SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Asian Games 2026: જો વરસાદને કારણે રદ્દ થઈ ભારત-પાકિસ્તાન ફાઈનલ, તો કોને મળશે ગોલ્ડ મેડલ?

એશિયન ગેમ્સ 2026મા ગોલ્ડ મેડલ મેચમાં શનિવાર, 3 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાનની ટક્કર થવાની છે, પરંતુ આ મેચમાં વરસાદનો ખતરો મંડાયેલો છે. જો વરસાદને કારણે મેચ રદ્દ થાય તો ગોલ્ડ મેડલ કોને મળશે? જાણો શું છે નિયમ

Written By Gokani Dhaval
Published: Oct 02, 2026, 02:25 PM IST | Updated: Oct 02, 2026, 02:26 PM IST
Join

ભારત અને પાકિસ્તાનની ટીમો એશિયન ગેમ્સ-2026મા ગોલ્ડ મેડલ મેચમાં ટકરાવાની છે, પરંતુ ફાઈનલ પહેલા વરસાદે મુશ્કેલી વધારી છે. તેવામાં જો વરસાદને કારણે મેચ શરૂ ન થઈ શકે કે પરિણામ વગર રદ્દ થાય તો સવાલ ઉઠે છે કે આખરે ગોલ્ડ મેડલ કોના ખાતામાં જશે.

એશિયન ગેમ્સ 2026ના નિયમો પ્રમાણે જો પુરૂષ ક્રિકેટની ફાઈનલ સંપૂર્ણ રીતે રદ્દ થઆય છે અને મેચનું કોઈ પરિણામ આવતું નથી તો ભારત અને પાકિસ્તાન બંને ટીમને ગોલ્ડ મેડલ આપવામાં આવશે. એટલે કે આવી સ્થિતિમાં કોઈ એક ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે નહીં.

203મા ભારતને મળ્યો હતો ગોલ્ડ મેડલ
આ નિયમ 2023ની એશિયન ગેમ્સથી અલગ છે. હોંગઝોઉમાં ભારત અને અફઘાનિસ્તાન પુરૂષ ક્રિકેટની ફાઈનલ વરસાદને કારણે પૂર્ણ થઈ શકી નહોતી. તે સમયે T20I રેન્કિંગમાં આગળ હોવાને કારણે ભારતને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ ICC World Cup 2027 Schedule: ભારતના ગ્રુપમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન

આ વખતે તેમ બદલાયો નિયમ
2026 ની એશિયન ગેમ્સ ફાઈનલ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. તેથી જો મેચના દિવસે વરસાદને કારણે મેચ નહીં રમાઈ તો બંને ફાઈનલિસ્ટ ટીમોને ગોલ્ડ મેડલ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આયોજન સમિતિએ તેની પુષ્ટિ કરી છે.

ભારતે સેમીફાઈનલમાં શ્રીલંકાને 124 રને હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 169-/ રન બનાવ્યા. ઈશાન કિશને અણનમ 80 રન ફટકાર્યા હતા. ત્યારબાદ ભારતે શ્રીલંકાને 45 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ અને અભિષેક શર્માએ 2-2 વિકેટ લીધી હતી.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES