SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

બોલ ટેમ્પરિંગ મામલે ઓસ્ટ્રેલિયાથી પણ આગળ નીકળ્યું પાકિસ્તાન, અખ્તરનો ચોંકાવનારો ખુલાસો

Shoaib Akhtar : ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન ઉસ્માન ખ્વાજાના પુસ્તકમાં કરવામાં આવેલા ખુલાસાઓને કારણે હાલમાં ક્રિકેટ જગતમાં ભારે ચર્ચા જાગી છે. તેના તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તકે 2018ના 'બોલ-ટેમ્પરિંગ' કાંડ સાથે જોડાયેલા વિવાદને ફરી જીવંત કરી દીધો છે. આના જવાબમાં પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે, જેણે પાકિસ્તાનની જ પોલ ખોલી નાખી છે.

Written By Dilip Chaudhary
Published: Nov 19, 2026, 20:39 IST | Updated: Nov 19, 2026, 20:41 IST
Join

Shoaib Akhtar : મેચ ફિક્સિંગથી લઈને બોલ ટેમ્પરિંગ સુધી, પાકિસ્તાનનું નામ અવારનવાર વિવિધ વિવાદોમાં સામે આવતું રહ્યું છે. ફરી એકવાર પાકિસ્તાનનું નામ ઓસ્ટ્રેલિયાના બોલ-ટેમ્પરિંગ કાંડ સાથે જોડાયું છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન ઉસ્માન ખ્વાજાના પુસ્તકમાં થયેલા એક ખુલાસાએ 2018ની બોલ-ટેમ્પરિંગ ઘટનાને ફરી ચર્ચામાં લાવી દીધી છે.

WTC 2027માં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર ટીમમાંથી બહાર, ગિલની કેપ્ટનશિપમાં આખરે ચાલી શું રહ્યું છે?

તે સમયે સ્ટીવ સ્મિથ, કેમેરોન બેનક્રોફ્ટ અને ડેવિડ વોર્નરને સેન્ડપેપર વડે બોલ સાથે છેડછાડ કરવા બદલ સજા ફટકારવામાં આવી હતી. જોકે, ખ્વાજાએ સંકેત આપ્યો છે કે આ સમગ્ર કાવતરા વિશે આખી ટીમને જાણ હતી. એવો જ દાવો બેનક્રોફ્ટે પણ કર્યો છે. હવે, આ મામલે પોતાની પ્રતિક્રિયા આપતા શોએબ અખ્તરે એક એવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, જેનાથી અજાણતામાં પાકિસ્તાનનો પોતાનો ઈતિહાસ પણ સામે આવી ગયો છે.

શોએબ અખ્તરે કર્યો ધડાકો

શોએબ અખ્તરનું માનવું છે કે આ મુદ્દાને હવે વધુ ખેંચવો ન જોઈએ અને તેને અહીં જ પૂર્ણવિરામ આપી દેવું જોઈએ. વિઝડન સાથે વાત કરતા તેણે કહ્યું કે, હવે આ વાતને જવા દો, શા માટે આટલો હોબાળો મચાવી રહ્યા છો? હું સમજું છું કે આનાથી ક્રિકેટની છબી ખરડાય છે. પહેલા અમે પણ ઈંગ્લેન્ડમાં સેન્ડપેપરથી નહીં, પણ બોટલના ઢાંકણ કે અન્ય રીતે બોલ બદલતા હતા. ઠીક છે, સત્ય બહાર આવી ગયું છે, પરંતુ તેના પર હવે મોટો હોબાળો કરવાનો કોઈ અર્થ નથી.

"મારી પાસે કહેવા માટે ઘણું બધું છે"

અખ્તરે વધુમાં કહ્યું કે, મારી પાસે પણ મારા પોતાના સાથી ખેલાડીઓ વિશે ઘણું કહેવા જેવું છે, પરંતુ હું કહીશ નહીં. હું તેમની વિરુદ્ધ જઈ શકું તેમ નથી. એક સમય એવો હતો જ્યારે મને લાગતું હતું કે હું મેદાન પરના તમામ 22 ખેલાડીઓ સામે રમી રહ્યો છું. દરેક ખેલાડી શંકાના દાયરામાં હતો, તેથી મને ક્યારેય ખબર નહોતી કે હું ખરેખર કોના પર વિશ્વાસ કરી શકું.

અખ્તરે પોતાના વિશે પણ કર્યો ખુલાસો

અખ્તરે પોતાના વિશે પણ એક ખુલાસો કર્યો. તેણે કહ્યું કે, મને માફ કરજો, અમે ક્રિકેટ બોલથી રમીએ છીએ, તો મેં પણ બધું કરેલું છે. આખી ટીમને આ વાતની જાણ હતી, કારણ કે જો અમે બોલને રિવર્સ-સ્વિંગ ન કરીએ, તો મેચ કેવી રીતે જીતી શકીએ. અત્યારે જે બાબતો બહાર આવી રહી છે તેનાથી ભારે અફરાતફરી સર્જાઈ છે. જોકે, આવું ન થવું જોઈએ. સત્યને સામે લાવીને તેમણે યોગ્ય કામ કર્યું છે, પરંતુ તેમનો સમય આથી પણ વધુ સારો હોઈ શક્યો હોત.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

ZEENEWS TRENDING STORIES