SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ધનતેરસ 2026: દેવી લક્ષ્મી, કુબેર અને ધન્વંતરિની ઉપાસનાથી ચમકશે ભાગ્ય: જાણો પૂજાના શુભ મુહૂર્ત અને વિધિ

આવતીકાલ એટલે કે 6 નવેમ્બર, 2026ના ધનતેરસની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે પૂજાનું વિશેષ મહત્વ છે. લોકો દેવી લક્ષ્મી, કુબેર અને ધનન્વંતરિની પૂજા-આરાધના કરતા હોય છે. ત્યારે ધનતેરસના દિવસે સમૃદ્ધિ, સૌભાગ્ય અને ઉત્તમ આરોગ્ય માટે તમે આ મહા પ્રયોગો કરી શકો છો.

Written By Gokani Dhaval
Published: Nov 06, 2026, 07:00 AM IST | Updated: Nov 06, 2026, 07:00 AM IST
Image Credit: AI Image
Join

દેવી લક્ષ્મીને રીઝવવા માટે ધનતેરસથી શ્રેષ્ઠ મુહૂર્ત હોતું નથી. આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે શુભ મુહૂર્તમાં ધનતેરસની પૂજા કરી કોઈ પણ એક પ્રયોગનો સંકલ્પ કરી તે મંત્ર પ્રયોગ કરવો.  

૧  મહાલક્ષ્મી મંત્ર પ્રયોગ

મંત્ર: ૐ શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ॥

ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને મહાલક્ષ્મીની કૃપા માટે આ સરળ મંત્રનો જાપ કરી શકાય છે.

વિધિ: ધનતેરસની સાંજે મહાલક્ષ્મી સમક્ષ ઘીનો દીવો પ્રગટાવી ૧, ૩ અથવા 6 માળા જાપ કરવો.

૨, ધન-ધાન્ય અને ઐશ્વર્ય માટે વૈદિક શ્રીસૂક્ત

પ્રારંભિક મંત્ર:

હિરણ્યવર્ણાં હરિણીં સુવર્ણરજતસ્રજામ્।

ચન્દ્રાં હિરણ્મયીં લક્ષ્મીં જાતવેદો મ આવહ॥

વૈદિક પરંપરામાં શ્રીસૂક્તને લક્ષ્મી આરાધનાનું વિશેષ મહત્ત્વ ધરાવતું સ્તોત્ર માનવામાં આવે છે.

વિધિ: ધનતેરસે શ્રીસૂક્તનો ૧, ૩ કે ૫ વખત પાઠ કરવો. શુદ્ધ ઉચ્ચારણ માટે જાણકાર આચાર્યનું માર્ગદર્શન લેવું.

આ પણ વાંચોઃ ધનતેરસની રાત્રે કરો આ 5 દિવ્ય મંત્રોની સાધના: ધન, સમૃદ્ધિ અને સૌભાગ્ય માટે વિશેષ શુભ સંયોગ

૩, ધનસંપત્તિના રક્ષણ અને વૃદ્ધિ માટે કુબેર મંત્ર

મંત્ર: ૐ યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધનધાન્યાધિપતયે ધનધાન્યસમૃદ્ધિં મે દેહિ દાપય સ્વાહા॥

ભગવાન કુબેરને ધનના અધિષ્ઠાતા દેવ માનવામાં આવે છે. ધન-ધાન્યની સમૃદ્ધિ, સંપત્તિના રક્ષણ અને ધનના સદુપયોગ માટે તેમની આરાધના કરવામાં આવે છે.

વિધિ: ધનતેરસની સાંજે કુબેરદેવનું પૂજન કરીને મંત્રનો ૧૦૮ વખત જાપ કરવો.

૪, આરોગ્ય અને દીર્ઘાયુષ્ય માટે ધન્વંતરિ મંત્ર

મંત્ર: ૐ ધન્વંતરયે નમઃ॥

સમુદ્રમંથનમાંથી અમૃતકળશ સાથે પ્રગટ થયેલા ભગવાન ધન્વંતરિને આરોગ્યના દેવતા માનવામાં આવે છે.

વિધિ: ધનતેરસે ધન્વંતરિ ભગવાન સમક્ષ દીવો પ્રગટાવી તજ, લવિંગ અને ઈલાયચીનો પ્રસાદ અર્પણ કરવો. ત્યારબાદ એક માળા અથવા ૧૦ મિનિટ મંત્રજાપ કરીને પરિવારના આરોગ્ય અને દીર્ઘાયુષ્યની પ્રાર્થના કરવી.

ધનતેરસ-ધનપૂજા-કુબેરપૂજા-ચોપડા લાવવા

ધનતેરશ  ધન્વંતરી જયંતી શુક્રવાર તા.૦૬-૧૧-૨૦૨૬

આ પણ વાંચોઃ વિક્રમ સંવત 2083 મેષ રાશિ માટે કેવું રહેશે? જાણો નોકરી, વેપાર, આર્થિક સ્થિતિ અને સ્વાસ્થ્યનું સંપૂર્ણ રાશિફળ

શુભ મુહૂર્ત સમય :
સવારમાં ૦૮-૧૨ થી ૯-૩૬ લાભ  ચોઘડીયું
૯-૩૬ થી ૧૦-૫૯  અમૃત ચોઘડીયું ,  બપોરે
(સર્વ શ્રેષ્ઠ અભિજીત મુહૂર્ત ૧૨-૦૧ થી ૧૨-૪૫)
૧૨-૨૪ થી ૧૩-૪૭ શુભ ચોઘડીયું સાંજે ૧૬-૩૫ થી૧૭-૫૭  ચલ ચોઘડીયું અને રાત્રે ૨૧-૧૧થી ૨૨-૪૭ લાભ ચોઘડીયા 
૨૪.૨૩ થી ૨૬-૦૦ શુભ ચોઘડિયું , ૨૬-૦૦ થી ૨૭.૩૬ અમૃત ચોઘડીયું,
૨૭-૩૬ થી ૨૯-૧૩ ચલ ચોઘડીયું  સુધી ધનતેરસની પૂજા  અને ઉત્થાપન કરી શકો છો

ધનતેરસની રાત્રે આ ૫ બાબતોનું ખાસ ધ્યાન રાખો

1ઘર અને પૂજાસ્થાન સ્વચ્છ તથા પવિત્ર રાખવાં.

2 મુખ્ય પ્રવેશદ્વાર અને પૂજાસ્થાને દીવા પ્રગટાવવા.

3મહાલક્ષ્મીને કમળ કે ગુલાબનાં પુષ્પો અર્પણ કરવાં.

4 શક્ય હોય તો જરૂરિયાતમંદોને અન્ન, વસ્ત્ર કે ધનનું દાન કરવું.

5 પોતાની મનોકામના અનુસાર એક મુખ્ય મંત્ર પસંદ કરી શ્રદ્ધાપૂર્વક નિયમિત જાપ કરવો.

જ્યોતિષી ચેતન પટેલના જણાવ્યા અનુસાર તમામ નવ મંત્રોની સાધના કરવી જરૂરી નથી. પોતાની જરૂરિયાત અને અનુકૂળતા પ્રમાણે એક મંત્ર પસંદ કરી શકાય છે. મંત્રસાધનામાં સંખ્યા કરતાં શ્રદ્ધા, નિયમિતતા, પવિત્રતા અને સદાચારનું વિશેષ મહત્ત્વ છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES