SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ક્રિકેટનો સૌથી મોટો ચમત્કાર: ત્રેવડી સદી અને 7 વિકેટ હૉલ; વિયાન મુલ્ડરે 149 વર્ષના ટેસ્ટ ઇતિહાસમાં પ્રથમ વખત બનાવ્યો આ દુર્લભ રેકોર્ડ

સાઉથ આફ્રિકાના ઓલરાઉન્ડર વિયાન મુલ્ડરે બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટમાં 7 વિકેટ ઝડપી ઈતિહાસ રચી દીધો છે. તે ટેસ્ટ કરિયરમાં ત્રેવડી સદી અને 7 વિકેટ ઝડપનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બની ગયો છે.

Written By Gokani Dhaval
Published: Nov 26, 2026, 10:31 IST | Updated: Nov 26, 2026, 10:33 IST
Join

સાઉથ આફ્રિકાના સ્ટાર ઓલરાઉન્ડર વિયાન મુલ્ડરે તે કમાલ કર્યો છે, જે ટેસ્ટ ક્રિકેટના 149 વર્ષના ઈતિહાસમાં આજ સુધી કોઈ ક્રિકેટર કરી શક્યો નથી. વિયાન મુલ્ડર પોતાના ટેસ્ટ કરિયરમાં ત્રેવડી સદી ફટકારવા અને એક ઈનિંગમાં 7 વિકેટ ઝડપનાર દુનિયાનો પ્રથમ ક્રિકેટર બની ગયો છે. તેના આ શાનદાર પ્રદર્શનની મદદથી આફ્રિકાએ બીજી ટેસ્ટમાં બાંગ્લાદેશને ઈનિંગ અને 219 રનના વિશાળ અંતરથી હરાવી સિરીઝ 2-0થી કબજે કરી છે.

વિયાન મુલ્ડરની આ ઐતિહાસિક સિદ્ધિનો પાયો પાછલા વર્ષે રાખવામાં આવ્યો હતો. 7 જુલાઈ 2025ના બુલાવાયોમાં ઝિમ્બાબ્વે વિરુદ્ધ રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં વિયાન મુલ્ડરે 297 બોલમાં ત્રેવડી સદી ફટકારતા અણનમ 367 રનની ઈનિંગ રમી હતી. આ મેચમાં આફ્રિકાએ ઈનિંગ અને 236 રનથી જીત મેળવી હતી. હવે સેન્ચુરિયનમાં બાંગ્લાદેશ વિરુદ્ધ બીજી ઈનિંગમાં તેણે માત્ર 31 રન આપી 7 વિકેટ ઝડપતા ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી અને 7 વિકેટ હોલનો અનોખો રેકોર્ડ બનાવ્યો છે.

ત્રેવડી સદી અને 7 વિકેટ હોલ

બાંગ્લાદેશ વિરુદ્ધ 31 રન આપી 7 વિકેટનો આ શાનદાર સ્પેલ કોઈપણ આફ્રિકાના બોલરનું બાંગ્લાદેશ વિરુદ્ધ એક ટેસ્ટ ઈનિંગમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આ મામલામાં વિયાન મુલ્ડરે પોતાના સાથી સ્પિનર કેશવ મહારાજને પાછળ છોડી દીધો છે. કેશવ મહારાજે વર્ષ 2022મા ડબરનમાં 32 રન આપી 7 વિકેટ અને તે જ વર્ષે ગકેબરહામાં 40 રન આપી સાત વિકેટ લીધી હતી. આ સિવાય સેન્ચુરિયનના મેદાન પર કોઈપણ બોલર દ્વારા કરવામાં આવેલું બીજું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. અહીં સૌથી શાનદાર બોલિંગનો રેકોર્ડ કાઇલ એબોટ (29 રનમાં 7 વિકેટ, વિરુદ્ધ પાકિસ્તાન, 2013) ના નામે નોંધાયેલું છે.

આ પણ વાંચોઃ ગજબ! એક પણ બોલ રમ્યા વિના બેટ્સમેન ક્લીન બોલ્ડ... WBBLમાં અજીબ ઘટના, VIDEO વાયરલ

વિયાન મુલ્ડરે બનાવ્યો દુર્લભ રેકોર્ડ

આ સિવાય વિયાન મુલ્ડરે એક ટેસ્ટ મેચમાં સદી ફટકારવા અને સાત વિકેટ ઝડપનાર છઠ્ઠો ખેલાડી બની ગયો છે. આ ખાસ લિસ્ટમાં 1920મા મેલબોર્ડમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાના જેક ગ્રેગરી, 1978મા લોર્ડ્સમાં પાકિસ્તાન વિરુદ્ધ ઈંગ્લેન્ડના ઇયાન બોથમ અને 1980મા વાનખેડેમાં ભારત વિરુદ્ધ ઇયાન બોથમ સામેલ છે. ભારતના આર અશ્વિને 2016મા નોર્થ સાઉન્ડમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ આ સિદ્ધિ મેળવી હતી. જ્યારે અફઘાનિસ્તાનના નસીર ખાન મારૂઉખિલે 2026મા શારજાહમાં ઝિમ્બાબ્વે વિરુદ્ધ આ કમાલ કર્યો હતો.

સાઉથ આફ્રિકાએ બાંગ્લાદેશને 2-0થી હરાવ્યું

વિયાન મુલ્ડરે ટેસ્ટ ઈનિંગમાં ચોથા કે ત્યારબાદના ક્રમ પર બોલિંગ કરનાર બોલર તરીકે સૌથી ઝડપી સાત વિકેટ લેવાનો નવો રેકોર્ડ પણ બનાવ્યો. તેણે પોતાની સાત વિકેટ લેવા માટે માત્ર 64 બોલ ફેંક્યા હતા. તેણે હ્યૂ ટેફીલ્ડના રેકોર્ડને પાછળ છોડી દીધો, જેણે 1950મા ડરબનમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સાત વિકેટ 68 બોલમાં લીધી હતી.

મેચની વાત કરીએ તો સાઉથ આફ્રિકાએ બીજી ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશને ઈનિંગ અને 219 રનથી હરાવી સિરીઝમાં 2-0થી કબજો કર્યો છે. વિયાન મુલ્ડરે સદી ફટકારી અને 7/31 પોતાના કરિયરનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન કર્યું હતું. આ સિવાય માર્કસ એકરમેને 150 રન બનાવ્યા હતા. આ જીત સાથે આફ્રિકા WTC પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES