SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

IND vs NZ : 74મી ઓવરમાં એવું તો શું થયું કે ગિલ અને પંત પડિક્કલ પર થયા ગુસ્સે! વીડિયો વાયરલ

IND vs NZ 1st Test: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ વેલિંગ્ટનમાં રમાઈ રહી છે. પ્રથમ દિવસના અંતે ન્યુઝીલેન્ડ મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું છે. મેચ દરમિયાન દેવદત્ત પડિક્કલે એક સરળ કેચ છોડ્યો હતો, જે બાદ ગિલ અને પંત નારાજ જોવા મળ્યા હતા.

Written By Dilip Chaudhary
Published: Nov 19, 2026, 15:17 IST | Updated: Nov 19, 2026, 15:20 IST
Join

IND vs NZ 1st Test: વેલિંગ્ટનમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થઈ ગઈ છે. મેચના પ્રથમ દિવસે ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ દિવસના અંત સુધીમાં ન્યુઝીલેન્ડે મેચમાં પકડ મજબૂત કરી લીધી હતી. હેનરી નિકોલ્સ 113 રન અને ગ્લેન ફિલિપ્સ 93 રન બનાવીને રમી રહ્યા હતા. જેમાં નિકોલ્સ આઉટ થઈ ગયો હોત, પરંતુ દેવદત્ત પડિક્કલે એક સરળ કેચ છોડ્યો, આ ભૂલને કારણે કેપ્ટન શુભમન ગિલ અને રિષભ પંત સ્પષ્ટપણે નિરાશ અને નારાજ દેખાતા હતા.

એક જ ઇનિંગમાં 8 શિકાર અને સદી... ટેસ્ટના ઇતિહાસમાં પહેલીવાર બન્યો આવો રેકોર્ડ, આ ક્રિકેટરે રચ્યો ઇતિહાસ

દેવદત્ત પડિક્કલની ભૂલ

દિવસની રમત પૂરી થાય તે પહેલાં ભારત પાસે હેનરી નિકોલ્સને આઉટ કરવાની તક હતી, પરંતુ દેવદત્ત પડિક્કલની એક ભૂલને કારણે આ તક હાથમાંથી જતી રહી. મેચની 74મી ઓવરમાં જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણા બોલિંગ કરી રહ્યો હતો, ત્યારે નિકોલ્સે 'પુલ શોટ' રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે યોગ્ય રીતે રમી શક્યો નહીં. બોલ બેટની એજ લઈને સ્ક્વેર લેગ પર ફિલ્ડિંગ કરી રહેલા દેવદત્ત પડિક્કલ તરફ ગયો. શરૂઆતમાં એવું લાગ્યું કે વિકેટ મળવી નિશ્ચિત છે, કારણ કે રિષભ પંત પણ બોલ તરફ દોડી રહ્યો હતો. પડિક્કલને થયું કે પંત કેચ પકડી લેશે, તેથી અટકી ગયો.

 

 

બીજી તરફ પંતને હતું કે પડિક્કલ કેચ કરી લેશે. આ ગેરસમજને કારણે એક સરળ કેચ પડિક્કલના હાથમાંથી છટકી ગયો. આ ઘટના બાદ પડિક્કલ અને પંતે એકબીજા સામે જોયું. પંત સ્પષ્ટપણે નારાજ હતો. કેપ્ટન શુભમન ગિલે ભલે કંઈ કહ્યું નહીં, પરંતુ તેના ચહેરાના હાવભાવ પરથી નિરાશા સ્પષ્ટ દેખાતી હતી. તો પ્રસિદ્ધ કૃષ્ણાને તો વિશ્વાસ જ નહોતો આવતો કે આટલો સરળ કેચ કેવી રીતે છૂટી ગયો.

ન્યુઝીલેન્ડ મજબૂત સ્થિતિમાં

કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે શરૂઆતમાં યોગ્ય સાબિત થયો. બુમરાહે પ્રથમ ઓવરમાં જ ન્યુઝીલેન્ડને મોટો ઝટકો આપ્યો, કેપ્ટન લેથમ ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો. ત્યારબાદ ન્યુઝીલેન્ડે નિયમિત અંતરાલે વિકેટ ગુમાવવાનું ચાલુ રાખ્યું. એક તબક્કે ટીમે માત્ર 70 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.

તે પછી હેનરી નિકોલ્સ અને ગ્લેન ફિલિપ્સે બાજી સંભાળી લીધી અને 173 રનની ભાગીદારી નોંધાવી. દિવસના અંત સુધીમાં, ન્યૂઝીલેન્ડે 82 ઓવરમાં 5 વિકેટે 243 રન બનાવી લીધા હતા. હવે ભારતીય ટીમ બીજા દિવસે વળતો પ્રહાર કરવાના પ્રયાસમાં રહેશે. જો આ બંને બેટ્સમેનોને વહેલી તકે આઉટ નહીં કરે, તો ભારત મેચમાં ઘણું પાછળ રહી શકે છે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

ZEENEWS TRENDING STORIES