ્લેઈંગ ઈલેવનમાં ન આવી શકે.
ભારતના ટી20આઈ ટીમના કેપ્ટન શ્રેયસ અય્યરે જણાવી દીધું કે વૈભવ સૂર્યવંશીને કેમ તક મળી રહી નથી અને તેને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પાંચ મેચની ટી20 સિરીઝમાં પણ બહાર રહેવું પડી શકે છે. શ્રેયસે કહ્યુ કે તેણે તેની તકની રાહ જોવી પડશે અને ન્યૂઝીલેન્ડની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા પર ધ્યાન આપવું પડશે. કેપ્ટને કહ્યું કે તે સીધો પ્લેઇંગ ઈલેવનમાં ન આપી શકે. વૈભવ સૂર્યવંશી ભારત માટે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કરી ચૂક્યો છે, પરંતુ તેને ખુબ ઓછી તક મળી રહી છે.
ઈંગ્લેન્ડમાં વૈભવ સૂર્યવંશીએ પર્દાપણ કર્યું હતું. ત્યારબાદ તે ઝિમ્બાબ્વેમાં રમ્યો અને ઘર પર અફઘાનિસ્તાન સામે 3 મેચની સિરીઝમાં બેંચ પર બેઠો હતો. ત્યારબાદ વૈભવને એશિયન ગેમ્સમાં રમવાની તક મળી પરંતુ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 5 મેચની ટી20 સિરીઝમાં અંતિમ ઈલેવનમાં તક મળી નહીં. હવે તે ન્યૂઝીલેન્ડ પહોંચી ગયો છે, જ્યાં તેને લઈને ખુબ ચર્ચા થઈ રહી છે. પરંતુ સંજૂ સેમસન અને અભિષેક શર્મા દમદાર પ્રદર્શન કરી રહ્યાં છે, તેવામાં તેને ડ્રોપ કરવા મુશ્કેલ છે.
આ પણ વાંચોઃ શેફાલી વર્મા સામે ICCની કાર્યવાહી, ઝિમ્બાબ્વે સામેની મેચમાં કરેલી આ ભૂલ પડી ગઈ ભારે!
શ્રેયસ અય્યરે ટી20 આઈ સિરીઝ પહેલા પ્રી-સિરીઝ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું- તે જરૂરી છે કે તેના જેવો ટેલેન્ટેડ ખેલાડી ડ્રેસિંગ રૂમમાં છે, તેનાથી અમને ખુશી છે અને તે ખરેખર યુવા છે. તેને તક મળવામાં હજુ સમય લાગશે. તેવું નથી કે તે સીધો ટીમમાં આવી જશે, કારણ કે અમારા ઓપનર પણ સતત રન બનાવી રહ્યાં છે અને તેણે અમને વિશ્વકપ જીતાડ્યો છે. જ્યારે અમે વિદેશ જઈએ તો તેણે અહીં કઈ રીતે રમવું છે, તેની સારી સમજ આવશે. તેથી જ્યારે તે આગામી વખતે આ પરિસ્થિતિમાં આવશે તો તે સારી રીતે તૈયાર હશે.
તો બેટિંગ ફ્લેક્સિબિલિટી વિશે
તો બેટિંગ ફ્લેક્સિબિલિટી વિશે શ્રેયસ અય્યરે કહ્યું- મને લાગે છે કે કોઈ ખાસ સ્થિતિમાં ટીમની ડિમાન્ડ પ્રમાણે તમારે ફ્લેક્સિબલ રહેવું જોઈએ. જો અમે જોઈએ તો અમારી પાસે ઘણા બેટર છે, જે ઓલર ઓર્ડરમાં એટલા ડિસ્ટ્રીક્ટિવ ન હોઈ શકે, મને લાગે છે કે હું પરિસ્થિતિ પ્રમાણે કોઈપણ નંબર પર બેટિંગ કરી શકો છું. જો તમે જુઓ તો પાછલા વિશ્વકપથી ઈશાન કિશન સતત નંબર 3 પર બેટિંગ કરી રહ્યો છે અને તે હજુ નંબર 1 રેન્ક બેટર છે. હું ખુદને ટોપ ઓર્ડર માટે મજબૂર નથી કરતો, પરંતુ ટીમમાં દરેક ફ્કેક્સિબલ થવું પડશે.