SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

કરોડોની સંપત્તિ, આલીશાન ઘર અને લક્ઝરી કારનું કલેક્શન... ધોનીની કમાણી જાણીને હોશ ઉડી જશે

MS Dhoni Net Worth: વિવિધ મીડિયા અહેવાલ અને પ્લેટફોર્મ્સ અનુસાર, ધોનીની કુલ સંપત્તિ અંદાજે ₹1060 કરોડથી ₹1200 કરોડની વચ્ચે હોવાનું માનવામાં આવે છે. જોકે, તેની અસલી સંપત્તિ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.

Written By Dilip Chaudhary
Published: Nov 17, 2026, 17:29 IST | Updated: Nov 17, 2026, 17:32 IST
Join

MS Dhoni Net Worth: ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ IPLમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તેણે 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી વિદાય લીધી હતી, પરંતુ તેની કમાણીમાં સતત વધારો થઈ રહ્યો છે. બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ, સ્ટાર્ટઅપ રોકાણ અને વિવિધ બિઝનેસ દ્વારા તેણે એક એવું સામ્રાજ્ય ઊભું કર્યું છે જેની કુલ સંપત્તિ ₹1,000 કરોડથી વધુ છે. ત્યારે ધોનીની આવકના મુખ્ય સોર્સ કયા છે અને તેણે કઈ કંપનીઓમાં રોકાણ કર્યું છે, તેના વિશે આ લેખમાં જાણીશું.

IPL 2027 પહેલાં CSKની મોટી જાહેરાત, MS ધોની હવે IPLમાં નહીં રમે, ટીમમાં નવી ભૂમિકામાં જોવા મળશે

ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં સૌથી સફળ કેપ્ટનોમાં સ્થાન પામેલા મહેન્દ્ર સિંહ ધોનીએ માત્ર મેદાન પર જ નહીં, પરંતુ વ્યવસાયિક જગતમાં પણ પોતાની એક અલગ ઓળખ બનાવી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયાના વર્ષો પછી પણ તેની બ્રાન્ડ વેલ્યુ હાઈ છે અને તેની કમાણી સતત ચાલુ છે. વિવિધ મીડિયા અહેવાલો અને પ્લેટફોર્મ્સ અનુસાર, ધોનીની કુલ સંપત્તિ ₹1,060 કરોડથી લઈને ₹1,200 કરોડની વચ્ચે હોવાનો અંદાજ છે.

ધોનીની વ્યવસાયિક સફળતા માત્ર ક્રિકેટમાંથી થતી કમાણી પૂરતી સીમિત નથી. IPLમાંથી મળતો પગાર, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ, સ્ટાર્ટઅપ રોકાણ અને વિવિધ બિઝનેસે તેની સંપત્તિ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

IPLમાંથી ₹190 કરોડથી વધુની કમાણી

મહેન્દ્ર સિંહ ધોનીની આવકનો એક મોટો હિસ્સો IPLમાંથી છે. 2008માં IPLની શરૂઆત થઈ ત્યારથી તે ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાયેલો છે. જોકે, જ્યારે આ ફ્રેન્ચાઈઝી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, ત્યારે તેણે બે સીઝન માટે અન્ય ટીમ તરફથી રમવું પડ્યું હતું.

વર્ષો દરમિયાન ધોનીના IPL પગારમાં વધારો થતો ગયો અને કેટલીક સીઝનમાં તે ₹15 કરોડ સુધી પહોંચ્યો હતો. 2022થી 2024 દરમિયાન, ફ્રેન્ચાઈઝીએ તેને ₹12 કરોડમાં રીટેન કર્યો હતો. અત્યાર સુધીમાં IPLમાંથી ધોનીની કુલ કમાણી ₹190 કરોડથી વધુ હોવાનો અંદાજ છે. IPL 2025ની ઓક્સન સંબંધિત ડેટા અનુસાર, આ આંકડો લગભગ ₹196.65 કરોડ છે. જો કે, આ રકમમાં થોડો તફાવત જોવા મળી શકે છે.

બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સમાંથી કરોડોની કમાણી

ધોનીની આવકનો બીજો એક મહત્વપૂર્ણ સોર્સ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ એટલે કે એડવર્ટાઈઝમેન્ટ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હોવા છતાં કંપનીઓ વચ્ચે તેની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી. તેનો શાંત સ્વભાવ, નેતૃત્વના ગુણો અને લાખો ચાહકો વચ્ચેની અપાર લોકપ્રિયતા તેને બ્રાન્ડ્સ માટે એક આકર્ષક ચહેરો બનાવે છે.

ઓગસ્ટ 2026માં જાહેર થયેલા Krollના સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યુએશન રિપોર્ટ 2025 મુજબ, ધોનીની સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યુ અંદાજે 115.3 મિલિયન ડોલર છે. આ આંકડા સાથે, તે ભારતના સૌથી મૂલ્યવાન સેલિબ્રિટી બ્રાન્ડ્સમાં સ્થાન ધરાવે છે. જે દર્શાવે છે કે સક્રિય ક્રિકેટમાંથી દૂર થયો હોવા છતાં જાહેરાતો અને બ્રાન્ડ ભાગીદારીના સંદર્ભમાં ધોનીની વ્યાપારી તાકાત મજબૂત બની રહી છે.

સ્ટાર્ટઅપ્સ અને વિવિધ સેક્ટરમાં રોકાણ

ધોનીએ પોતાની કમાણીને માત્ર ક્રિકેટ અને જાહેરાતો પૂરતી સીમિત રાખી નથી. તેણે વિવિધ સ્ટાર્ટઅપ્સ અને ઉભરતા વ્યવસાયોમાં પણ રોકાણ કર્યું છે. ટ્રેક્સનના ડેટા અને ધ ઇકોનોમિક ટાઇમ્સના એક અહેવાલ મુજબ, ધોનીના રોકાણ પોર્ટફોલિયોમાં ઇલેક્ટ્રિક મોબિલિટી, ફિનટેક, ડ્રોન ટેક્નોલોજી, અલ્ટરનેટિવ પ્રોટીન અને સ્પોર્ટ્સ ટેક્નોલોજી જેવા ક્ષેત્રોની કંપનીઓનો સમાવેશ થાય છે.

ધોનીના રોકાણ પોર્ટફોલિયોમાં નીચેની કંપનીઓ સામેલ છે:

આ રોકાણો સ્પષ્ટપણે દર્શાવે છે કે ધોનીએ વિવિધ ક્ષેત્રોમાં પોતાના વ્યાપારી હિતોનું વિસ્તરણ કર્યું છે, જેનાથી આવકના સોર્સ તરીકે ક્રિકેટ પર તેની નિર્ભરતા પણ ઘટી છે. મહેન્દ્ર સિંહ ધોનીની આર્થિક સફળતાનું એક નોંધપાત્ર પાસું એ છે કે તેની કમાણી હવે માત્ર ક્રિકેટના મેદાન પૂરતી સીમિત નથી.

અહેવાલો અનુસાર, ક્રિકેટમાંથી નિવૃત્ત થયા પછી પણ ધોનીની વાર્ષિક કમાણી લગભગ 50થી 60 કરોડ રૂપિયા સુધી પહોંચી જાય છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

ZEENEWS TRENDING STORIES