IND vs NZ: ત્રીજી T20માં પણ નહીં રમી શકે ઈશાન કિશન? ઈજા પર આવ્યું મોટું અપડેટ
Ishan Kishan Injury : 22 ઓક્ટોબરે ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ T20 મેચ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે ઈશાન કિશનને જમણા પગમાં ઈજા થઈ હતી. જે બાદ તે બીજી T20માંથી બહાર થઈ ગયો હતો. ત્યારે હવે તેની ઈજા અંગે મોટું અપડેટ સામે આવ્યું છે.
Ishan Kishan Injury : ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશનને લઈને એક આશ્ચર્યજનક અહેવાલ સામે આવ્યો છે. આ અહેવાલ મુજબ, આ વિસ્ફોટક ડાબોડી બેટ્સમેન ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાંથી પણ બહાર થઈ શકે છે.
આ મેચ 27 ઓક્ટોબરે વેલિંગ્ટનના સ્કાય સ્ટેડિયમમાં રમાવાની છે. ગુરુવારે 22 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ T20 મેચ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે ઈશાન કિશનના જમણા પગમાં ઈજા થઈ હતી.
IPL 2027 પહેલા મુંબઈ ઈન્ડિયસની મોટી જાહેરાત, આ દિગ્ગજને સોંપી હેડ કોચની જવાબદારી
ત્યારબાદ, શુક્રવારે રમાયેલી બીજી T20 મેચ માટે કુમાર કુશાગ્રને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, ઈશાન કિશન ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં પણ રમી શકશે નહીં. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રીજી T20 મેચ 27 ઓક્ટોબરના રોજ વેલિંગ્ટનના સ્કાય સ્ટેડિયમમાં યોજાવાની છે. ઈશાન કિશનના જમણા પગમાં એડક્ટર સ્ટ્રેનની સમસ્યા છે, જેના કારણે તે મંગળવારે ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી T20 મેચમાં રમી શકશે નહીં.
ત્રીજી T20 મેચમાંથી પણ બહાર થઈ જશે ઈશાન કિશન?
BCCIએ શુક્રવારે ઈશાન કિશનની ઈજા અંગે પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે તે ક્રાઈસ્ટચર્ચમાં રમાનારી બીજી T20 મેચનો ભાગ નહીં હોય. અહેવાલો અનુસાર, ઈજા શરૂઆતમાં ધારણા હતી તેના કરતા વધુ ગંભીર છે, અને એવી પ્રબળ શક્યતા છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તેને સમગ્ર શ્રેણીમાંથી બહાર કરી શકે છે.
મોટું અપડેટ આવ્યું સામે
શુક્રવારે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઝારખંડના ઈશાન કિશનના સાથી ખેલાડી કુમાર કુશાગ્રને બીજી T20 મેચ માટે ટીમમાં સામેલ કર્યો. હાલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહેલા કુમાર કુશાગ્રને પ્રથમ વખત ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. હાલ કુમાર કુશાગ્રને માત્ર બીજી T20 મેચ માટે જ ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે, પરંતુ જો ઈજા અપેક્ષા કરતા વધુ ગંભીર સાબિત થાય, તો તેને સમગ્ર શ્રેણી માટે ટીમમાં જાળવી રાખવામાં આવી શકે છે.