• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /સ્પોર્ટ્સ
  • /250 રનના ટારગેટને પણ બચાવવામાં ફેલ થઈ ટીમ ઈન્ડિયા, વેસ્ટ ઈન્ડિઝનો શાનદાર વિજય, હોપ અને રૂધરફોર્ડે કરી કમાલ

250 રનના ટારગેટને પણ બચાવવામાં ફેલ થઈ ટીમ ઈન્ડિયા, વેસ્ટ ઈન્ડિઝનો શાનદાર વિજય, હોપ અને રૂધરફોર્ડે કરી કમાલ

IND vs WI 2nd T20 Highlights: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ રાંચીના જેએસસીએ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ કોમ્પ્લેક્સમાં મેચ રમાણી હતી. આ મેચમાં પુષ્કળ રન બન્યા હતા, પરંતુ વેસ્ટ ઈન્ડિઝનો આખરે વિજય થયો. શાઈ હોપે અણનમ સદી ફટકારી હતી.

Written ByChudasama Krushnapalsinh
Published: Oct 09, 2026, 11:15 PM IST|Updated: Oct 09, 2026, 11:17 PM IST
joinshare
250 રનના ટારગેટને પણ બચાવવામાં ફેલ થઈ ટીમ ઈન્ડિયા, વેસ્ટ ઈન્ડિઝનો શાનદાર વિજય, હોપ અને રૂધરફોર્ડે કરી કમાલ

About the Author

    Chudasama Krushnapalsinh

    Chudasama Krushnapalsinh

    2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.
    Read More

    Trending

    • News
    • Photos
    • Videos
    250 રનના ટારગેટને પણ બચાવવામાં ફેલ થઈ ટીમ ઈન્ડિયા, વેસ્ટ ઈન્ડિઝનો શાનદાર વિજય, હોપ અને રૂધરફોર્ડે કરી કમાલ

    250 રનના ટારગેટને પણ બચાવવામાં ફેલ થઈ ટીમ ઈન્ડિયા, વેસ્ટ ઈન્ડિઝનો શાનદાર વિજય, હોપ અને રૂધરફોર્ડે કરી કમાલ

    2

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 'ચૂંટણી ચોરી'નો ઇનકાર ન કર્યો, હું હેરાન થઈ ગયો: રાહુલ ગાંધી

    3

    કાલે ડંડા લઈને પહોંચીશું..... કોકરોચના પ્રોટેસ્ટની જાહેરાત વચ્ચે હિંન્દુ રક્ષા દળનું એલાન

    4

    "દીકરી તો વ્હાલનો દરિયો હતી, પણ માતા-પિતા જ કાળ બન્યા..." પંચમહાલમાં નવજાત માસૂમની હત્યાએ હચમચાવ્યા સૌના હૈયા

    5

    નાના પાટેકરની આ 4 ફિલ્મો રહેશે યાદગાર, મોટા પડદા પર છેલ્લી વાર જોવા મળશે તેમની એક્ટિંગનો જાદુ

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    IND vs WI 2nd T20 Highlights: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની T20I શ્રેણીની બીજી મેચ શુક્રવારે (9 ઓક્ટોબર) રાંચીના JSCA ઇન્ટરનેશનલ સ્ટેડિયમ કોમ્પ્લેક્સ ખાતે રમાઈ હતી. વેસ્ટ ઈન્ડિઝે 6 વિકેટે જીત મેળવી હતી. 250 રનનો ટારગેટ આપ્યો હતો, જે તેમણે 18.3 ઓવરમાં મેળવી લીધો હતો. કેપ્ટન શાઈ હોપે 45 બોલમાં અણનમ 102 રન બનાવ્યા હતા, જેમાં 9 છગ્ગા અને 6 ચોગ્ગાનો સમાવેશ થાય છે. શેરફેન રધરફોર્ડે પણ બેટિંગમાં ધમાકેદાર ઇનિંગ રમી હતી.

    આ વેસ્ટ ઈન્ડિઝનો T20Iમાં સૌથી વધુ સફળ રન ચેઝ હતો. આ જીત સાથે, વેસ્ટ ઈન્ડિઝે પાંચ મેચની T20I શ્રેણી 1-1થી બરાબર કરી દીધી. સિરીઝની પહેલી મેચ લખનૌમાં રમાઈ હતી, જ્યાં ભારતીય ટીમે 8 વિકેટથી જીત મેળવી હતી.

