SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક બેવડી સદી અને 28 છગ્ગા; UAE સામે 250 રનનો ટાર્ગેટ 15મી ઓવરમાં ચેઝ કરી ઈન્ડિયા-એની રેકોર્ડબ્રેક જીત

આજનો દિવસ યુવા વૈભવ સૂર્યવંશી માટે હંમેશા ખાસ રહેશે. યુએઈ સામે લિસ્ટ-એ ક્રિકેટમાં વૈભવે રેકોર્ડનો વરસાદ કર્યો છે. આ સાથે ભારતે ઈમર્જિંગ એશિયા કપમાં શાનદાર જીત મેળવી સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.

Written By Gokani Dhaval
Published: Nov 24, 2026, 17:20 IST | Updated: Nov 24, 2026, 17:28 IST
Join

ઈમર્જિંગ એશિયા કપ-2026મા ભારતીય ટીમે કમાલનું પ્રદર્શન કરતા યુએઈને હરાવી દીધું છે. ભારતની આ જીતનો હીરો યુવા બેટર વૈભવ સૂર્યવંશી રહ્યો હતો. વૈભવ સૂર્યવંશીએ આ મેચમાં રેકોર્ડનો વરસાદ કરતા ભારતને રેકોર્ડબ્રેક જીત અપાવી છે. વૈભવ સૂર્યવંશીએ માત્ર 53 બોલમાં 7 ચોગ્ગા અને 28 છગ્ગા સાથે બેવડી સદી ફટકારી છે. ભારતે 250 રનનો ટાર્ગેટ માત્ર 15મી ઓવરમાં હાસિલ કરી લીધો હતો. ભારતે 14.2 ઓવરમાં 254 રન બનાવી મેચ જીતી લીધી હતી.

વૈભવ સૂર્યવંશીનું વાવાઝોડું

યુએઈએ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 8 વિકેટે 249 રન બનાવ્યા હતા અને ભારતને જીત માટે 250 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ વૈભવ સૂર્યવંશીની આક્રમક બેવડી સદીની મદદથી ભારતે આ લક્ષ્ય 14મી ઓવરમાં હાસિલ કરી વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે. આ સાથે ભારતે ઈમર્જિંગ એશિયા કપ-2026ની સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.

 વૈભવ સૂર્યવંશીએ બનાવ્યા અઢળક રેકોર્ડ

વૈભવ સૂર્યવંશીએ પોતાની ઈનિંગમાં લિસ્ટ-એ ક્રિકેટની સૌથી ઝડપી સદી, સૌથી ઝડપી 150 રન અને સૌથી ઝડપી બેવડી સદીનો રેકોર્ડ બનાવ્યો હતો. આ સાથે સૂર્યવંશીએ લિસ્ટ-એ ક્રિકેટમાં એક ઈનિંગમાં સૌથી વધુ સિક્સ ફટકારવાનો પણ વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે.

લિસ્ટ એ ક્રિકેટમાં સૌથી ઝડપી સદીઃ 28 બોલ

લિસ્ટ એ ક્રિકેટમાં સૌથી ઝડપી 150 રનઃ 40 બોલ

લિસ્ટ એ ક્રિકેટમાં સૌથી ઝડપી 200 રનઃ 52 બોલ

લિસ્ટ-એ ક્રિકેટની એક ઈનિંગમાં સૌથી વધુ સિક્સઃ 28

રનચેઝમાં ભારતની શરૂઆત વિસ્ફોટક રહી હતી. વૈભવ સૂર્યવંશી અને અભિષેક શર્માએ 3.3 ઓવરમાં 68 રનની ભાગીદારી દરમિયાન વૈભવે 8 સિક્સ અને એક ચોગ્ગાની મદદથી માત્ર 16 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. ઇબરાર અહમદે અભિષેક શર્મા (12 રન) ને આઉટ કર્યો હતો. અભિષેક આઉટ થયા બાદ વૈભવનો વિસ્ફોટક અંદાજ યથાવત રહ્યો હતો. પરંતુ આ વચ્ચે પ્રભસિમરન સિંહ આઉટ થઈ ગયો હતો.

સૂર્યવંશીએ 28 બોલમાં સદી બનાવી ઈતિહાસ રચ્યો હતો. આ લિસ્ટ એ ક્રિકેટની સૌથી ઝડપી સદી છે. ત્યારબાદ વૈભવે 40 બોલમાં 150 રન પૂરા કર્યાં હતા અને 52 બોલમાં બેવડી સદી પૂરી કરી હતી.
 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES