• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /સ્પોર્ટ્સ
  • /IND vs WI 2nd ODI: 55 વર્ષના ODI ઇતિહાસમાં પહેલીવાર! ભારત-વેસ્ટ ઈન્ડિઝ મેચમાં બન્યો અદ્ભુત વર્લ્ડ રેકોર્ડ

IND vs WI 2nd ODI: 55 વર્ષના ODI ઇતિહાસમાં પહેલીવાર! ભારત-વેસ્ટ ઈન્ડિઝ મેચમાં બન્યો અદ્ભુત વર્લ્ડ રેકોર્ડ

IND vs WI 2nd ODI: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વનડે સિરીઝની બીજી મેચ રેકોર્ડથી ભરાયેલી રહી. આ મુકાબલામાં બે ટીમોએ મળીને 800થી વધુ રન બનાવ્યા, જેમાં 5 સદી પણ સામેલ રહી.

Reported ByGokani Dhaval
Published: Oct 01, 2026, 11:31 AM IST|Updated: Oct 01, 2026, 11:32 AM IST
joinshare
IND vs WI 2nd ODI: 55 વર્ષના ODI ઇતિહાસમાં પહેલીવાર! ભારત-વેસ્ટ ઈન્ડિઝ મેચમાં બન્યો અદ્ભુત વર્લ્ડ રેકોર્ડ

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

2

IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

3

જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

4

તેને ચાકુથી મારા પર અનેક વાર કર્યા.... સામે આવ્યો ગંભીર રીતે ઘાયલ થયેલા કેપ્ટન સ્મિતનો પહેલો વીડિયો

5

Maruti ની આ કાર ખરીદવા લોકોની પડાપડી! 30 દિવસમાં 2.36 લાખ ગાડીઓ વેચાઈ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

IND vs WI, Most centuries scored in a match in ODI: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલો બીજો વનડે મુકાબલો ક્રિકેટ ઈતિહાસના પાનામાં અમર થઈ ગયો છે. વર્ષ 1971થી શરૂ થયેલા વનડે ક્રિકેટના 55 વર્ષમાં અત્યાર સુધી કુલ 5023 મેચ રમાઈ છે, પરંતુ જે કારનામુ ગુવાહાટીની સપાટ પિચ પર જોવા મળ્યું, તે આ પહેલાં ક્યારેય બન્યું છે. આ વનડે ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ એવો મુકાબલો બની ગયો છે, જેમાં બંને ટીમ તરફથી મળી કુલ 5 સદી લાગી હતી.

ગુવાહાટીના મેદાનમાં સદીનો વરસાદ
મેચની બંને ઈનિંગમાં બેટરોનું રાજ જોવા મળ્યું હતું. પ્રથમ ઈનિંગમાં વેસ્ટ ઈન્ડિઝ તરફથી ત્રણ સદી જોવા મળી હતી. ઓપનર જોન કેમ્પબેલે 101 રનની ઈનિંગ રમી હતી, તો કેપ્ટન શાઈ હોપે 104 રન બનાવ્યા અને યુવા બેટર આમિર જાંગૂએ 114 રન ફટકાર્યા હતા. જેના દમ પર વેસ્ટ ઈન્ડિઝે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 405 રન ફટકાર્યા હતા.

406 રનના વિશાળ લક્ષ્યના જવાબમાં ભારત તરફથી બે સદી જોવા મળી હતી. રોહિત શર્માએ 101 રન બનાવ્યા હતા. તો કેપ્ટન શુભમન ગિલે 113 બોલમાં અણનમ 223 રનની ઐતિહાસિક ઈનિંગ રમી હતી. આ મુકાબલામાં કુલ પાંચ બેટરોએ 100થી વધુ રન બનાવ્યા, જે વનડે ક્રિકેટના ઈતિહાસમાં ક્યારેય જોવા મળ્યું નથી. તો ભારતે ટાર્ગેટ માત્ર બે વિકેટ ગુમાવી હાસિલ કર્યો હતો, જે વનડે ક્રિકેટના ઈતિહાસમાં બીજો સૌથી મોટો સફળ રનચેઝ છે.

આ પણ વાંચોઃ ભારતની ઐતિહાસિક જીત છતાં ગૌતમ ગંભીર નાખુશ: 811 રનની મેચ બાદ આપ્યું મોટું નિવેદન

3 વખત એક વનડે મેચમાં લાગી 4 સદી
આ પહેલા વનડે ક્રિકેટમાં એક મેચમાં સૌથી વધુ 4 સદી બનાવવાનો રેકોર્ડ હતો. પરંતુ હવે આ રેકોર્ડ તૂટી ગયો છે.

1998 (લાહોર) – પાકિસ્તાન વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાઃ આમિર સોહેલ અને મોહમ્મદ યૂસુફ (પાકિસ્તાન) / એડમ ગિલક્રિસ્ટ અને રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા)

2013 નાગપુરઃ ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાઃ શેન વોટસન અને જોર્જ બેલી (ઓસ્ટ્રેલિયા)/  શિખર ધવન અને વિરાટ કોહલી (ભારત).

2023 હૈદરાબાદઃ પાકિસ્તાન વિરુદ્ધ શ્રીલંકાઃ કુસલ મેન્ડિસ અને સદીરા સમરવિક્રમા (શ્રીલંકા)/ અબ્દુલ્લા શફીક અને મોહમ્મદ રિઝવાન (પાકિસ્તાન).

 

Add Zee News as a Preferred Source
TAGS:
Sports News