SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ચોથી T20માં વેસ્ટ ઈન્ડિઝે ભારતને 24 રને હરાવ્યું, સિરીઝ 2-2થી બરાબર, હવે બેંગલુરુમાં નિર્ણાયક મુકાબલો

IND vs WI 4th T20 : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ચોથી T20 મેચ આજે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો છે, આ સાથે 5 મેચોની સિરીઝ 2-2ની બરાબરી પર આવી ગઈ છે, હવે છેલ્લી મેચ નિર્ણાયક બનશે.

Written By Dilip Chaudhary
Published: Oct 14, 2026, 11:01 PM IST | Updated: Oct 14, 2026, 11:19 PM IST
Join

IND vs WI 4th T20 : IND vs WI 4th T20 : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી ચોથી T20 મેચમાં ભારતને 24 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. ભારતની ઇનિંગ્સના બે બોલ બાકી હતા ત્યારે કીમો પોલના બોલથી અર્શદીપ સિંહના ખભા પર ઈજા થઈ હતી અને ભારતની હાર નિશ્ચિત હોવાથી તેણે અમ્પાયરો સાથે ચર્ચા કર્યા બાદ રિટાયર્ડ હર્ટનો નિર્ણય લીધો.

આ સાથે 5 મેચોની સિરીઝ 2-2ની બરાબરી પર આવી ગઈ છે, હવે છેલ્લી મેચ નિર્ણાયક બનશે. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ કેપ્ટન શાઈ હોપે મેદાન પર ધૂમ મચાવી હતી. આક્રમક બેટિંગ કરતા શાઈ હોપે માત્ર 50 બોલમાં શાનદાર સદી પૂરી કરી હતી અને 102 રનની ઇનિંગ રમી હતી.

આ મેચમાં ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝની ટીમે વિસ્ફોટક શરૂઆત કરી હતી અને માત્ર 8 ઓવરમાં 110 રનનો સ્કોર બનાવ્યો હતો. કેરેબિયન ઓપનરોએ ભારતીય બોલરોની જોરદાર ધોલાઈ કરી હતી.

યોર્કર કિંગ નટરાજનની SRHમાં વાપસી... પણ કરોડોનું નુકસાન, દિલ્હીની ટીમમાં કોની થઈ એન્ટ્રી?

કેપ્ટન શાઈ હોપની ધમાકેદાર બેટિંગ

સ્પિનર અક્ષર પટેલે જ્વેલ એન્ડ્રુને LBW આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. એન્ડ્રુ 16 બોલમાં 21 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ 9મી ઓવરમાં પ્રિન્સ યાદવે શાનદાર બોલિંગ કરતા શિમરોન હેટમાયરનો પોતાની જ બોલિંગ પર કેચ પકડીને તેમને આઉટ કર્યો હતા. હેટમાયરે માત્ર 12 બોલમાં 33 રનની તોફાની ઇનિંગ રમી હતી.

અર્શદીપ સિંહે રોવમેન પોવેલને વિકેટકીપર સંજુ સેમસન દ્વારા કેચ આઉટ કરાવીને ભારતને ત્રીજી સફળતા અપાવી હતી. પોવેલ 17 બોલમાં 24 રન બનાવીને આઉટ થયો હતો. શરૂઆતના આ ઝટકા છતાં કેપ્ટન શાઈ હોપ એક છેડે અડગ રહ્યો અને મેદાનની ચારે બાજુ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ બોલાવી.

વેસ્ટ ઈન્ડિઝે આપ્યો હતો 248 રનનો ટાર્ગેટ

આ શાનદાર બેટિંગના જોરે, વેસ્ટ ઈન્ડિઝની ટીમે 20 ઓવરમાં માત્ર 3 વિકેટ ગુમાવીને 247 રનનો વિશાળ સ્કોર ખડક્યો અને ભારતીય ટીમને જીતવા માટે એક અત્યંત મુશ્કેલ અને પહાડ જેવો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતીય ટીમ આ ટાર્ગેટ ચેઝ કરી શકી નહોતી અને હારનો સામનો કરવો પડ્યો હતો.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES