SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

IND vs NZ 1st ODI: અર્શદીપની 4 વિકેટ અને કોહલીના 74 રન, ભારનો 5 વિકેટે વિજય

ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ વનડેમાં જીત મેળવી સિરીઝની શાનદાર શરૂઆત કરી છે. ભારત તરફથી બોલરેઆ શાનદાર પ્રદર્શન કર્યું અને કીવી ટીમને 185 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી.

Written By Gokani Dhaval
Published: Nov 04, 2026, 03:36 PM IST | Updated: Nov 04, 2026, 03:38 PM IST
Image Credit: ફોટો સાભારઃ @BCCI
Join

ટીમ ઈન્ડિયાએ બુધવારે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાયેલી પ્રથમ વનડે મેચમાં  DLS હેઠળ 5 વિકેટથી જીત મેળવી છે. ઓકલેન્ડના ઈડન પાર્કમાં રમાયેલી મેચમાં ઘણીવાર વરસાદની ખલેલ જોવા મળી હતી, જેના કારણે ચેઝમાં ટીમ ઈન્ડિયાને DLS હેઠળ રિવાઇઝ્ડ ટાર્ગેટ (32 ઓવરમાં 143 રન) આપ્યો હતો. ચેઝમાં ટીમ ઈન્ડિયા માટે વિરાટ કોહલી 51 માં 74 રન ફટકાર્યા, જેમાં 13 ચોગ્ગા અને 1 સિક્સ સામેલ રહી.

ભારતે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ 40.2 ઓવરમાં માત્ર 185 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ માટે ઓપનર ટીમ સાઇફર્ટે 3 ફોર અને 2 સિક્સની મદદથી 38 રન ફટકાર્યા હતા. આ સિવાય બ્લેયર ટિકનરે 34 રનનું મહત્વનું યોગદાન આપ્યું, જેની મદદથી ટીમ 180 રનનો આંકડો પાર કરવામાં સફળ રહી હતી. ભારત માટે અર્શદીપ સિંહે સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી.

ચેઝમાં ટીમ ઈન્ડિયાનો કમાલ

ભારતની શરૂઆત પણ ખરાબ રહી હતી. પ્રથમ ઓવરમાં રોહિત શર્મા શૂન્ય રન બનાવી આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ વિરાટ કોહલી અને શુભમન ગિલે બીજી વિકેટ માટે 113 રનની ભાગીદારી કરી હતી. ટીમને બીજો ઝટકો 114 રન પર લાગ્યો, જ્યારે ગિલ આઉટ થયો હતો. ગિલે 56 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 37 રન બનાવ્યા હતા. ત્યારબાદ કોહલી પણ આઉટ થઈ ગયો હતો. અક્ષર પટેલ પણ બે બોલમાં આઉટ થઈ ગયો હતો. ભારતે 124 રન પર ચોથી વિકેટ ગુમાવી હતી.

ભારતને 136 રન પર પાંચમો ઝટકો લાગ્યો હતો. શ્રેયસ અય્યર માત્ર 15 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ કેએલ રાહુલ (3) અને નમન ધીર (5) એ ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. ભારતે 22.5 ઓવરમાં ટાર્ગેટ હાસિલ કરી લીધો હતો.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES