• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /સ્પોર્ટ્સ
  • /WTC 2027માં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર ટીમમાંથી બહાર, ગિલની કેપ્ટનશિપમાં આખરે ચાલી શું રહ્યું છે?

WTC 2027માં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર ટીમમાંથી બહાર, ગિલની કેપ્ટનશિપમાં આખરે ચાલી શું રહ્યું છે?

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ભાગરૂપે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ મેચ શરૂ થઈ ગઈ છે. ભારતની પ્લેઈંગ ઈલેવનમાંથી મોહમ્મદ સિરાજ અને રવિન્દ્ર જાડેજાને બહાર રાખવા અંગે સવાલો ઉઠી રહ્યા છે.

Written ByDilip Chaudhary
Published: Nov 19, 2026, 18:07 IST|Updated: Nov 19, 2026, 18:10 IST
joinshare
WTC 2027માં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર ટીમમાંથી બહાર, ગિલની કેપ્ટનશિપમાં આખરે ચાલી શું રહ્યું છે?

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
ભાજપે ગુજરાતમાં 2027ની ચૂંટણી માટે તૈયારી કરી શરૂ! 182 બેઠકો પર સ્નેહમિલનથી PM મોદીએ આપ્યા અનેક સંદેશ, જાણો

ભાજપે ગુજરાતમાં 2027ની ચૂંટણી માટે તૈયારી કરી શરૂ! 182 બેઠકો પર સ્નેહમિલનથી PM મોદીએ આપ્યા અનેક સંદેશ, જાણો

2

Video: સ્ટેજ પર એક વિદેશી મહિલા ફેને દિલજીત દોસાંઝને ગળે લગાવીને કરી કિસ, સિંગરે કહ્યું: "હું સુંદર છું..."

3

એલિસ હુઆંગ અને તેના પતિના એક નજીકના સહયોગીએ Nvidia ચિપ્સ મોકલી હતી ચીન, રિપોર્ટમાં ખુલાસો

4

જામનગરમાં ACBનું સફળ છટકું, રૂપિયા 8 લાખની લાંચ લેતા ક્લાસ-2 અધિકારી રંગેહાથ ઝડપાયા

5

નવસારીમાં હાઈબ્રિડ ગાંજાના હાઈપ્રોફાઈલ નેટવર્કનો પર્દાફાશ, બેંગકોક સુધી ફેલાયેલા છે તાર!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં ભારતની પ્લેઈંગ ઈલેવન જાહેર થતાં જ ચાહકો ચોંકી ગયા હતા, કારણ કે ટીમમાં મોહમ્મદ સિરાજ અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો. ત્યારે પ્રશ્ન એ ઉભો થાય છે કે શું આ પ્લેઈંગ ઈલેવન કેપ્ટન શુભમન ગિલે પસંદ કરી હતી, કે પછી તેમાં કોઈ બહારની દખલગીરી હતી?

મોહમ્મદ સિરાજ અને રવિન્દ્ર જાડેજા બહાર

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ આમ પણ ચર્ચાનો વિષય છે, પરંતુ ધ્યાન ખાસ કરીને પ્લેઈંગ ઈલેવન પર કેન્દ્રિત થયું. ટોસ સમયે ગિલે જાહેરાત કરી કે મોહમ્મદ સિરાજ કે રવિન્દ્ર જાડેજામાંથી કોઈ પણ આ મેચમાં રમશે નહીં. સિરાજની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણાને સામેલ કરવામાં આવ્યો, જ્યારે જાડેજાના સ્થાને વોશિંગ્ટન સુંદરને તક આપવામાં આવી. દિવસના અંતે એ સ્પષ્ટ થઈ ગયું કે આ ફેરફારો કારગત નીવડ્યો નથી.

IND vs NZ : 74મી ઓવરમાં એવું તો શું થયું કે ગિલ અને પંત પડિક્કલ પર થયા ગુસ્સે! વીડિયો વાયરલ

WTC 2027માં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બહાર

રસપ્રદ વાત એ છે કે, 2025-27 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સાયકલમાં અત્યાર સુધી મોહમ્મદ સિરાજે ભારત માટે સૌથી વધુ વિકેટ લીધી છે. તેણે 11 મેચોમાં 43 વિકેટ ઝડપી છે. તે હાલમાં આ ટુર્નામેન્ટના તમામ બોલરોમાં ચોથા ક્રમે છે. બીજી તરફ, રવિન્દ્ર જાડેજાએ આ જ સાયકલમાં 11 મેચોમાં 33 વિકેટ લીધી છે. આ બંને ખેલાડીઓએ જસપ્રીત બુમરાહ કરતાં પણ વધુ વિકેટ લીધી છે. તેમ છતાં આ બંને ખેલાડીઓને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવામાં આવ્યા હતા.

પહેલા દિવસે પ્રસિદ્ધ કે સુંદરને એક પણ વિકેટ ના મળી

પ્રથમ દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધીમાં પ્રથમ બેટિંગ કરનાર ન્યુઝીલેન્ડે પાંચ વિકેટના નુકસાને 243 રન બનાવ્યા હતા. જસપ્રીત બુમરાહે ત્રણ વિકેટ ઝડપી, જ્યારે અંશુલ કંબોજ અને આકાશ દીપે એક-એક વિકેટ લીધી. પ્રસિદ્ધ અને સુંદરને એક પણ વિકેટ મળી નહોતી. પ્રસિદ્ધે 16 ઓવરમાં 58 રન આપ્યા, જ્યારે સુંદરે પોતાની 16 ઓવરમાં 38 રન આપ્યા. પ્રસિદ્ધ આજના દિવસનો સૌથી મોંઘા બોલર સાબિત થયો.

ન્યૂઝીલેન્ડે મેચ પર પકડ જમાવી

પ્રથમ દિવસના અંત સુધીમાં ન્યૂઝીલેન્ડે મેચ પર પકડ બનાવી લીધી છે. જોકે પ્રથમ સત્રમાં ભારતનું પ્રદર્શન સારું રહ્યું હતું, પરંતુ ત્યારબાદ ન્યૂઝીલેન્ડે શાનદાર વાપસી કરી. હવે મેચમાં ટકી રહેવા માટે બીજા દિવસે ભારતે જોરદાર વાપસી કરવી પડશે. જો ટીમ ઈન્ડિયા આ મેચ હારી જાય છે, તો કેપ્ટન શુભમન ગિલે ચોક્કસપણે જવાબ આપવો પડશે કે સિરાજ અને જાડેજાને ટીમમાંથી બહાર રાખવાનો નિર્ણય શા માટે લેવામાં આવ્યો હતો અને કોના કહેવા પર લેવામાં આવ્યો હતો.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Cricket News