SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

IPL 2027 પહેલા CSKનો મોટો નિર્ણય, વધુ એક ધુરંધર ટીમમાંથી બહાર, હવે કોની થશે એન્ટ્રી?

Chennai Super Kinges : હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગના નેતૃત્વ હેઠળની કોચિંગ ટીમમાં માઈક હસીને એક મહત્વપૂર્ણ આધારસ્તંભ માનવામાં આવતો હતો. જોકે, ફ્લેમિંગના ગયા બાદ આ દિગ્ગજે પણ નોકરી ગુમાવી છે. આગામી IPL સિઝનમાં ચેન્નાઈની ટીમ એકદમ અલગ અને નવા અંદાજમાં જોવા મળશે.

Written By Dilip Chaudhary
Published: Oct 10, 2026, 08:43 PM IST | Updated: Oct 10, 2026, 08:45 PM IST
Join

Chennai Super Kinges : IPL 2027 પહેલાં પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ ફ્રેન્ચાઈઝીમાં મોટા ફેરફારોનો દોર ચાલુ છે. સ્ટીફન ફ્લેમિંગ અને એરિક સિમન્સ બાદ CSKએ હવે તેના લાંબા સમયથી બેટિંગ કોચ રહેલા માઈકલ હસી સાથે પણ છેડો ફાડ્યો છે.

બીજી T20માં હાર બાદ આ 2 ખેલાડીઓ થશે બહાર! શ્રેયસ અને ગંભીર લેશે આ મોટો નિર્ણય?

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ડાબોડી બેટ્સમેન માઈકલ હસીનો ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે લાંબો નાતો રહ્યો છે. હસી અગાઉ ખેલાડી તરીકે CSK માટે ઘણી યાદગાર ઇનિંગ્સ રમી ચૂક્યો છે અને ટીમને જીત અપાવવામાં મદદ કરી છે.

2018માં બેટિંગ કોચ તરીરે જોડાયો હતો હસી

ત્યારબાદ તે 2018માં બેટિંગ કોચ તરીકે ફ્રેન્ચાઈઝી સાથે જોડાયો હતો અને ત્યારથી આ ભૂમિકા નિભાવી રહ્યા હતા. શનિવારે, કોચિંગ સ્ટાફમાં ફેરફાર કરવાની યોજનાના ભાગરૂપે, ફ્રેન્ચાઈઝીએ હસી સાથે અલગ થવાનો મોટો નિર્ણય લીધો. ત્યારે હવે મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે, ચેન્નાઈનો નવો બેટિંગ કોચ કોણ હશે?

ફિલ્ડિંગ કોચનું ભવિષ્ય પણ અનિશ્ચિત

ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ હાલમાં સંપૂર્ણપણે નવા રંગરૂપની તૈયારી કરી રહી છે. ફ્રેન્ચાઈઝીએ આ વર્ષે તેના સપોર્ટ સ્ટાફમાં ઘણા મોટા ફેરફારો કર્યા છે. આ વર્ષની શરૂઆતમાં ફ્રેન્ચાઈઝીએ લાંબા સમયથી કોચ રહેલા સ્ટીફન ફ્લેમિંગ સાથે છેડો ફાડ્યો હતો અને હવે ટીમની કમાન ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઝહીર ખાનને સોંપવામાં આવી છે.

બોલિંગ કોચ એરિક સિમન્સને પણ બદલવામાં આવ્યા છે અને ભૂતપૂર્વ ભારતીય ઝડપી બોલર મોહિત શર્માએ આ જવાબદારી સંભાળી છે. દરમિયાન ફિલ્ડિંગ કોચ જેમ્સ ફોસ્ટરનું ભવિષ્ય અનિશ્ચિત છે.

શું હસી હવે ઈંગ્લેન્ડની ટીમ સાથે જોડાશે?

માઈકલ હસીના વિદાય પાછળ ઈંગ્લિશ કનેક્શનની પણ ચર્ચા થઈ રહી છે. ફ્લેમિંગ સાથેના તેમના સંબંધો જાણીતા છે અને એવી અટકળો છે કે હસી ટૂંક સમયમાં જ ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમ માટે બેટિંગ કોચની ભૂમિકા સંભાળી શકે છે.

હસી અગાઉ 2022ના T20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડની જીતમાં સલાહકાર તરીકે મહત્વની ભૂમિકા ભજવી ચૂક્યો છે અને હાલમાં તે ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટમાં વેલ્શ ફાયર ટીમના હેડ કોચ તરીકે સેવા આપી રહ્યો છે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES