SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

રિટેન્શન ડે પર સૌથી મોટી ટ્રેડ, બે વખતનો પર્પલ કેપ વિનર ગુજરાત ટાઇટન્સમાં જોડાયો

IPL 2027 Trade : 2027ની IPL સીઝન પહેલાં 2022ની IPL ચેમ્પિયન ટીમ ગુજરાત ટાઇટન્સે એક મોટી ટ્રેડ ડીલ કરી છે. ગુજરાતે હર્ષલ પટેલને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. હર્ષલ પટેલ અડધી કિંમતમાં શુભમન ગિલની ટીમમાં જોડાશે એટલે કે તેના પગારમાં 50%નો ઘટાડો થયો છે.

Written By Dilip Chaudhary
Published: Nov 17, 2026, 14:32 IST | Updated: Nov 17, 2026, 14:48 IST
Join

IPL 2027 Trade : IPL 2027 મિની ઓક્શન પહેલાં રિટેન્શન ડે પર એક મોટી ટ્રેડ ડીલ થઈ છે. 17 નવેમ્બરે ગુજરાત ટાઈટન્સે અનુભવી ફાસ્ટ બોલર હર્ષલ પટેલને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. હર્ષલને લઈને ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે થોડા સમયથી વાતચીત ચાલી રહી હતી અને IPL દ્વારા રિટેન્શન ડે પર આ ટ્રેડની પુષ્ટિ કરવામાં આવી. ગુજરાતમાં જોડાવા માટે આ ફાસ્ટ બોલર પોતાનો પગાર પણ અડધો કરવા માટે સંમત થયો છે.

13 સિક્સ, 8 ફોર અને 48 બોલમાં 135 રન... આ ભારતીય બેટ્સમેને મચાવી તબાહી

IPL 2025ની ઓક્શનમાં સનરાઈઝર્સ હૈદરાબાદે હર્ષલને ₹8 કરોડની મોટી રકમમાં ખરીદ્યો હતો. હવે તે ₹4 કરોડમાં ગુજરાત ટાઈટન્સ સાથે જોડાયો છે. હર્ષલ IPLના ઈતિહાસના સૌથી સફળ બોલરોમાંના એક છે અને તેણે બે વખત 'પર્પલ કેપ' જીતી છે.

હર્ષલની IPL કારકિર્દી

હર્ષલને IPLના સૌથી ચતુર બોલરોમાંના એક માનવામાં આવે છે. 2012માં IPLમાં પદાર્પણ કર્યા પછી તેણે ચાર અલગ-અલગ ફ્રેન્ચાઈઝી માટે 124 મેચ રમી છે અને 151 વિકેટ ઝડપી છે. વર્ષોથી સતત સારું પ્રદર્શન કરી રહેલ હર્ષલે 2021માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને 2024માં પંજાબ કિંગ્સ માટે પોતાની ટીમનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર રહ્યો હતો.

IPL 2027 સીઝન માટે ટ્રેડ કરાયેલા ખેલાડીઓનું લિસ્ટ:

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

ZEENEWS TRENDING STORIES