ભારતીય ODI ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર આવું બન્યું, શરમજનક રેકોર્ડ્સે આબરૂના લીરેલીરા કર્યા!
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વનડે સિરીઝની ચોથી મેચમાં મેજબાન ટીમે એકતરફી અંદાજમાં 244 રનથી શાનદાર જીત મેળવી છે. શુક્રવારે માઉન્ટ માઉંગાનુઈના બે ઓવલમાં રમાયેલી મેચમાં 334 રનનો લક્ષ્યાંક મૂક્યો જેને ચેઝ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાનો ટોપ ઓર્ડર એક ઝટકે ધ્વસ્ત થઈ ગયો અને ટીમ માત્ર 89 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. સિરીઝમાં ન્યૂઝીલેન્ડે શાનદાર રીતે વાપસી કરી છે. આ મેચમાં ભારતના નામે એક શરમજનક રેકોર્ડ બન્યો.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે માઉન્ટ માઉંગાનુઈમાં રમાયેલી ચોથી વનડે મેચમાં પહેલા બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે ભારત સામે 334 રનનો ટાર્ગેટ મૂક્યો હતો. ભારતીય ટીમમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, ઈશાન કિશન જેવા શાનદાર ખેલાડીઓ હતા ત્યારે એક સમયે એવું લાગતું હતું કે આ ટાર્ગેટ ચેઝ કરવામાં ટીમ ઈન્ડિયાને કોઈ મુશ્કેલી પડશે નહીં. પરંતુ તેનાથી સાવ ઉલટુ જોવા મળ્યું અને ભારતે બીજો સૌથી લોએસ્ટ સ્કોર નોંધાવી દીધો અને એક અત્યંત શરમજનક રેકોર્ડ પણ બનાવ્યો.
મેટ હેનરીએ આપ્યો મોટો ઘા
ન્યૂઝીલેન્ડના મેટ હેનરીએ એક અલગ જ કહાની લખી નાખી અને ટીમ ઈન્ડિયાને ન ભૂલાય તેવો ઘા આપી દીધો. ન્યૂઝીલેન્ડે આપેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા રોહિત શર્મા અને રુતુરાજ ગાયકવાડની ઓપનિંગ જોડીને હેનરીએ એક જ બોલ ક્રીઝ પર ટકવા દીધા. ઈનિંગના પહેલા બોલ પર હેનરીએ રોહિત શર્માને ગોલ્ડન ડક પર આઉટ કર્યોય ત્યારબાદ નંબર 3 પર ઉતરેલા વિરાટ કોહલીએ 3 બોલ તો સંભાળીને રમ્યા પરંતુ ચોથા બોલ પર તે પણ હેનરીના અંદર આવેલા બોલને સમજી શક્યો નહીં અને બોલ થોડો નીચે પણ રહી ગયો હતો અને વિરાટ વિકેટ ગુમાવી બેઠો. નંબર 4 પર ઉતરેલો કેપ્ટન શ્રેયસ ઐય્યર પણ બીજા જ બોલે એલબીડબલ્યુ થઈ ગયો. ઓન ફીલ્ડ એમ્પાયરે ઐય્યરને આઉટ નહતો આપ્યો પરંતુ ન્યૂઝીલેન્ડે DRSનો ઉપયોગ કરીને એમ્પાયરના નિર્ણયને પલટાવી દીધો. આમ પહેલી જ ઓવરમાં 3 વિકેટ ગુમાવ્યા બાદ ભારતના નામે એક શરમજનક રેકોર્ડ બની ગયો છે.
કોની નજર લાગી ટીમ ઈન્ડિયાને? 334 રનના ટાર્ગેટ સામે માત્ર 89 રનમાં ઓલઆઉટ, ન્યૂઝીલેન્ડે 244 રને આપી ધોબીપછાડ
ભારતીય ODI ક્રિકેટ ઈતિહાસમાં પહેલીવાર બન્યું
ભારતીય વનડે ક્રિકેટના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું કે જ્યારે ટીમ ઈન્ડિયાએ બોર્ડ પર એક પણ રન વગર પહેલી જ ઓવરમાં ઉપરાછાપરી 3 વિકેટ ગુમાવી દીધી. પાકિસ્તાન સાથે આવું બેવાર જ્યારે બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા સાથે આવું 1-1 વખત બની ચૂક્યું છે. વનડે ક્રિકેટના ઈતિહાસમાં આવી માત્ર 5 ઘટના જોવા મળી છે.
ODIમાં કોઈ પણ રન કર્યા વગર 3 વિકેટ ગુમાવનારી ટીમો
- PAK Vs NZ એજબેસ્ટન, CWC, 1983
- PAK Vs SA, લાહૌર, 1997
- BAN Vs SL, પીટરમૈરિટ્ઝબર્ગ CWC 2003
- AUS Vs BAN, મીરપુર, 2026
- IND Vs NZ, માઉન્ટ માઉંગાનુઈ 2026
- શ્રેયસ ઐય્યરના નામે શરમજનક રેકોર્ડ
શુભમન ગિલની ગેરહાજરીમાં પહેલીવાર વનડે ટીમની કેપ્ટનશીપ કરનારા શ્રેયસ ઐય્યરના નામે પણ શરમજનક રેકોર્ડ બન્યો છે. તે વનડેમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરનારો 29મો કેપ્ટન છે પરંતુ તેના પહેલા કોઈ પણ કેપ્ટન ડેબ્યુ મેચમાં 0 પર આઉટ થયો નથી. શ્રેયસ ઐય્યર કેપ્ટનશીપના ડેબ્યુ મેચમાં 0 પર આઉટ થનારો પહેલો ભારતીય બન્યો છે. આ ગોલ્ડન ડક હતું.
IPL 2027 માં રમતા જોવા મળશે બાંગ્લાદેશી ક્રિકેટરો, 7 ખેલાડીઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન
રોહિત શર્મા પહેલીવાર ગોલ્ડન ડક પર આઉટ
રોહિત શર્મા ઓપનર વનડે ક્રિકેટમાં પહેલીવાર ગોલ્ડન ડક પર આઉટ થયો છે. આ અગાઉ ક્યારેય તેની કરિયરમાં આવું થયું નથી . જ્યારે આ સિરીઝમાં તેનું આ 3 ઈનિંગમાં બીજુ ડક છે. સૌરવ ગાંગુલી અને વીરેન્દ્ર સહેવાગ ઈનિંગના પહેલા બોલે 3-3 વાર આઉટ થઈ ચૂક્યા છે.
1983 વર્લ્ડ કપ બાદ પહેલીવાર બન્યું
આવું બીજીવાર બન્યું છે કે જ્યારે ભારતે ઓડીઆઈમાં પોતાના ચાર વિકેટ 10 રનથી ઓછામાં ગુમાવ્યા. 1983ના મશહૂર વર્લ્ડ કપ મેચમાં આ જ રીતે ભારતની ઝિમ્બાબ્વે સામે 9 રનમાં 4 વિકેટ પડી હતી.