Sharad Purnima 2026: આ વર્ષે શરદ પૂર્ણિમા પર અમૃતની સાથે ધન પણ વરસશે, 3 શુભ યોગ અચાનક કરાવશે ધન લાભ
Sharad Purnima 2026: શરદ પૂર્ણિમાની રાત્રે આકાશમાંથી અમૃત વર્ષે છે તેવી માન્યતા છે. જો કે આ વર્ષની શરદ પૂર્ણિમા પર અમૃતની સાથે ધન પણ વરસશે. આ વિશેષ લાભ વૃષભ, કન્યા, મકર, તુલા રાશિના જાતકોને મળી શકે છે.
Sharad Purnima 2026: આસો મહિનામાં આવતી પૂનમ સૌથી ખાસ હોય છે. આસો મહિનાની પૂનમને શરદ પૂર્ણિમા કહેવામાં આવે છે. આ વર્ષની શરદ પૂર્ણિમા 25 ઓક્ટોબર અને રવિવારે આવશે. આ વર્ષની શરદ પૂર્ણિમા ત્રણ શુભ યોગના કારણે અત્યંત ખાસ બની જવાની છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શરદ પૂર્ણિમા પર આ શુભ યોગ સર્જાયા તે એક દુર્લભ ઘટના છે. શરદ પૂર્ણિમાની તિથિ અને ગ્રહોનો શુભ યોગ 4 રાશિના લોકો માટે લાભકારી સિદ્ધ થશે. આ 4 રાશિના લોકો પર માં લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ થઈ શકે છે જેના કારણે તેમને અચાનક ધન પ્રાપ્ત થવા જેવા લાભ થઈ શકે છે.
આ પણ વાંચો: Budh-Shukra Vakri: તુલા રાશિમાં 2 ગ્રહ વક્રી, આ રાશિઓના લોકોને પૈસા અને પ્રેમ ગુમાવવાનો વારો આવી શકે
શરદ પૂર્ણિમાનું મહત્વ
આસો મહિનામાં આવતી પૂનમને શરદ પૂર્ણિમા કહેવાય છે. શરદ પૂર્ણિમા વિશેષ અને પવિત્ર ગણાય છે આ પૂનમને રાસ પૂર્ણિમા પણ કહેવાય છે. ધાર્મિક માન્યતા અનુસાર આખા વર્ષમાં ફક્ત શરદપૂર્ણિમા એવી રાત છે જ્યારે ચંદ્ર પોતાની સોળે કળાએ ખીલે છે. પૌરાણિક માન્યતા અનુસાર શરદ પૂર્ણિમાના દિવસે જ સમુદ્ર મંથનમાંથી માં લક્ષ્મી પ્રગટ થયા હતા. આ દિવસે માં લક્ષ્મી પૃથ્વી પર વિચરણ કરે છે અને પોતાના ભક્તો પર સુખ સમૃદ્ધિના આશીર્વાદ વરસાવે છે. શરદ પૂર્ણિમાની રાત્રે આકાશમાંથી અમૃત વરસાદ થાય છે તેવી પણ માન્યતા છે.
શરદ પૂર્ણિમા 2026 શુભ યોગ
આ વર્ષની શરદ પૂર્ણિમા 3 શુભ યોગના કારણે વિશેષ બનવાની છે. આ શુભ યોગની અસર અને લાભ ચાર રાશિના જાતકોને સૌથી વધુ મળશે. પંચાંગ અનુસાર શરદ પૂર્ણિમાના દિવસે તુલા રાશિમાં બુધ અને શુક્રની યુતીથી લક્ષ્મી નારાયણ રાજયોગ બનશે. બીજી તરફ શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં ગોચર કરશે. આ દરમિયાન ગુરુ સાથે તેની યુતિ સર્જાશે અને હંસ મહાપુરુષ રાજયોગ બનશે. આ સાથે જ 25 ઓક્ટોબરે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ શરૂ થશે. આ ત્રણ શુભ યોગની અસર ચાર રાશિના લોકોને લાભ કરાવી શકે છે.
આ પણ વાંચો: Karwa Chauth 2026: લગ્ન પહેલાં કરવા ચોથનું વ્રત કરવું જોઈએ કે નહીં ? કુંવારી યુવતીઓ ખાસ જાણી લે આ નિયમો
25 ઓક્ટોબર 2026 ની ભાગ્યશાળી રાશિઓ
તુલા રાશિ
શરદ પૂર્ણિમાની ભાગ્યશાળી રાશિમાં સૌથી પહેલા તુલા રાશિ આવે છે. તુલા રાશિમાં બુધ અને શુક્રની યુતી સર્જાઈ છે જેના કારણે અટકેલા કામ પૂરા થઈ શકે છે. આ દિવસે ભાગ્ય સાથે આપશે. સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થતી જણાશે.
વૃષભ રાશિ
અચાનક ધન લાભ થઈ શકે છે. મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થશે. કાર્ય ક્ષેત્રમાં માન-સન્માન વધશે. અટકેલી યોજનાઓ આગળ વધી શકે છે. પદ અને યશ વધવાની સંભાવના.
કન્યા રાશિ
અટકેલું ધન પરત મળી શકે છે. અચાનક આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. અટકેલા કામ પુરા થતા જણાય. ઘરમાં ખુશીનું વાતાવરણ રહે. વેપારમાં મોટો ફાયદો થઈ શકે.
મકર રાશિ
નોકરી શોધતા લોકોને સારી તક મળી શકે છે. વેપાર અને નોકરીમાં કાર્ય સુધરશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. આ સમયે પ્રતિભા દેખાડવાની તક મળી શકે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)