    પહેલી જ ઓવરમાં ફાસ્ટ બોલર મયંક યાદવે વિકેટ લીધી

    રન ચેઝમાં વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત સારી રહી ન હતી. પહેલી જ ઓવરમાં ફાસ્ટ બોલર મયંક યાદવે કામિલ પૂરન (4 રન) અને શિમરોન હેટમાયર (0 રન)ને આઉટ કર્યા હતા. ત્યારબાદ મયંકે વિસ્ફોટક બેટિંગ કરી રહેલા રોવમેન પોવેલને આઉટ કર્યા હતા. પોવેલના આઉટ થયા સમયે વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 58/3 હતો. ત્યાંથી, શેરફેન રૂથરફોર્ડ અને કેપ્ટન શાઈ હોપે ચોથી વિકેટ માટે 54 બોલમાં 120 રનની ભાગીદારી કરીને મેચનું પલળું ફેરવી દીધું હતું.

    શેરફેન રૂથરફોર્ડે 37 બોલમાં 84 રનનું યોગદાન આપ્યું, જેમાં 7 છગ્ગા અને 7 ચોગ્ગાનો સમાવેશ થાય છે. કુલદીપ યાદવે રૂથરફોર્ડને આઉટ કરીને આ ભાગીદારી તોડી. ત્યાંથી, શાઈ હોપ અને રોમારિયો શેફર્ડ (34) એ અણનમ 74 રનની ભાગીદારી ઉમેરીને ભારતને કોઈ પણ તક આપી ન હતી.

    ભારતનું બેટિંગ પ્રદર્શન:

    ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવાનો કર્યા પછી ભારતીય ટીમે 5 વિકેટે 249 રન બનાવ્યા. અભિષેક શર્મા અને સંજુ સેમસનએ ટીમને મજબૂત શરૂઆત આપી, પ્રથમ વિકેટ માટે 42 રન ઉમેર્યા. અભિષેક (20 રન) રોસ્ટન ચેઝના હાથે કેચ થયો. અહીંથી, ઈશાન કિશન અને સંજુ સેમસનએ બીજી વિકેટ માટે 97 રન ઉમેર્યા. આ ભાગીદારી દરમિયાન, સંજુએ માત્ર 21 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. રોસ્ટન ચેઝે ઈશાનને 43 રનમાં આઉટ કર્યો હતો. ઈશાને 22 બોલની ઇનિંગમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા માર્યા હતા.

    સંજુની વિકેટ શમાર સ્પ્રિંગરે લીધી

    શિવમ દુબે (7 રન) નોંધપાત્ર અસર કરવામાં નિષ્ફળ ગયો અને રોસ્ટન ચેઝે તેને આઉટ કર્યો. ત્યારબાદ, વેસ્ટ ઈન્ડિઝને સંજુ સેમસનના રૂપમાં ચોથી વિકેટ મળી. સંજુએ 41 બોલમાં 82 રન બનાવ્યા, જેમાં નવ ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે. સંજુની વિકેટ શમાર સ્પ્રિંગરે લીધી. ત્યારબાદ, શ્રેયસ ઐયર (18 બોલમાં 40 રન) અને તિલક વર્મા (18 બોલમાં અણનમ 44) એ પાંચમી વિકેટ માટે 83 રન ઉમેરીને ભારતને મોટા સ્કોર સુધી પહોંચવામાં મદદ કરી. વેસ્ટ ઈન્ડિઝ માટે, રોસ્ટન ચેઝે ત્રણ વિકેટ અને શમાર સ્પ્રિંગરે બે વિકેટ લીધી હતી.

    ભારતીય ટીમે આ મેચ માટે તેના પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. ટીમ એ જ ઈલેવન સાથે ગઈ જેના કારણે લખનૌ મેચમાં વિજય થયો. આ દરમિયાન, વેસ્ટ ઈન્ડિઝે મેથ્યુ ફોર્ડની જગ્યાએ સ્પિનર ​​ગુડાકેશ મોતીને ટીમમાં સ્થાન આપ્યું હતું.

    Add Zee News as a Preferred Source
    TAGS:
    Cricket News