યુવરાજ સિંહ બાદ વધુ એક દિગ્ગજની IPLમાં એન્ટ્રી, દિલ્હી કેપિટલ્સની બદલાઈ જશે કિસ્મત!
Chaminda Vaas DC Bowling Coach : યુવરાજ સિંહ બાદ વધુ એક દિગ્ગજની IPLમાં એન્ટ્રી થઈ છે. શ્રીલંકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ચામિન્ડા વાસને IPL 2027 માટે દિલ્હી કેપિટલ્સે બોલિંગ કોચ બનાવ્યા છે. દિલ્હી ફ્રેન્ચાઈઝીએ શનિવારે સવારે 'X' પર આ અંગે જાહેરાત કરી હતી.
Chaminda Vaas DC Bowling Coach : આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 761 વિકેટ ઝડપનાર, શ્રીલંકાના સૌથી સફળ બોલરોમાંના એક ચામિંડા વાસ હવે દિલ્હી કેપિટલ્સના સપોર્ટ સ્ટાફમાં જોડાયા છે, જે હેડ કોચ સૌરવ ગાંગુલીના નેતૃત્વ હેઠળ કામ કરશે. દિલ્હી કેપિટલ્સે શ્રીલંકાના આ પૂર્વ બોલરને તેના ફાસ્ટ-બોલિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે.
શ્રીલંકાના દિગ્ગજ ફાસ્ટ બોલર ચામિંડા વાસ IPLમાં પોતાની કોચિંગ કારકિર્દીની શરૂઆત કરવા જઈ રહ્યા છે. ફ્રેન્ચાઈઝીનો ઉદ્દેશ્ય તેના કોચિંગ સ્ટાફને મજબૂત કરવાનો અને આગામી IPL સીઝન માટે વધુ શક્તિશાળી ટીમ તૈયાર કરવાનો છે.
ભુવનેશ્વર કુમારની ટીમ ઈન્ડિયામાં ડાયરેક્ટ એન્ટ્રી, ન્યુઝીલેન્ડ જતા પહેલા જ મળ્યો મોકો
યુવરાજ સિંહ બાદ વધુ એક દિગ્ગજની દિલ્હી કેપિટલ્સમાં એન્ટ્રી
આ અઠવાડિયાની શરૂઆતમાં દિલ્હી કેપિટલ્સે યુવરાજ સિંહને સહાયક અને બેટિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા હતા. ચામિંડા વાસ મુનાફ પટેલનું સ્થાન લેશે, જેણે છેલ્લી બે સીઝન સુધી ટીમ માટે બોલિંગ કોચ તરીકે સેવા આપી હતી. પોતાની કારકિર્દી દરમિયાન, વાસે ટેસ્ટ ક્રિકેટમાં 355, વન-ડે ઇન્ટરનેશનલમાં 400 અને T20 ઇન્ટરનેશનલમાં 6 વિકેટ ઝડપી હતી.
52 વર્ષીય વાસ અગાઉ ત્રણ અલગ-અલગ પ્રસંગોએ શ્રીલંકાની પુરુષ ટીમ માટે આવી જ કોચિંગ ભૂમિકા નિભાવી ચૂક્યા છે. તેમણે ન્યૂઝીલેન્ડ સાથે ટૂંકા ગાળાના કરાર દ્વારા પોતાની કોચિંગ સફર શરૂ કરી હતી, ત્યારબાદ 2013થી 2015 સુધી તેઓ શ્રીલંકાની રાષ્ટ્રીય ટીમ સાથે જોડાયેલા રહ્યા હતા.
આયર્લેન્ડના બોલિંગ કોચ રહી ચૂક્યા છે
વર્ષ 2016માં તેમણે T20 વર્લ્ડ કપ દરમિયાન આયર્લેન્ડના બોલિંગ કોચ તરીકે સેવા આપી હતી, જે પછી તેઓ ફરીથી શ્રીલંકાની રાષ્ટ્રીય ટીમ સાથે જોડાયા હતા. વાસ પાસે IPL ખેલાડી તરીકેનો પણ અનુભવ છે. તેઓ 2008થી 2010 સુધી ડેક્કન ચાર્જર્સનો ભાગ હતા, જ્યાં તેમણે 13 મેચોમાં 18 વિકેટ લીધી હતી. ચામિંડા વાસ એ IPL ટીમનો ભાગ હતા જેનું નેતૃત્વ એડમ ગિલક્રિસ્ટ કરી રહ્યા હતા. આ ટીમે દક્ષિણ આફ્રિકામાં આયોજિત 2009ની IPL સીઝનમાં ફાઇનલમાં અનિલ કુંબલેની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવીને ટાઇટલ જીત્યું હતું.
શ્રીલંકાની 1996ની વન-ડે વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ રહેલા આ ડાબોડી ફાસ્ટ બોલર તેમની સચોટ લાઇન અને લેન્થ, નવી બોલને સ્વિંગ કરાવવાની ક્ષમતા અને કોઈપણ પ્રકારની પરિસ્થિતિમાં અસરકારક પ્રદર્શન કરવા માટે જાણીતા હતા. ચામિન્ડા વાસના આંતરરાષ્ટ્રીય બોલિંગના વિશાળ અનુભવને સાથે લઈને જેમાં હેડ કોચ સૌરવ ગાંગુલીનું નેતૃત્વ અને યુવરાજ સિંહની બેટિંગ નિપુણતા પણ સામેલ છે. દિલ્હી કેપિટલ્સ આશા રાખી રહ્યું છે કે તેમની નવી કોચિંગ ટીમ ચેમ્પિયન બનવાના તેમના સપનાને સાકાર કરવામાં મદદરૂપ થશે.
ચામિન્ડા વાસના રેકોર્ડ્સ
દિલ્હી કેપિટલ્સ સાથેની આ ભૂમિકા IPLમાં તેમનો પ્રથમ કોચિંગ અનુભવ છે. વાસ આ રમતના ઇતિહાસના સૌથી અનુભવી ઝડપી બોલરોમાંના એક છે. તેમની 15 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન, તેમણે શ્રીલંકા માટે 111 ટેસ્ટ, 322 વન-ડે અને છ T20 આંતરરાષ્ટ્રીય મેચો રમી હતી. તેમણે ટેસ્ટમાં 355, વન-ડેમાં 400 અને T20માં 6 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત, તેમણે ટેસ્ટ ક્રિકેટમાં 3089 રન અને વન-ડે ક્રિકેટમાં 2025 રન બનાવ્યા હતા.