SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

વૈભવ સૂર્યવંશી આઉટ થતાં પાકિસ્તાની ખેલાડીની શરમજનક હરકત, અભિશેક શર્માએ સિક્સ ફટકારી આપ્યો જડબાતોડ જવાબ

India vs Pakistan : એશિયન ગેમ્સ 2026ની રોમાંચક ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલા દરમિયાન ભારે ઉત્તેજના જોવા મળી. ભારતની ઇનિંગ્સની ત્રીજી ઓવરમાં પાકિસ્તાની બોલર સૈમ અયુબે યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશીને આઉટ કર્યા બાદ વિવાદાસ્પદ બેબી સેલિબ્રેશન કર્યું. જોકે, આ આક્રમકતા અયુબને જ ભારે પડી, અભિષેક શર્માએ આ જ ઓવરમાં સિક્સ અને 2 ફોર ફટકારી જડબાતોડ જવાબ આપ્યો.

Written By Dilip Chaudhary
Published: Oct 03, 2026, 10:48 AM IST | Updated: Oct 03, 2026, 10:51 AM IST
Join

India vs Pakistan : એશિયન ગેમ્સ 2026માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટની ફાઈનલ મેચ રમાઈ રહી છે. ગોલ્ડ મેડલ માટે બંને ટીમો આમને-સામને છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતની ઇનિંગ્સની શરૂઆત વૈભવ સૂર્યવંશી અને અભિષેક શર્માએ કરી હતી. જોકે, યુવા ઓપનર વૈભવ સૂર્યવંશી મોટી ઇનિંગ રમી શક્યો નહોતો. તે માત્ર 9 બોલમાં 15 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. વૈભવના આઉટ થતાં જ મેદાન પર એક ક્ષણ માટે તણાવનું વાતાવરણ જોવા મળ્યું હતું.

પાકિસ્તાની ખેલાડીની શરમજનક હરકત

વૈભવને પાકિસ્તાની બોલર સૈમ અયુબે આઉટ કર્યો હતો. ત્રીજી ઓવરના પહેલા જ બોલે સૈમ અયુબે વૈભવની વિકેટ ઝડપી હતી. વિકેટ લીધા બાદ સૈમ અયુબે વિવાદિત બેબી સેલિબ્રેશન કર્યું, તેણે વૈભવ તરફ હાથથી ‘અભી બચ્ચા હૈ’ તેવો ઈશારો કર્યો. આ જોઈને ક્રિકેટ ચાહકોમાં નારાજગી જોવા મળી.

અભિશેક શર્માએ સિક્સ ફટકારી આપ્યો જવાબ

જોકે, આ હરકતનો જવાબ ભારતીય ટીમના ઓપનર અભિષેક શર્માએ બેટથી આપ્યો. સૈમ અયુબની એ જ ઓવરમાં અભિષેક શર્માએ આક્રમક બેટિંગ કરતાં એક સિક્સ અને બે ચોગ્ગા ફટકાર્યા હતા અને એક જ ઓવરમાં 15 રન આપ્યા હતા. આમ, વૈભવની વિકેટ બાદ ભારતીય બેટરે તરત જ પાકિસ્તાની બોલિંગ પર પ્રહાર કરીને મેચમાં રોમાંચ વધારી દીધો હતો.

 

 

ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ ફાઈનલને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ છે. ભારત અગાઉ 2023ના એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી ચૂક્યું છે અને આ વખતે પણ ટાઈટલ જાળવી રાખવા મેદાનમાં ઉતર્યું છે. બીજી તરફ પાકિસ્તાનની ટીમ એશિયન ગેમ્સમાં પોતાનો પ્રથમ ક્રિકેટ ગોલ્ડ મેડલ જીતવાના ઇરાદા સાથે મેદાનમાં છે.

ફાઈનલમાં ભારતની નજર મજબૂત સ્કોર ઉભો કરીને પાકિસ્તાન પર દબાણ બનાવવાની રહેશે, જ્યારે પાકિસ્તાન ભારતીય બેટિંગને રોકીને ગોલ્ડ મેડલની દિશામાં આગળ વધવા પ્રયાસ કરશે. મેચ આગળ વધતાં બંને ટીમો વચ્ચેનો મુકાબલો વધુ રોમાંચક બનવાની શક્યતા છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES