SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

'વિરાટ કોહલીને નિવૃત્તિ માટે મજબૂર કરાયો...', અજીત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ

Virat Kohli Test Retirement: વિરાટ કોહલીએ 12 મે 2025ના દિવસે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યુ હતું. એક પૂર્વ ક્રિકેટરે વિરાટને સંન્યાસ લેવા પર મજબૂર કરવાનો આરોપ અજીત અગરકર પર લગાવ્યો છે.

Written By Gokani Dhaval
Published: Oct 12, 2026, 10:28 AM IST | Updated: Oct 12, 2026, 10:31 AM IST
Join

7 મે અને 12 મે, વર્ષ 2025મા આ બે તારીખ ભારતીય ક્રિકેટ ફેન્સ લાંબા સમય સુધી યાદ રાખશે. આ તે તારીખ છે જ્યારે રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટેસ્ટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેના આશરે દોઢ વર્ષ બાદ પૂર્વ ક્રિકેટર વસીમ જાફરે આ વિષય પર ખુલ્લીને વાત કરી છે. જાફરનું સ્પષ્ટ કહેવું છે કે જે પ્રકારનું વર્તન તેની સાથે થયું, તેનાથી વિરાટ ખરાબ અનુભવી રહ્યો હતો અને તેણે મજબૂરીમાં નિવૃત્તિ લેવી પડી.

વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ભારત માટે ત્રીજા સૌથી વધુ રન બનાવનાર બેટરના રૂપમાં નિવૃત્ત થયો. તેણે 9230 રન બનાવ્યા. તે 10000 રનના આંકડા પર પહોંચવાથી માત્ર 770 રન દૂર હતો. જો તે 893 રન બનાવી લેત તો સુનીલ ગાવસ્કર (10122) ને પાછળ છોડી દેત. પરંતુ સત્ય છે કે વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયો છે.

અજીત અગરકર પર લાગ્યા આરોપ
પાછલા વર્ષે વિરાટ કોહલી લાલ બોલથી પ્રેક્ટિસ કરતો હોય તેવો વીડિયો સામે આવ્યો હતો. તેનાથી સ્પષ્ટ થઈ રહ્યું હતું કે તે ઈંગ્લેન્ડ પ્રવાસની તૈયારી કરી રહ્યો હતો. તેવામાં 12 મે 2025ના દિવસે તેના નિવૃત્તિના સમાચાર ક્રિકેટ જગત માટે ચોંકાવનારા રહ્યાં. વસીમ જાફરે પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યુ કે અજીત અગરકરની આગેવાનીવાળી પસંદગી સમિતિથી પરેશાન થઈ વિરાટે નિવૃત્તિ લીધી હતી.

આ પણ વાંચોઃ અભિષેક શર્માનો વધુ એક વર્લ્ડ રેકોર્ડ, સૂર્યાને પછાડી T20માં સૌથી ઝડપી 2000 રન પૂરા કરનાર બેટ્સમેન 

વસીમ જાફરે કહ્યુ 'મને લાગે છે કે વિરાટ કોહલીની સાથે જેવું વર્તન થયું, તેનાથી તે ખુશ નહોતો. વિરાટ જેવો ખેલાડી લોકોને સ્ટેડિયમમાં ખેંચી લાવે છે, તેના ચાહકો એટલા છે કે વિરાટ હજુ ટેસ્ટ ક્રિકેટ રમી શકતો હતો. જ્યાં સુધી આપણે ખુદ વિરાટના મોઢાથી ન સાંભળીએ, ત્યાં સુધી આપણે ખ્યાલ નહી આવે. તે ઈંગ્લેન્ડના પ્રવાસની તૈયારી કરી રહ્યો હતો.'

ખરાબ ફોર્મથી સંઘર્ષ કરી રહ્યો હતો કોહલી
તે પણ સત્ય છે કે વિરાટ કોહલી ટેસ્ટમાં ખરાબ ફોર્મ સામે સંઘર્ષ કરી રહ્યો હતો. પરંતુ તેને ફોર્મ પરત મેળવતા વધુ સમય લાગતો નથી. તેનું તાજેતરનું વનડેમાં પ્રદર્શન તે વાતનો પુરાવો છે. આ વર્ષે 9 વનડે ઈનિંગમાં તેણે 69ની શાનદાર એવરેજથી 552 રન બનાવ્યા છે.

તો ટેસ્ટ ફોર્મેટની વાત કરીએ તો છેલ્લી 7 ઈનિંગમાં તેનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર માત્ર 36 રન હતો. છેલ્લી સાત ઈનિંગમાં તેણે માત્ર 85 રન બનાવ્યા હતા. તો છેલ્લી 13 ટેસ્ટ ઈનિંગમાં તે એક વખત 50 રનનો આંકડો પાર કરી શક્યો હતો.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES