SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

સૂર્યકુમાર યાદવનું ફરી ચમક્યું નસીબ! T20માં મળી કેપ્ટનશિપ, હવે બે ટ્રોફી પર નજર

Suryakumar Yadav : T20 વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટન સૂર્યકુમાર યાદવ હવે સ્થાનિક ક્રિકેટમાં મુંબઈની ટીમનું નેતૃત્વ સંભાળશે. તેને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને વિજય હજારે ટ્રોફી માટે કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. ગયા મહિને રણજી ટ્રોફીની ટીમમાં સ્થાન ન મળ્યા બાદ, સૂર્યકુમાર હવે વ્હાઇટ-બોલ ક્રિકેટમાં પોતાની નેતૃત્વ ક્ષમતાનું પ્રદર્શન કરશે.

Written By Dilip Chaudhary
Published: Nov 05, 2026, 04:04 PM IST | Updated: Nov 05, 2026, 04:09 PM IST
Join

Suryakumar Yadav : ભારતીય ટીમને T20 વર્લ્ડ કપનું ટાઇટલ અપાવ્યા બાદ સૂર્યકુમાર યાદવ હવે સ્થાનિક ક્રિકેટમાં પોતાની નેતૃત્વ ક્ષમતા દર્શાવવા માટે તૈયાર છે. તેને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને વિજય હજારે ટ્રોફી માટે કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. આ નિર્ણય મુંબઈ ક્રિકેટ એસોસિએશનની વરિષ્ઠ પસંદગી સમિતિ દ્વારા લેવામાં આવ્યો છે. ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, સૂર્યકુમાર આ સિઝનમાં બંને વ્હાઇટ-બોલ ટુર્નામેન્ટમાં ટીમનું નેતૃત્વ કરશે.

વિરાટ કોહલીએ તોડ્યો સચિન તેંડુલકરનો રેકોર્ડ, આ મામલે બન્યો નંબર-1 બેટ્સમેન

રસપ્રદ વાત એ છે કે, આ જવાબદારી એવા સમયે મળી છે જ્યારે ગયા મહિને જ સૂર્યકુમારને મુંબઈની રણજી ટ્રોફી ટીમમાં સ્થાન મળ્યું નહોતું. જોકે તેણે સમગ્ર સ્થાનિક સિઝન માટે પોતાની ઉપલબ્ધતા દર્શાવી હતી, પરંતુ પસંદગીકારોએ તેને રેડ-બોલ ટીમમાં સામેલ કર્યો નથી. જેનું કારણ એ આપવામાં આવ્યું હતું કે તેણે તાજેતરમાં પૂરતી રેડ-બોલ ક્રિકેટ રમી નથી. હવે, વ્હાઇટ-બોલ ક્રિકેટમાં તેની વાપસી અને તે પણ કેપ્ટન તરીકે તેની કિસ્મત બદલાવાની છે.

મુંબઈના અભિયાનની શરૂઆત 14 નવેમ્બરથી થશે

મુંબઈ 14 નવેમ્બરે કોલકાતામાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. એલિટ ગ્રુપ Dમાં સામેલ મુંબઈ, હૈદરાબાદ, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, ઓડિશા, ઉત્તરાખંડ અને વિદર્ભ સાથે સ્પર્ધા કરશે. તેની પ્રથમ મેચ હૈદરાબાદ સામે રમાશે.

મુંબઈ ક્રિકેટ એસોસિએશનના એક સૂત્રના જણાવ્યા અનુસાર, વરિષ્ઠ પસંદગી સમિતિએ આ સિઝનમાં બંને વ્હાઇટ-બોલ ટુર્નામેન્ટ માટે સૂર્યકુમારને કેપ્ટન બનાવવાનો નિર્ણય લીધો છે. ટીમની પસંદગી પહેલાં 7 અને 9 નવેમ્બરે પ્રેક્ટિસ મેચો યોજાશે. મુંબઈની ટીમ 9 નવેમ્બરે નક્કી કરવામાં આવશે અને ખેલાડીઓ 11 નવેમ્બરે કોલકાતા જવા રવાના થશે.

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ એક નવી જવાબદારી

સૂર્યકુમાર યાદવ માટે આ સીઝન ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાની છે. તેના નેતૃત્વમાં ભારતીય ટીમે 2026 T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. હવે તે નેતૃત્વનો એ જ અનુભવ મુંબઈની સ્થાનિક ટીમમાં લાવશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતા સૂર્યકુમારને હવે મુંબઈને સ્થાનિક સ્તરે ચેમ્પિયન બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.

સ્થાનિક ક્રિકેટમાં મુંબઈનો ઈતિહાસ ખૂબ જ સમૃદ્ધ રહ્યો છે, પછી તે રણજી ટ્રોફી હોય કે મર્યાદિત ઓવરોની ટુર્નામેન્ટ, મુંબઈની ટીમ હંમેશા એક મજબૂત દાવેદાર રહી છે. આવા સંજોગોમાં સૂર્યકુમાર જેવા આંતરરાષ્ટ્રીય અનુભવ ધરાવતા ખેલાડીનું ટીમનું નેતૃત્વ કરવું, મુંબઈ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES