SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

મોહમ્મદ શમીએ ટેસ્ટ ક્રિકેટમાંથી અચાનક લીધી નિવૃત્તિ, શેર કર્યો ભાવુક વીડિયો

Mohammed Shami : ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. એક ભાવુક વીડિયોમાં તેણે જાહેરાત કરી કે તે સફેદ જર્સીને અલવિદા કહી રહ્યો છે. શમીએ ભારત માટે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ 2023માં રમી હતી. હાલમાં તેઓવન-ડે અને T20 આંતરરાષ્ટ્રીય ટીમોમાંથી પણ બહાર છે.

Written By Dilip Chaudhary
Published: Nov 07, 2026, 08:28 AM IST | Updated: Nov 07, 2026, 08:31 AM IST
Join

Mohammed Shami : ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. તેણે સોશિયલ મીડિયા પર એક ભાવુક વીડિયો શેર કરીને આ નિર્ણયની જાહેરાત કરી. પોતાના X એકાઉન્ટ દ્વારા શમીએ ચાહકોને દિવાળીની શુભેચ્છા પાઠવવાની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત પણ કરી.

ક્રિકેટ જગતના મોટા સમાચાર: યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને સોંપાઈ બિહારની કેપ્ટનશિપ, શરૂઆતી બે મેચમાં કરશે ટીમનું નેતૃત્વ

મોહમ્મદ શમીએ લખ્યું, "હું સફેદ જર્સીને અલવિદા કહી રહ્યો છું, પરંતુ તેની સાથે જોડાયેલી યાદોને ક્યારેય નહીં. જ્યારે મેં પહેલીવાર ભારતની ટેસ્ટ જર્સી પહેરી હતી, ત્યારે મારું એક જ સપનું હતું મારા દેશ માટે કંઈક મહત્વપૂર્ણ કરી બતાવવું. ત્યારથી, દરેક વિકેટ, દરેક સંઘર્ષ, દરેક ઈજા અને દરેક વાપસીએ મને કંઈક મૂલ્યવાન શીખવ્યું છે. મારા માટે, ટેસ્ટ ક્રિકેટ માત્ર એક ફોર્મેટ નથી, તે મારા જીવનનો અત્યંત ખાસ હિસ્સો રહ્યો છે. આજે, ભારે હૃદય અને સુંદર યાદોના સંગ્રહ સાથે, મેં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્ત થવાનો નિર્ણય લીધો છે."

શમીએ શેર કર્યો ભાવુક વીડિયો

મોહમ્મદ શમીએ વધુમાં લખ્યું, "મારા તમામ સાથી ખેલાડીઓ, કોચ, મારા પરિવાર અને લાખો ભારતીયોનો હૃદયપૂર્વક આભાર, જેઓ આ સમગ્ર સફરમાં સારા અને મુશ્કેલ બંને સમયમાં મારી સાથે ઊભા રહ્યા. હું BCCI અને ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB)નો પણ આભારી છું, જેમણે મારી પ્રતિભા પર વિશ્વાસ મૂક્યો, મને આગળ વધવાની તકો આપી અને મારી ક્રિકેટ સફરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. તમારું સમર્થન અને વિશ્વાસ મારા માટે હંમેશા ખાસ રહેશે. ભલે મેં ટેસ્ટ ક્રિકેટમાં મારો છેલ્લો બોલ ફેંકી દીધો હોય, પરંતુ ભારત માટે રમ્યા હોવાનો ગર્વ હંમેશા મારા હૃદયમાં જીવંત રહેશે. આભાર, ટેસ્ટ ક્રિકેટ."

મોહમ્મદ શમીની ટેસ્ટ કારકિર્દી

મોહમ્મદ શમીએ 2013માં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. આ એ જ શ્રેણી હતી જેમાં દિગ્ગજ સચિન તેંડુલકરે તેની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. શમીએ ભારત માટે 64 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 122 ઇનિંગ્સમાં 27.71ની સરેરાશથી 229 વિકેટ ઝડપી છે. એક ઇનિંગમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 57 રન આપીને 7 વિકેટ લેવાનું રહ્યું હતું. આ સ્ટાર બોલરે છેલ્લી ટેસ્ટ મેચ 2023માં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. જે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ હતી. ટીમ ઈન્ડિયા તે મેચ હારી ગઈ હતી, અને ત્યારથી શમીને ટેસ્ટ ફોર્મેટમાં ફરી તક મળી નથી.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES