SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

BCCIએ નવા ચીફ સિલેક્ટરની કરી જાહેરાત, આ દિગ્ગજ લેશે અજીત આગરકરનું સ્થાન

BCCI Chief Selector : BCCI દ્વારા નવા ચીફ સિલેક્ટરની જાહેરાત કરવામાં આવી છે. BCCIએ પ્રજ્ઞાન ઓઝાને ભારતીય ટીમના ચીફ સિલેક્ટર બનાવ્યા છે. આ ઉપરાંત રમેશ પોવારને પણ પસંદગી સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે.

Written By Dilip Chaudhary
Published: Oct 19, 2026, 05:01 PM IST | Updated: Oct 19, 2026, 06:04 PM IST
Join

BCCI Chief Selector : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પુરુષ ક્રિકેટ ટીમની પસંદગી સમિતિમાં મોટો ફેરફાર કર્યો છે અને ભૂતપૂર્વ સ્પિનર પ્રજ્ઞાન ઓઝાને નવા ચીફ સિલેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. તે અજીત અગરકરનું સ્થાન લેશે. ઉમેદવારોમાં સૌથી વધુ ટેસ્ટ મેચ રમનાર હોવાને કારણે તેમની વરિષ્ઠતાને ધ્યાનમાં રાખીને પ્રજ્ઞાન ઓઝાને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.

BCCIની ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC)ના સભ્યો અશોક મલ્હોત્રા અને જતિન પરાંજપેએ પસંદગી પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. BCCI મુખ્યાલય ખાતે અરજદારોની ચકાસણી અને ઇન્ટરવ્યુ લીધા બાદ સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

રમેશ પોવારની પણ એન્ટ્રી

આ ઉપરાંત, ભૂતપૂર્વ ક્રિકેટર રમેશ પોવારને પસંદગી સમિતિના નવા સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યા છે. બોર્ડે વિદાય લઈ રહેલા અધ્યક્ષ અજીત આગરકરના કાર્યકાળની ખૂબ પ્રશંસા કરી હતી. તેમના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમે ત્રણ ICC ટ્રોફી, બે એશિયા કપ ટાઇટલ અને એશિયન ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. હવે પ્રજ્ઞાન ઓઝા નવી સમિતિના અધ્યક્ષ તરીકે સેવા આપશે.

પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન, રમેશ પોવારે ભારત માટે 2 ટેસ્ટ મેચ અને 31 વન-ડે મેચ રમી હતી. રમતમાંથી નિવૃત્ત થયા બાદ તેમણે કોચિંગ ક્ષેત્રે સારી એવી નામના મેળવી છે.

ભારતીય મહિલા ટીમના હેડ કોચ રહી ચૂક્યા છે પોવાર

તેમણે ભારતીય મહિલા ટીમના મુખ્ય કોચ તરીકે સેવા આપી છે અને મુંબઈ તથા ગુજરાતની સ્થાનિક ટીમોને પણ કોચિંગ આપ્યું છે. આ ઉપરાંત, તેમણે BCCI સેન્ટર ઓફ એક્સેલન્સમાં બોલિંગ કોચ તરીકે પણ કામ કર્યું છે. મહિલા ટીમના કોચ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે ભારતને એશિયા કપ ટાઇટલ અને કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

પુરુષ પસંદગી સમિતિ

  1. પ્રજ્ઞાન ઓઝા (અધ્યક્ષ)
  2. શિવ સુંદર દાસ
  3. આર. પી. સિંહ
  4. અજય રાત્રા
  5. રમેશ પોવાર
Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES