IND vs NZ: ગુરનૂર કરશે ટેસ્ટ ડેબ્યૂ, સિરાજ રહેશે બહાર? ક્રાઇસ્ટચર્ચ ટેસ્ટ માટે આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ XI
ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન ક્રાઇસ્ટચર્ચ ટેસ્ટમાં શું હશે? શું મોહમ્મદ સિરાજ રમશે? ગુરનૂર બરારને પર્દાપણની તક મળશે? કુલ મળી 3 ફેરફારની સંભાવના જોવા મળી રહી છે.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 2 ટેસ્ટની સિરીઝની અંતિમ મેચ 27 નવેમ્બરથી ક્રાઇસ્ટચર્ચના હેગલે ઓવલ મેદાન પર રમાશે. આ ટેસ્ટ મેચ માટે બે ટીમોએ કમર કસી છે, કારણ કે સવાલ આ મેચ જીતી સિરીઝ જીતવાનો છે. આ પહેલા વેલિંગટનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ ડ્રો રહી હતી. ક્રાઇસ્ટચર્ચની સ્થિતિ વેલિંગટનથી અલગ છે. હેગલે ઓવલની પિચ પર લીલું ઘાસ હોવાને કારણે અહીં ફાસ્ટ બોલરોની બોલબાલા રહી છે. તેવામાં સવાલ છે કે ટીમ ઈન્ડિયા ક્યા કોમ્બિનેશનની સાથે ઉતરશે? બીજી ટેસ્ટમાં તેની પ્લેઈંગ ઈલેવન શું હશે?
ગુરનૂર બરાડ રમી શકે છે બીજી ટેસ્ટ
ક્રાઇસ્ટચર્ચ ટેસ્ટના એક દિવસ પહેલા ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચએ પ્રેસ કોન્ફરન્સમાં ફાસ્ટ બોલર ગુરનૂરને લઈને જે કહ્યુ, તેનાથી લાગે છે કે તે પર્દાપણ કરી શકે છે. ગુરનૂરે અત્યાર સુધી માત્ર વનડે ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. પરંતુ લાગે છે કે ક્રાઇસ્ટચર્ચમાં તેનું ટેસ્ટ રમવાનું સપનું પૂર્ણ થઈ શકે છે. ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ મોર્ને મોર્કલે કહ્યુ કે જ્યારથી ગુરનૂર ભારતીય ટીમમાં સામેલ થયો છે, તેની ગતિ અને ઉછાળને લઈને ખુબ ઉત્સાહ છે. મને લાગે છે કે ક્રાઇસ્ટચર્ચની પરિસ્થિતિ તેના માટે સટીક સાબિત થશે. તે દરવાજો ખખડાવી રહ્યો છે અને તક ઝડપવા તૈયાર છે.
સિરાજનું રમવાનું નક્કી નથી
મોર્કલે સિરાજની પણ પ્રશંસા કરી. તેણે તેને વર્લ્ડ ક્લાસ બોલર પણ ગણાવ્યો. પરંતુ જે એનર્જી ગુરનૂરને લઈને તેના નિવેદનમાં લાગી તે સિરાજ વિશે બોલતા ન જોવા મળી. મોર્કલે કહ્યુ કે પસંદગીનો નિર્ણય ઘણીવાર મુશ્કેલ હોય છે અને ખેલાડીએ તેના માટે ખુદ જવાબદારી લેવાની હોય છે. સિરાજ વેલિંગટન ટેસ્ટમાં પણ ભારતીય ટીમમાં સામેલ નહોતો.
બીજી ટેસ્ટમાં ટીમમાં 3 ફેરફાર સંભવ
સ્પષ્ટ છે કે ક્રાઇસ્ટચર્ચમાં સિરાજના રમવા પર સસ્પેન્સની સ્થિતિ બનેલી છે. તો ગુરનૂર બરાડના રમવાની સંભાવના મજબૂત જોવા મળી રહી છે. ટીમમાં વધુ એક ફેરફાર સ્પિનર તરીકે જોવા મળી શકે છે, જ્યાં રવીન્દ્ર જાડેજા સુંદરની જગ્યાએ રમી શકે છે. કુલ મળી વેલિંગટનના મુકાબલે ક્રાઇસ્ટચર્ચમાં ઉતરનારી ભારતીય ટીમની પ્લેઇંગ ઈલેવનમાં ત્રણ ફેરફાર જોવા મળી શકે છે.
ક્રાઇસ્ટચર્ચ ટેસ્ટમાં ભારતની સંભવિત XI
શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જાયસવાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિક્કલ, ઋષભ પંત, ધ્રુવ જુરેલ, રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, અંશુલ કમ્બોજ, પ્રસિદ્ધ કૃષ્ણા/મોહમ્મદ સિરાજ, આકાશ દીપ/ગુરનૂર બરાડ.