• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ધાર્મિક
  • /2027માં આ રાશિ પરથી ઉતરશે શનિની સાડાસાતી, પછી તો બસ ચારેકોરથી લાભ જ લાભ!

2027માં આ રાશિ પરથી ઉતરશે શનિની સાડાસાતી, પછી તો બસ ચારેકોરથી લાભ જ લાભ!

જ્યોતિષ શાસ્ત્રમાં શનિની ગણતરી મહત્વના ગ્રહોમાં થાય છે. શનિની ચાલમાં ફેરફાર તમામ રાશિઓ પર અસર પાડતી હોય છે. ત્યારે એવામાં શનિ જ્યારે રાશિ પરિવર્તન કરે છે ત્યારે શનિની સાડાસાતી, ઢૈય્યા વગેરે પણ બદલાતા રહેતા હોય છે. શનિ હવે 2027માં રાશિ બદલશે અને આ સાથે જ એક રાશિ એવી છે જેા પરથી સાડાસાતી ઉતરશે.

Written ByViral Raval
Published: Sep 23, 2026, 01:58 PM IST|Updated: Sep 23, 2026, 02:04 PM IST
joinshare
2027માં આ રાશિ પરથી ઉતરશે શનિની સાડાસાતી, પછી તો બસ ચારેકોરથી લાભ જ લાભ!

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

2

IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

3

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

4

IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

5

જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

શનિદેવ એ ન્યાયના દેવતા કે કર્મફળ દાતા તરીકે પણ ઓળખાય છે. નવગ્રહોમાં શનિની ચાલ સૌથી  ધીમી ગણાય છે. એટલે તેમની ચાલમાં ફેરફારની અસર પણ લાંબા સમય સુધી રહેતી હોય છે. 3 જૂન 2027ના રોજ શનિ રાશિ બદલશે અને મીન રાશિમાંથી મેષ રાશિમાં જશે. શનિનું આ ગોચર કુંભ રાશિના જાતકો માટે ઐતિહાસિક રહી શકે છે. કારણ કે કુંભ રાશિના સ્વામી શનિદેવ પોતે છે. આ રાશિ પરિવર્તનની સાથે જ કુંભ રાશિના જાતકો પર જા લાંબા  સમયથી માનસિક પીડા અને આર્થિક સમસ્યાઓ ઝેલી રહ્યા હતા તે સાડા સાતી ઉતરતા હવે મુક્તિ મળશે. જો કે 20 ઓક્ટોબર 2027ના રોજ શનિ વક્રી  થઈને ફરીથી મીન રાશિમાં પાછા ફરશે અને આ સ્થિતિમાં એકવાર ફરીથી બદલાવ પણ જોવા મળી શકે છે. 2027નું આ શનિ ગોચર કુંભ રાશિવાળા માટે કેવી અસર પાડશે તે  ખાસ જાણો.

પ્રગતિ અને નવી તકોનો સમય
શનિના આ ગોચરથી વ્યવસાયિક જીવનમાં પ્રગતિ જોવા મળશે. જે લોકો લાંબા સમયથી પ્રમોશન, પગાર વધારા કે નવી નોકરીની શોધમાં હતા તેમના માટે દ્વાર ખુલશે. કાર્યસ્થળે તમારા કામની પ્રશંસા થશે.

બિઝનેસમાં નવી નવી ડીલો ફાઈનલ થઈ શકે છે. 
જો કે કોઈ પણ મોટું રોકાણ કરે વેપાર વિસ્તાર કરતા પહેલા કાનૂની કે વ્યવહારિક જાણકારી ભેગી કરી લેવી.

કરજથી મુક્તિ મળશે

  • લાંબા સમયથી ફસાયેલું કે અટવાયેલું ધન પાછું મળી શકે છે. 
  • જૂના દેવા કે લોન ચૂકતે કરીને નવા રસ્તા ખુલશે. 
  • આમ છતાં ફક્ત સાડાસાતી ખતમ થવાના કારણે ઉત્સાહમાં ન આવી જવું કે સમજ્યા વિચાર્યા વગર ખર્ચા ન કરવા. 
  • આવક અને ખર્ચ વચ્ચે યોગ્ય સંતુલન જાળવવું પડશે.

કૌટુંબિક જીવનમાં મધુરતા આવશે

  • કૌટુંબિક મોરચે જે લાંબા સમયથી વૈચારિક મતભેદ ચાલતા હતા અને મનમોટાવ હતો તે હવે ધીરે ધીરે દૂર થઈ શકે છે. 
  • પરિજનો વચ્ચે આપસી સંવાદ વધશે અને જૂના કૌટુંબિક વિવાદોને વાતચીતથી ઉકેલવાની તક મળશે. 
  • સ્વજનોના સહયોગથી માનસિક શાંતિ મળશે.

ઓક્ટોબરમાં બદલશે શનિ રાશિ

  • કુંભ રાશિવાળાએ એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે મેષ રાશિમાં શનિનું આ ગોચર સ્થાયી નહીં રહે. 
  • 9 ઓગસ્ટ 2027ના રોજ શનિ દેવ મેષ રાશિમાં વક્રી એટલે કે ઉલ્ટી ચાલ ચલશે. 
  • 20 ઓક્ટોબર 2027ના રોજ વક્રી અવસ્થામાં જ શનિ ફરીથી મીન રાશિમાં આવશે. 
  • એટલે કે તેનો અર્થ એ થયો કે ઓક્ટોબરમાં શનિની સ્થિતિ બદલાવવાથી થોડા સમય માટે મિક્સ પરિણામ મળી શકે છે. આથી 3 જૂનથી ઓ્ટોબર વચ્ચે મળનારી તકોનો સમયસર લાભ લઈ લેવો.

(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ તથા ગ્રહ ગોચરની વ્યાખ્યાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

Add Zee News as a Preferred Source
TAGS:
grah gochar