• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /સ્પોર્ટ્સ
  • /ક્રિકેટ જગતના મોટા સમાચાર: યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને સોંપાઈ બિહારની કેપ્ટનશિપ, શરૂઆતી બે મેચમાં કરશે ટીમનું નેતૃત્વ

ક્રિકેટ જગતના મોટા સમાચાર: યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને સોંપાઈ બિહારની કેપ્ટનશિપ, શરૂઆતી બે મેચમાં કરશે ટીમનું નેતૃત્વ

યુવા બેટર વૈભવ સૂર્યવંશી સૈયદ મુશ્તાક અલી ટી20 ટ્રોફીમાં બિહાર ટીમની કમાન સંભાળશે. બિહાર ક્રિકેટ એસોસિએશને મોટો નિર્ણય લેતા વૈભવને શરૂઆતી બે મેચ માટે ટીમની કમાન સોંપી છે.

Written ByGokani Dhaval
Published: Nov 06, 2026, 08:28 PM IST|Updated: Nov 06, 2026, 08:30 PM IST
joinshare
ક્રિકેટ જગતના મોટા સમાચાર: યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને સોંપાઈ બિહારની કેપ્ટનશિપ, શરૂઆતી બે મેચમાં કરશે ટીમનું નેતૃત્વ

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
વેકેશનના નામે સાયબર લૂંટ: અયોધ્યા-કાશી જતાં પહેલાં ચેતી જજો, નકલી વેબસાઇટ્સથી થઈ રહી છે લાખોની ઠગાઈ

વેકેશનના નામે સાયબર લૂંટ: અયોધ્યા-કાશી જતાં પહેલાં ચેતી જજો, નકલી વેબસાઇટ્સથી થઈ રહી છે લાખોની ઠગાઈ

2

ક્રિકેટ જગતના મોટા સમાચાર: યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને સોંપાઈ બિહારની કેપ્ટનશિપ, શરૂઆતી બે મેચમાં કરશે ટીમનું નેતૃત્વ

3

90% પ્રોફિટ સાથે લિસ્ટ થયો આ ગુજરાતી કંપનીનો IPO, ધનતેરસ પર રોકાણકારો થયા માલામાલ!

4

CBSE Board Exam Date Sheet 2027: ધોરણ 10 અને 12 ની પરીક્ષાની તારીખો જાહેર, 16 ફેબ્રુઆરીથી શરૂ થશે પેપર; જુઓ ટાઈમટેબલ

5

નવસારીમાં 1000 કરોડના ઝીંગા ઉદ્યોગની આડમાં ખેલ: ગેરકાયદે તળાવોથી 15 ગામોમાં પૂરની આફત, તંત્રનું બુલડોઝર એક્શન

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

બિહાર ક્રિકેટ એસોસિએશને શુક્રવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા આયોજીત સૈયદ મુશ્તાલ અલી ટી20 ટ્રોફી માટે બિહારની શરૂઆતી બે મેચ માટે 17 સભ્યોની ટીમ જાહેર કરી છે. બિહારના યુવા બેટર વૈભવ સૂર્યવંશીને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે સુરજ કશ્યપ વાઇસ-કેપ્ટનના રૂપમાં કામ કરશે. આ પ્રથમવાર હશે જ્યારે વૈભવ બિહારની સીનિયર ટીમનું નેતૃત્વ કરશે, કારણ કે ટીમ તેના નેતૃત્વમાં આગામી ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાન શરૂ કરવાની તૈયારી કરી રહી છે.

વૈભવ સૂર્યવંશીને મળી બિહાર ટીમની કમાન

બીસીએ અધ્યક્ષ હર્ષ વર્ઘને કહ્યુ 'વૈભવે પહેલા જ નાની ઉંમરમાં જબરદસ્ત પ્રતિભા, આત્મવિશ્વાસ અને પરિપક્વતાનું પ્રદર્શન કર્યું છે અને આ જવાબદારી તેને એક ક્રિકેટર અને લીડરના રૂપમાં વિકસિત થવાની વધુ એક તક આપશે. અમને આશા છે કે વૈભવના નેતૃત્વમાં ટીમ આગામી સિઝનમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા સારૂ પ્રદર્શન કરશે.'

બિહાર ક્રિકેટ એસોસિએશનની સીનિયર પસંદગી સમિતિએ ખેલાડીઓની ટ્રાયલ અને પાછલા પ્રદર્શનનું મૂલ્યાંકન બાદ ટીમને અંતિમ રૂપ આપવા માટે 6 નવેમ્બરે બેઠક યોજી હતી. બેઠકમાં પસંદગી સમિતિના અધ્યક્ષ હરવિંદર સિંહ અને સભ્ય અમિતાભ વિજયવર્ગીય હાજર હતા, જ્યારે એસ. સારથે ટેલીફોન પર ભાગ લીધો. 4થી 6 નવેમ્બર સુધી આયોજીત ટ્રાયલ અને ખેલાડીઓના પ્રદર્શનની સમીક્ષા બાદ ટીમને અંતિમ રૂપ આપવામાં આવ્યું.

આ પણ વાંચોઃ જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા અને જાડેજા રિટર્ન, આવતીકાલથી ન્યુઝીલેન્ડ A સામે જામશે જંગ

શરૂઆતી બે મેચ માટે બિહારની ટીમ

17 સભ્યોની બિહાર ટીમમાં વૈભવ સૂર્યવંશી (કેપ્ટન), આલોક કુમાર, આયુષ લોહારુકા (વિકેટકીપર), અલ્તમશ અશરફ, પરમ કુમાર સિંઘ, અનમોલ કુમાર (વિકેટકીપર), ઋત્વિક રાજ, સૂરજ કશ્યપ (વાઈસ-કેપ્ટન), મયંક કુમાર, રાઘવેન્દ્ર પ્રતાપ, આશિષ કુમાર, વાસુદેવ પ્રતાપ સિંહ, મોહમ્મદ ઈઝહર, અમોદ સિંહ, નવાઝ સિંહ, પ્રશાંત ખાન, પ્રતાપ સિંહ, પ્રશાંત સિંહ સામેલ છે. આ સિવાય મંગલ માહૌર અને શાકિબ હુસૈનની પસંદગી ફિટનેસ પર નિર્ભર કરશે. પસંદગી સમિતિના નિર્ણય અનુસાર પ્રથમ બે મેચ બાદ તેની ફિટનેસનું મૂલ્યાંકન કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર સામે બિહાર કરશે પોતાના અભિયાનની શરૂઆત

બિહાર સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પોતાના અભિયાનની શરૂઆત 14 નવેમ્બરે ઈન્દોરમાં રમાનારી મેચ સાથે કરશે. બિહાર પોતાની પ્રથમ મેચમાં સૌરાષ્ટ્રનો સામનો કરશે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Sports News