Shardiya Navratri Gajkesari Yog: હિંદુ ધર્મમાં શારદીય નવરાત્રિને માં દુર્હાની આરાધનાનું સૌથી મહત્વનું પર્વ માનવામાં આવે છે. આ દરમિયાન ભક્તો નવ દિવસ સુધી માં દુર્ગાન નૌ સ્વરૂપનોની પૂજા-અર્ચના કરે છે અને વ્રત અને ધાર્મિક અનુષ્ઠાન કરે છે. વર્ષ 2026મા શારદીય નવરાત્રિની શરૂઆત રવિવાર, 11 ઓક્ટોબરથી થશે અને 19 ઓક્ટોબરે મહાનવમીની સાથે નવરાત્રિનું સમાપન થશે. તેના બીજા દિવસે 20 ઓક્ટોબરે વિજયાદશમી ઉજવવામાં આવશે.
આ વખતે શારદીય નવરાત્રિને જ્યોતિષીય દ્રષ્ટિએ ખાસ માનવામાં આવે છે. જ્યોતષીય ગણના અનુસાર આશરે 100 વર્ષના ગાળા બાદ નવરાત્રિ દરમિયાન ગુરૂ અને ચંદ્રમાની વિશેષ સ્થિતિથી ગજકેસરી રાજયોગ બની રહ્યો છે. વૈદિક જ્યોતિષમાં ગુરૂ-ચંદ્રમાની યુતિ કે કેન્દ્ર સંબંધથી બનનાર ગજકેસરી યોગને શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે તેનો પ્રભા વ્યક્તિના ધન, કરિયર, માન-સન્માન અને પારિવારિક જીવન સાથે જોડાયેલા મામલા પર પડી શકે છે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે આ યોગ કાર્યક્ષેત્રના મામલામાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. નોકરીમાં પ્રમોશન કે આગળ વધવાની તક મળી શકે છે. સાથે પ્રેમ સંબંધમાં આત્મમિયતા વધી શકે છે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકોના જે પૈસા અટવાયેલા છે તે પરત મળવાનો સંકેત છે. આર્થિક મામલામાં રાહત મળી શકે છે. દાંપત્ય જીવનમાં પણ આપસી સમજ અને મધુરતા વધવાની સંભાવના છે. પરંતુ ખાન-પાનને લઈને બેદરકારી રાખવી નહીં.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે આ યોગ વિશેષ પ્રભાવશાળી માનવામાં આવી રહ્યો છે. માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. તો લગ્ન યોગ્ય લોકો માટે લગ્ન સાથે જોડાયેલા સારા સમાચાર સામે આવી શકે છે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકોને કારોબારમાં લાભ મળવાનો યોગ બની શકે છે. વેપાર સાથે જોડાયેલા લોકોને સારો લાભ થઈ શકે છે. જીવનસાથી સાથે ધાર્મિક યાત્રાનો પણ સંયોગ બની શકે છે. પરંતુ હવામાન સાથે જોડાયેલી સ્વાસ્થ્ય સમસ્યાને લઈને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકોના કામની ઓફિસમાં પ્રશંસા થઈ શકે છે. વરિષ્ઠ અધિકારીઓ પાસેથી પ્રશંસા મળવાની સાથે કરિયરમાં સકારાત્મક ફેરફાર જોવા મળી શકે છે. પ્રેમ જીવનમાં પણ કોઈ સકારાત્મક ફેરફાર આવવાની સંભાવના છે.
મકર રાશિ
મકર રાશિના જાતકો માટે જમીન કે મકાન જેવી અચલ સંપત્તિથી જોડાયેલા મામલામાં આગળ વધવાનો માર્ગ ખુલી શકે છે. જીવનસાથીનો સહયોગ મળશે. પરંતુ સાંધા કે શરીરમાં દુખાવા સાથે જોડાયેલી મુશ્કેલી નજરઅંદાજ ન કરવાની સલાહ આપવામાં આવી છે.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકોની સામે કરિયરમાં નવા પડકાર આવી શકે છે, પરંતુ તેના દ્વારા આગળ વધવાની તક મળી શકે છે. કામની સાથે પોતાની દિનચર્યા વ્યવસ્થિત રાખવી જરૂરી હશે. સંબંધોમાં સારા તાલમેલ માટે પાર્ટનર સાથે વાતચીત કરવાની સલાહ આપવામાં આવી છે.